ICMR દ્વારા માન્યતા પ્રાપ્ત લેબ ધરાવતી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી: GTU

0
110

જીટીયુની બાયો સેફટી લેબ  આરટીપીસીઆર ટેસ્ટ કરાવનાર માટે આશિર્વાદ રૂપ સાબિત થઈ 

આઈસીએમઆર દ્વારા માન્યતા પ્રાપ્ત લેબ ધરાયતી  જીટીયુ ગુજરાતની એક માત્ર  યુનિવર્સિટી છે. સમગ્ર વિશ્વ છેલ્લા 1 વર્ષથી કોવિડ-19ની મહામારીને કારણોસર અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ તેના નિવારણના ભાગરૂપે દરેક સ્તર પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોવિડનું ચોક્કસ નિદાન થાય તે હેતુસર યોગ્યતા ધરાવતી લેબોરેટરીઝને ટેસ્ટીંગની માન્યતા આપવામાં આવી રહી છે. ગત ફેબ્રુઆરી માસમાં ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ આઈસીએમઆર  દ્વારા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ની બોયો સેફ્ટી લેબોરેટરીઝને કોવિડ-19ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (આરટીપીસીઆર) ટેસ્ટની મંજૂરી આપવામાં આવી છે. આ સંદર્ભે જીપીએસસીના મેમ્બર રાજેશ શુક્લ દ્વારા આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તીને બિરદાવતાં જણાવ્યું હતું કે,  જીટીયુ દ્વારા પેન્ડામિક સમયમાં પણ અનેક પ્રકારના સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવ્યા છે. 6 કલાકની સમય મર્યાદામાં યોગ્ય નિદાન કરતી કોવિડ ટેસ્ટીંગ લેબ શરૂ કરીને જીટીયુએ ખૂબ જ પ્રશંસનીય કાર્ય કર્યું છે. જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે , આઈસીએમઆર દ્વારા કોવિડ-19ના ટેસ્ટ માટેની મંજૂરી મળેલ હોવાથી સરકારના માન્યદરે સમાજ સેવાના ભાગરૂપે ટેસ્ટીંગ કરી આપવામાં આવે છે. જીટીયુના કુલસચિવ ડો. કે. એન . ખેરે પણ વધુમાં વધુ લોકોએ આ લેબનો લાભ લેવા માટે જણાવ્યું હતું.

કોઈ પણ પ્રકારની અન્ય મદદ વગર જીટીયુ દ્વારા કોવિડ-19 માટેના ટેસ્ટીંગ લેબ શરૂ કરવાની પહેલ કરવામાં આવી હતી. જેમાં આઈસીએમઆરના તમામ પ્રકારના નિયમોનું પાલન કરીને આ મહામારી સામે પડકાર ઉપાડવાનું કાર્ય જીટીયુ દ્વારા હાથ ધરાયું હતું. તાજેતરમાં અમદાવાદના અનેક વિસ્તારના લોકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. આ  સંદર્ભે વધુમાં જીટીયુ અટલ ઈન્ક્યૂબેશન સેન્ટર(એઆઈસી)ના સીઈઓ ડો. વૈભવ ભટ્ટે જણાવ્યું હતું કે, ગત જાન્યુઆરી માસમાં જીટીયુ તરફથી કોવિડ-19ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (આરટીપીસીઆર) ટેસ્ટની મંજૂરી માટે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)માં અરજી કરવામાં આવી હતી.  ઈંઈખછના તમામ પ્રકારના ધરાધોરણઓ જેવા કે, બાયો સેફ્ટી લેબોરેટરીઝ ક્લાસ-2 પ્રકારની હોવી જોઈએ, દરેક પ્રકારના રીસર્ચ માટે બાયો સેફ્ટી કેબિનેટ ઈક્વિપમેન્ટ હોવા પણ જરૂરી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી બોયો મેડિકલ વેસ્ટનું સર્ટીફિકેટ પણ મેળવેલું હોવું જરૂરી છે.  આ ઉપરાંત રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન મશીન , બોયો સેફ્ટી કેબિનેટ મશીન , કુલિંગ સેન્ટ્રીફ્યૂઝ , માઈનસ 80 અને 20 ડિગ્રી તાપમાન ધરાવતાં ડિપ ફ્રિજર જેવા અદ્યતન સાધનોથી લેબોરેટરીઝ સુસજ્જ હોવી જરૂરી છે.અત્યાર સુધી 400થી પણ વધુ કોવિડ-19ના સેમ્પલનું યોગ્ય નિદાન કરવામાં આવેલ છે. આ ઉપરાંત આરસીએમઆરના પોર્ટલ પર પ્રતિદિન કરાયેલા ટેસ્ટની વિગત જેવી કે , દર્દીની  સ્વાસ્થ્ય સંબધીત તમામ માહિતી , વેક્સિન લિધેલી છે કે નહી, રીપોર્ટ સંબધીત બાબતો વગેરે ડેટા અપલોડ કરવામાં આવે છે.વધુમાં જીટીયુ દ્વારા રીપોર્ટ કરાવવા આવતાં લોકો માટે સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને બેસવાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.  જાહેર લોકોને જીટીયુ બાયોસેફ્ટી લેબ ખાતે ટેસ્ટીંગ કરવા માટે કામકાજના દિવસો દરમિયાન બપોરે 12 વાગ્યા પહેલાં સેમ્પલ આપવાનું રહશે. સેમ્પલ આપ્યાના અંદાજે 6 કલાકના સમયમાં રીપોર્ટ મેળવી શકશે. વધુ માહીતી માટે એઆઈસી સીઈઓ ડો. વૈભવ ભટ્ટનો સંપર્ક 07923267642 નંબર પર સવારે 10:30 થી 6:10 કલાકે કરી શકાશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here