Abtak Media Google News

પશુઓને સ્થાનિક કેટલ કેમ્પમાં દાખલ કરાવવા તેમજ ૪૦ પશુઓની મર્યાદામાં ઢોરવાડામાં પ્રવેશ આપવાની મહેસુલ વિભાગની સુચના

આ વર્ષે ગુજરાત માં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે.ત્યારે સૌરાષ્ટ્ર ના અનેક જિલ્લા ઓ માં ખૂબ નહિવત વરસાદ પડ્યો હોવાથી દુષ્કાળ ની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ગત વર્ષે સમગ્ર ગુજરાત માં ખૂબ ઓછો વરસાદ પડ્યો હોવા ના કારણે લીલું વાવેતર પણ પાણી વગર નિષ્ફળ નિવડીયું છે.ત્યારે વરસાદ ઓછો હોવાને કારણે સૌરાષ્ટ્ર ના અનેક ગામો માં પાણી ની અછત વર્તાય રહી છે.

ત્યારે ગત વર્ષે ચોમાસુ નબળું હોવા ના કારણે કરછ અને સૌરાષ્ટ્ર ના અનેક જિલ્લા ઓ માં ખૂબ કપરી પરિસ્થિતિ છે.ત્યારે પીવા ના પાણી ની પણ સમસ્યા સૌરાષ્ટ્ર ના અનેક તાલુકાઓ અને જિલ્લાઓ માં સર્જાઈ છે.ત્યારે પોતાનું માંડ પૂરું કરી શકતા ત્યાં ના લોકો પોતાના પશુઓ માટે પૂરું કરવું એ ખૂબ કઠિન પ્રસન ઉદ્દભવિયો છે.ત્યારે આ કરછ અને રણ પરદેશ ના માલધારીઓ સુરેન્દ્રનગર જિલ્લામાં પડાવ નાખીયા છે.Img 20190403 140813

ત્યારે કચ્છ જિલ્લામાં  દુષ્કાળની વસમી પરિસ્થિતિને પગલે માલધારીઓ મોટા પ્રમાણમાં હિજરત કરી રહ્યા છે. પાણી અને ઘાસચારાના અભાવે માલધારીઓ પશુઓ અને માલસામાન સાથે અન્ય જિલ્લામાં આશરો મેળવવા માટે હિજરત કરી રહ્યા છે. મહેસૂલ વિભાગને કલેક્ટરો દ્વારા સોંપાયેલા રીપોર્ટ પ્રમાણે કચ્છમાંથી ૧૪,૮૧૨ જેટલા  પશુઓ સાથે માલધારીઓએ હિજરત કરીને અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આશરો મેળવ્યો  છે.Img 20190403 140830

અમદાવાદ અને સુરેન્દ્રનગર કલેક્ટરને આવા પશુઓને  સ્થાનિક કેટલકેમ્પમાં દાખલ કરવા સૂચના પણ આપવામાં આવી છે. એક માલધારી દીઠ વધુમાં વધુ ૪૦ પશુઓની મર્યાદામાં ઢોરવાડામાં દાખલ કરી શકાશે. હાલમાં લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ હોવાથી રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી પંચની મંજૂરી લીધા બાદ આ સૂચના જારી કરી છે. માટે કલેક્ટરને જાણકારી આપીને સરકારે હિજરત કરી રહેલા માલધારીઓ માટે અલગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.