- ભાવિ યુદ્ધો મનુષ્ય વિના કેવી રીતે લડાશે ??
- કારગિલ યુદ્ધથી આધુનિક શસ્ત્રાગાર સુધી ડ્રોનનો ઉપયોગ: ઇઝરાયલ ભારત માટે ડ્રોનનો મુખ્ય સપ્લાયર, ભવિષ્યમાં તાપસ–બીએચ નામનું એક મોટું ડ્રોન ખરીદવાની યોજના
હાલમાં પાકિસ્તાને કરેલા ડ્રોન હુમલાના છમકલાનો ભારતે જે જવાબ આપ્યો છે તેને જોઈને સમગ્ર વિશ્વ દંગ રહી ગયું છે. ભારતે પાકિસ્તાનના એક – એક ડ્રોન ઢાળી દીધા હતા. તેમજ પાકિસ્તાનના હુમલાનો તેની જ ભાષામાં વળતો જવાબ ડ્રોન હુમલાથી આપ્યો હતો. ત્યારે ડ્રોન હવે યુદ્ધના મેદાનમાં એક શક્તિશાળી હથિયાર તરીકે ઉભરી આવ્યા છે. તેની ઝડપી કામગીરી, દુશ્મનોને શોધવામાં ચપળતા, પાઇલટના જીવને જોખમમાં મૂક્યા વિના ચોક્કસ હુમલો કરવાની ક્ષમતા અને પ્રમાણમાં ઓછી કિંમતને કારણે ડ્રોનને ’સંપૂર્ણ’ હથિયાર માનવામાં આવે છે. જેના કારણે યુદ્ધનો ચહેરો બદલી રહ્યા છે.
ભારત અને પાકિસ્તાન સિવાય પણ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ડ્રોને મહત્વની ભૂમિકા ભજવી છે. નિષ્ણાતો માને છે કે આ સદીના તમામ યુદ્ધોમાં ડ્રોનની એક આગવી ઓળખ હશે.
ડ્રોનના વિવિધ પ્રકારો
* રિકોનિસન્સ ડ્રોન: આ ડ્રોનનો ઉપયોગ જાસૂસી કરવા અને માહિતી એકત્ર કરવા માટે થાય છે.
* સશસ્ત્ર ડ્રોન: આ ડ્રોન મિસાઇલો અને અન્ય હથિયારોથી સજ્જ હોય છે અને દુશ્મનો પર હુમલો કરી શકે છે.
* લોઇટરિંગ દારૂગોળો : આ એક પ્રકારના આત્મઘાતી ડ્રોન હોય છે જે ચોક્કસ વિસ્તારમાં ફરે છે અને દુશ્મનનું લક્ષ્ય દેખાતા જ તેના પર તૂટી પડે છે. હારોપ ડ્રોન આ પ્રકારનું ડ્રોન છે.
* કામિકાઝ ડ્રોન: આ પણ આત્મઘાતી ડ્રોન હોય છે જે સીધા દુશ્મનના લક્ષ્ય સાથે અથડાઈને તેને નષ્ટ કરે છે. સ્કાયસ્ટ્રાઇકર આ પ્રકારનું ડ્રોન છે.
* નિ:શસ્ત્ર દેખરેખ ડ્રોન : આ ડ્રોનનો ઉપયોગ માત્ર દેખરેખ રાખવા માટે થાય છે અને તેની પાસે કોઈ હથિયાર હોતું નથી.
* ટાર્ગેટ ડ્રોન: આ ડ્રોનનો ઉપયોગ લશ્કરી તાલીમ દરમિયાન દુશ્મનના વિમાનનું અનુકરણ કરવા માટે થાય છે. ઉપરાંત, ડ્રોનને તેમની ઉડાનની ઊંચાઈ અને સમયગાળાના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે, જેમ કે MALE ડ્રોન.
ભારતે પહેલીવાર લશ્કરી ડ્રોનનો ઉપયોગ ક્યારે કર્યો?
