Abtak Media Google News

ટ્રેકટરની વિમા કંપની વળતર ચુકવવા હકકદાર નથી: કોર્ટ

લીંબડી તાલુકાના રામપરા રેલવે સ્ટેશન પાસે અમદાવાદ-વેરાવળ ટ્રેનની ઠોકરે ટ્રેકટરના ચાલકનું મોત નિપજવાના બનાવમાં મૃતકના વારસોએ ટ્રેકટરની વિમા કંપની સામે વળતર મેળવવા કરેલો દાવો લીંબડીની અદાલતે ફગાવી વિમા કંપની ચુકવવા જવાબદાર નથી તેવું ઠરાવ્યું અને વેસ્ટર્ન રેલવેએ રૂ.૩,૮૪,૭૨૦ વળતર ચુકવવા હુકમ કર્યો છે.

વધુમાં લીંબડી પંથકમાં રહેતા મનુભાઈ ઉર્ફે મનોજભાઈ ભોપાભાઈ ગત તા.૩/૫/૦૬ના રોજ જીજે ૧૩ એફ ૮૫૩૧ નંબરના ટ્રેકટર લઈને રામપર રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અમદાવાદ-વેરાવળ ‚રૂટની ટ્રેને ટ્રેકટરને હડફેટે લેતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા મનુભાઈનું મોત નિપજયું હતું.

આ બનાવમાં મૃતક મનુભાઈના વારસોએ એકસીડન્ટ કલેઈમ મેળવવા રૂ.૭ લાખનું વળતર મેળવવા લીંબડી કોર્ટમાં અરજી કરી પક્ષકાર તરીકે રેલવે અને ટ્રેકટરની વિમા કંપની યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યુ કાૃં.ને જોડી હતી. લીંબડી કોર્ટમાં સુનાવણી દરમિયાન વિમા કંપનીના એડવોકેટે રેલવેના સાક્ષીઓની ઉલટ તપાસ અને રેકર્ડ પર એવું સાબિત કરેલું. રેલવે દ્વારા કોઈ સાઈન બોર્ડ રાખેલું નથી. સ્પીડબ્રેકર ન હતું તેમજ આજુબાજુ ઝાડ અને જાળી હતી તથા રેલવેના ગેઈજોઈન હાજર ન હોય આથી ફાટક ખુલ્લુ હતું તેવી રજુઆત કરી હતી.

ટ્રીબ્યુનલે ચુકાદો આપતા ઠરાવેલું કે, રેકર્ડ પર અને રેલવેના ગાર્ડ તથા ટ્રેનના ડ્રાઈવરની જુબાની પરથી એ હકિકત સ્પષ્ટ છે કે, સદરહું અકસ્માત બાબતે રેલવે ખુદ જ રેલવેના સેકશન એન્જીનીયર તથા એન્જીનના ડ્રાઈવર સામે ખાતાકીય તપાસ કરવામાં આવેલી છે. ઉપરોકત રજુઆત અને યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યુ.કાૃ.લી.વતી કરવામાં આવેલી દલીલો ધ્યાનમાં રાખી ધી યુનીયન ઓફ ઈન્ડીયા-વેસ્ટર્ન રેલવે-મુંબઈને વળતર ચુકવવાની જવાબદારી ઠરાવી રૂ.૩,૮૪,૭૨૦/- ચુકવવાનો હુકમ કરેલો છે.

આ કામમાં યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કાૃં.લી. તરફે એડવોકેટ પી.આર.દેસાઈ, એસ.આર.ત્રિવેદી, સુનિલભાઈ વાઢેર તથા સંજયભાઈ નાયક રોકાયેલા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.