Abtak Media Google News

ગાયકવાડી અને શ્રોફ રોડ પરથી ચીલઝડપ કર્યાની કબુલાત: રૂ ૫૦ હજારનો સોનાનો ઢાળીયો કબ્જે

શહેરના પોપટપરા શેરી નં. ૧૪ માં રહેતો નામચીન શખ્સને પ્ર.નગર પોલીસે સુરક્ષા કવચ એથ્લીકેશનની મદદથી ચીલ ઝડપના ગુનામાં સંડોવાયેલા શખ્સની ધરપકડ કરી રૂ ૫૦ હજારની કિંમતના સોનાના બે ઢાળીયા કબ્જે કર્યા છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માં અને શ્રોફ રોડ પર પસાર થતી મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલ ઝડપકરવાના ગુનામાં સંડોવાયેલો શખ્સ પોપટપરાનો ઇમ્તીયાઝ સફરજામ હોવાનો સુરક્ષા કવચ એથ્લીકેટશની માઘ્યમથી પ્ર.નગર પોલીસને મળેલી માહીતીના આધારે તેની ધરપકડ કરી રૂ ૫૦ હજારની કિંમતના બે સોનાના ઢાળીયા અને રૂ ૩૦ હજારનું બાઇક કબ્જે કરે વધુ ચીલ ઝડપના ગુનામાં સંડોવણી હોવાની શંકા સાથે રીમાન્ડ પર લેવા તવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.