કારગિલ યુદ્ધથી આધુનિક શસ્ત્રાગાર સુધી ડ્રોનનો ઉપયોગ થતો આવ્યો છે. ભારતીય સેનાએ પહેલીવાર 1999ના કારગિલ યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. તે સમયે પહાડી વિસ્તારોમાં જાસૂસી કરવી જોખમી હતી, જેમાં એક વિમાન પણ તૂટી પડ્યું હતું. ત્યારબાદ ઇઝરાયલે મદદ કરી અને ભારતને સર્ચર અને હેરોન જેવા માનવરહિત વિમાનો આપ્યા, જેણે દુશ્મનોના સ્થાનો શોધવામાં મદદ કરી.
આ સફળતા બાદ ભારતે 2002માં ઇઝરાયલ પાસેથી સર્ચર એમકે ઈંઈં અને હેરોન ડ્રોનનો પહેલો જથ્થો ખરીદ્યો. ત્યારથી ઇઝરાયલ ભારતને ડ્રોનનો મુખ્ય સપ્લાયર રહ્યો છે. 2000ના દાયકામાં ભારતીય વાયુસેનાએ ઇઝરાયલ પાસેથી હાર્પી એન્ટી–રડાર ડ્રોન પણ ખરીદ્યા, જે આત્મઘાતી હુમલો કરી શકે છે. 2009માં ભારતે ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી 10 કરોડ ડોલરમાં 10 નવા હાર્પ લોઇટરિંગ એટેક ડ્રોન ખરીદ્યા.
2021 સુધીમાં ભારતે ઇઝરાયલ પાસેથી વધુ આધુનિક હેરોન ટીપી/માર્ક 2 ડ્રોન પણ મેળવ્યા છે. હવે ભારતે અમેરિકામાં પણ રસ દાખવ્યો છે અને દરિયાઈ દેખરેખ માટે બે ખચ–9ઇ સીગાર્ડિયન ડ્રોન ભાડે લીધા છે અને અમેરિકા પાસેથી MQ–9 રીપર/પ્રિડેટર B સશસ્ત્ર ડ્રોન ખરીદવા માટે વાતચીત ચાલી રહી છે. ગયા ઓક્ટોબરમાં લગભગ 30 MQ–9B ડ્રોનનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેનાથી ભારતની લાંબા અંતર સુધી હુમલો કરવાની અને જાસૂસી કરવાની ક્ષમતામાં મોટો વધારો થશે.
ભારતની ડ્રોન તાકાત
આ ઉપરાંત, ભારત પોતાનો ડ્રોન ઉદ્યોગ પણ વિકસાવી રહ્યું છે, જેમાં ઘણી ડ્રોન સિસ્ટમ્સ વિકાસ અને ખરીદીના અલગ અલગ તબક્કામાં છે. સરકાર દ્વારા ઉપયોગમાં લેવાતા કેટલાક મુખ્ય ડ્રોન આ પ્રમાણે છે:
* નિશાંત: આ એક મલ્ટી–મિશન ડ્રોન છે જેનો ઉપયોગ યુદ્ધના મેદાનમાં દેખરેખ, જાસૂસી, લક્ષ્ય શોધવા અને આર્ટિલરી ફાયરને સુધારવા માટે થાય છે. જો કે હવે તેનો ઉપયોગ ઓછો થઈ ગયો છે.
* પંછી: આ નિશાંતનું જ એક પ્રકાર છે જે સામાન્ય રીતે ટેક–ઓફ અને લેન્ડિંગ કરી શકે છે. તે કેમેરા અને લેસર જેવા સાધનો લઈ જાય છે અને દેખરેખ, જાસૂસી અને લક્ષ્ય શોધવામાં મદદ કરે છે.
* લક્ષ્ય: આ એક સસ્તું અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવું ડ્રોન છે જેનો ઉપયોગ હવાઈ નિશાન તરીકે થાય છે.
ખાનગી ક્ષેત્રે પણ કેટલાક ડ્રોન બનાવ્યા છે:
* SWITCH: આ એક ફિક્સ્ડ વિંગ હાઇબ્રિડ ડ્રોન છે જેનો ઉપયોગ લાંબા અંતર સુધી દેખરેખ અને સુરક્ષા માટે થાય છે.
* સ્કાયસ્ટ્રાઇકર: આ ડ્રોન 5 કિલો અથવા 10 કિલોના વિસ્ફોટકો સાથે 100 કિમી સુધીના લક્ષ્યોને શોધીને હુમલો કરી શકે છે. તે ઓછી ઊંચાઈ પર ગુપ્ત કામગીરી માટે સારું છે.
