Abtak Media Google News

સંગીતને કોઈ સરહદ નથી નડતી. સંગીતના તાલે માનવી તો ઝુમી ઉઠે છે, પણ પશુ-પક્ષીઓ પણ મ્યુઝિકની મજા લેતા હોય છે. તેને શબ્દોની સમજ નહીં હોય પરંતુ સંગીતની ધૂન અને તેનો ભાવ સમજી તે પણ તેના તાલે ઝૂમી ઉઠે છે. સોશ્યિલ મીડિયા પર હાલમાં એવો જ એક વીડિયો વાયરલ થયો છે.

જેમાં એક વ્યક્તિ તેના ગિટાર વડે કલાસિકલ મ્યુઝિક વગાડે છે. વ્યક્તિ મ્યુઝિક એટલું મસ્ત વગાડે છે કે તેનો પડેલો પોપટ પણ તેમાં સામીલ થઈ જાય. જયારે તેની પાસે બેઠેલો તેનો પોપટ પણ આ મ્યુઝિકની મજા લેવા લાગે છે. પોપટ પણ કલાસિકલ સંગીતના તાલ સાથે તાલ મિલાવે છે.


વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પોપટ મ્યુઝિકની મજા કેવી રીતે લઈ રહ્યો છે. આ જોઈ કહી શકીયે કે પક્ષીઓ પર પણ સંગીતની અસર થાય છે. જો તેમને પસંદ આવે તેવું સંગીત હોય તો તેમાં તે તમારો સાથ પણ પુરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.