સરકાર ભવિષ્યમાં તાપસ–બીએચ નામનું એક મોટું ડ્રોન પણ ખરીદવાની યોજના ધરાવે છે, જે ઇઝરાયલના હેરોન ડ્રોન જેવું જ હશે. આ ડ્રોન 30,000 ફૂટની ઊંચાઈ સુધી ઉડી શકે છે, 24 કલાક સુધી હવામાં રહી શકે છે અને 250 કિમી સુધી જઈ શકે છે. તે 350 કિલોગ્રામ સુધીનો સામાન લઈ જઈ શકે છે અને જાસૂસી મિશન માટે બનાવવામાં આવ્યું છે.
ઓપરેશન સિંદૂરમાં શું ઉપયોગમાં લેવાયું?
ભારતે પાકિસ્તાન સામે હથિયારવાળા ડ્રોનનો પ્રથમવાર ઉપયોગ કર્યો. 7-8 મેના રોજ ભારતીય સેનાએ આતંકવાદી ઠેકાણાં અને પાકિસ્તાની હવાઈ સંરક્ષણ સ્થળો પર હુમલા કર્યા, જેમાં ઇઝરાયલ દ્વારા અપાયેલા હેરોપ લોઇટરિંગ દારૂગોળાનો ઉપયોગ થયો. આ ડ્રોન રડાર કે કોમ્યુનિકેશન સિગ્નલ પકડીને લક્ષ્ય પર તૂટી પડે છે.જવાબમાં, 8-9 મેની રાત્રે પાકિસ્તાને પણ ડ્રોનનો ઉપયોગ કર્યો, જેમાં 26 ડ્રોનના ઝુંડે ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી, જેમાંથી ઘણા વિસ્ફોટકોથી સજ્જ હતા. ભારતીય સેના અને વાયુસેનાએ તાત્કાલિક હવાઈ સંરક્ષણ સક્રિય કર્યું. નિષ્ણાતોએ જણાવ્યું કે ભારતે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાની સૈનિકોની હિલચાલ પર નજર રાખવા માટે ઇઝરાયલ દ્વારા પૂરા પાડવામાં આવેલા હેરોન ખસ ઈંઈં સર્વેલન્સ ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો.
યુક્રેન–રશિયા યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ
રશિયા–યુક્રેન યુદ્ધ ડ્રોનના ઉપયોગની રીતે ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ છે. યુદ્ધની શરૂઆતમાં યુક્રેને તુર્કીના બાયરાક્તાર TB2 ડ્રોનનો સફળતાથી ઉપયોગ કર્યો, પણ રશિયાના મજબૂત હવાઈ સંરક્ષણ અને ઇલેક્ટ્રોનિક જામર તૈનાત કર્યા જેને લીધે મોટા ડ્રોનનું ઓપરેશન ઓછું થયું. ત્યારબાદ, નાના જાસૂસી અને હુમલો કરવાના ડ્રોન, જેમ કે કોમર્શિયલ ક્વોડકોપ્ટર અને FPV કામિકાઝ ડ્રોન, ખૂબ પ્રચલિત થયા. યુક્રેન અને રશિયા બંને સૈનિકો આ સસ્તા ડ્રોનનો ઉપયોગ જાસૂસી, આર્ટિલરી સપોર્ટ અને તાત્કાલિક બોમ્બિંગ માટે કરે છે. આ ઉપરાંત, લોઇટરિંગ દારૂગોળા અને કામિકાઝ ડ્રોનનો પણ મોટો ઉપયોગ થઈ રહ્યો છે. ટૂંકમાં, હવે યુદ્ધમાં નાના અને સસ્તા ડ્રોન વધુ મહત્વના સાબિત થઈ રહ્યા છે.
ડ્રોનની શરૂઆત ક્યારે થઈ?
ડ્રોનની શરૂઆત લગભગ 100 વર્ષ પહેલાં થઈ, જ્યારે બ્રિટન અને અમેરિકાએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પાઇલટ વગરના વિમાન બનાવવાનો પ્રયત્ન કર્યો. બ્રિટને 1917માં રેડિયોથી ચાલતું ’એરિયલ ટાર્ગેટ’ બનાવ્યું, અને અમેરિકાએ 1918માં ’બગ’ નામનું હવાઈ ટોર્પિડો બનાવ્યું. શરૂઆતમાં ડ્રોનનો ઉપયોગ મોટે ભાગે તોપખાનાના નિશાન તરીકે થતો હતો. 1935માં યુકેએ ’ક્વીન બી’ નામનું રેડિયોથી ચાલતું ડ્રોન બનાવ્યું.
બીજા વિશ્વયુદ્ધમાં ડ્રોન ટેક્નોલોજી થોડી આગળ વધી. શીત યુદ્ધ દરમિયાન, 1950-60ના દાયકામાં અમેરિકાએ દુશ્મનના વિસ્તારમાં જાસૂસી માટે નાના રિમોટથી ચાલતા ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો. વિયેતનામ યુદ્ધમાં જાસૂસી માટે ડ્રોનનો મોટા પાયે ઉપયોગ થયો.
20મી સદીના અંત સુધીમાં ડ્રોન લાંબા સમય સુધી હવામાં રહી શકતા હતા. 1990ના દાયકામાં બાલ્કન યુદ્ધોમાં આ ક્ષમતાનો ખૂબ ઉપયોગ થયો. પછી સેટેલાઇટ દ્વારા રીઅલ–ટાઇમ વિડિયો અને રિમોટ કંટ્રોલ શક્ય બન્યું. 2000ની આસપાસ અમેરિકાએ હેલફાયર મિસાઇલથી સજ્જ ’પ્રિડેટર’ ડ્રોન બનાવ્યું, જે ચોકસાઈથી હુમલો કરી શકતું હતું. 9/11 આતંકી હુમલા પછી અમેરિકાએ આતંકવાદ સામેની લડાઈમાં ડ્રોનનો ખૂબ જ મોટા પાયે ઉપયોગ કર્યો. હવે ડ્રોન જાસૂસીની સાથે હુમલો પણ કરી શકે છે.
છેલ્લા દાયકામાં ડ્રોનનો ફેલાવો
છેલ્લા દસ વર્ષમાં દુનિયાભરમાં લશ્કરી ડ્રોનનો ઉપયોગ અને ફેલાવો ખૂબ જ વધ્યો છે. 2015ની આસપાસ ડ્રોન ટેક્નોલોજી મોટા ભાગે થોડા જ દેશો પાસે હતી – ખાસ કરીને અમેરિકા અને ઇઝરાયલ પાસે સારા ડ્રોન હતા, જ્યારે ચીને સસ્તા મોડેલો વેચવાનું શરૂ કર્યું હતું. ત્યારથી ઘણા દેશો ડ્રોન ક્લબમાં જોડાયા છે, કાં તો ખરીદીને અથવા તો જાતે બનાવીને. 2010ની શરૂઆતમાં માત્ર અમેરિકા અને યુકે પાસે જ હથિયારવાળા ડ્રોન હતા, પણ 2022 સુધીમાં ઓછામાં ઓછા 26 દેશોએ મધ્યમ ઊંચાઈ અને લાંબા સમય સુધી ઉડી શકે તેવા હથિયારવાળા ડ્રોન મેળવી લીધા હતા અથવા તો જાતે બનાવ્યા હતા.
છેલ્લા પાંચ વર્ષમાં આ ગતિ વધુ તેજ થઈ છે. તુર્કીએ આ બજારમાં પ્રવેશ કર્યો તે એક મોટું કારણ છે. 2021-2023 સુધીમાં તુર્કીમાં બનેલા બાયરાક્તાર ઝઇ2 જેવા ડ્રોન 15 દેશોમાં વેચાયા હતા. ચીને પણ તેના વિંગ લૂંગ અને ઈઇં સિરીઝના હથિયારવાળા ડ્રોન વેચવાનું ચાલુ રાખ્યું છે. 2024ની શરૂઆતમાં એવો અંદાજ હતો કે 40થી વધુ દેશો પાસે મધ્યમ ઊંચાઈ અને લાંબા સમય સુધી ઉડી શકે તેવા હથિયારવાળા ડ્રોન છે.