Abtak Media Google News

ભાજપના પ્રદેશ પ્રમુખે ફરી કુકરી ગાંડી કરી

એક વર્ષમાં 84 સહકારી સંસ્થાઓમાં ભાજપ સમર્થક ઉમેદવારો જીત્યા છે: પાટીલ

 

અબતક, રાજકોટ

ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ કયારે કયાં નિર્ણયો લઇ લ્યે તેની કલ્પના કરવી મુશ્કેલ જ નહી લગભગ અશકય જેવી છે. સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં ટિકિટ ફાળવણી માટે છેલ્લી ઘડીએ તેઓએ ઘડેલા નિર્ણયથી ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. છેલ્લી ઘડીએ પેનલોના નામ બદલવાની જરુરીયાત ઉભી થવા પામી હતી. ફરી પાટીલે સૌને ચોકાવી દીધા છે. ગુજરાતમાં સહકારી ક્ષેત્રની  સંસ્થાઓની ચૂંટણી પણ ભાજપ જ લડશે અને આ માટે ઉમેદવારોને પક્ષ દ્વારા મેન્ડેટ પણ આપવામાં આવશે તેવી જાહેરાત પાટીલ દ્વારા ગઇકાલે કેવડીયા ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વર્ષોથી સહકારી ક્ષેત્રમાં એક હથ્થુ શાસન ચલાવતા કેટલાક મોટા માથાઓને હવે પોતાનું સામ્રાજય સંકેલાય જશે તેવો ડર પણ અંદર ખાતે સતાવવા લાગ્યો છે.

સામાઝય રીતે સહકારી સંસ્થાઓની ચુંટણીમાં કોઇ રાજકીય પક્ષ દ્વારા ચુંટણી લડતા ઉમેદવારને મેન્ડેટ આપવામાં આવતું હોતું નથી. પક્ષ પોતાને સમર્પીત હોય તેવા ઉમેદવારોને બહારથી ટેકો આપતા હોય છે. દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે ગઇકાલે કેવડીયા ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં એવી જાહેરાત કરી હતી કે, સહકારી ક્ષેત્રની ચુંટણી પણ પાર્ટી દ્વારા જ લડાશે અને ચુંટણી લડવા ઉમેદવારોને ભાજપ દ્વારા સત્તાવાર મેન્ડેટ પણ આપવામાં આવશે. તેઓની આ જાહેરાતથી કેટલાંક મોટા માથાને આંચકો લાગ્યો છે. તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે છેલ્લા એક વર્ષમાં 84 સહકારી સંસ્થાઓમાં ભાજપ સમર્થક ઉમેદવારો ગુજરાતમાં જીત્યા છે.

કાર્યકરોનો ઉત્સાહ વધારતા તેઓએ ઉમેર્યુ હતુ કે, તમને કોઇ જીતાડવાની જવાબદારી આપે અને આપણે તેને જીતાડીએ તે પણ આપણી જ જીત છે કાર્યકરોની મહેનત જોતા મને એવો ચોકકસ ભરોસો છે કે 2022 વિધાનસભાની ચુંટણીમાં ભાજણ તમામ 182 બેઠકો પર જીત હાંસલ કરશે. આગામી 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો 71મો જન્મ દિવસ છે. ત્યારે દરેક ગામના રામજી મંદિરમાં કુલ 7100 સ્થળે આરતી કરવામાં આવશે.

સહકારી ક્ષેત્રમાં પણ પક્ષ જ ચુંટણી લડશે તેવી જાહેરાત કરી વધુ એકવાર પાટીલે ગુજરાત ભાજપના નેતાઓને આશ્ર્ચર્યમાં મુકી દીધા છે. વર્ષોથી સહકારી ક્ષેત્રમાં રહેલા કેટલાક નેતાઓને હવે અંદર ખાતે ડર પણ સતાવવા લાગ્યો છે.

ભાજપનો બુથ ઇન્ચાર્જ પ્રશાંત કિશોરથી સવાયો છે: વિજયભાઇ રૂપાણી

Vijay Rupani 8

અમે અપેક્ષાઓથી ગભરાવાવાળા નથી આક્ષેપોથી ગભરાવા વાળા છીએ: મુખ્યમંત્રી

આ પાર્ટીમાં ચા બનાવનાર વ્યકિત પણ વડાપ્રધાન બની શકે છે. ભાજપમાં પરિવાર વાદ નથી. ભાજપનો બુથ ઇન્ચાર્જ પણ પ્રશાંત કિશોર કરતા પણ સવાયો છે તેમ કેવડીયા ખાતે ચાલી રહેલી ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપમાણીએ જણાવ્યું હતું. કાર્યકરોનો જુસ્સો વધારતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં ઉમેયુૃ હતું કે:, ‘ચપ્પા ચપ્પા ભાજપ’ એટલે તમામ વિસ્તાર અને મહોલ્લામાં માત્રને માત્ર ભાજપ છે આપણી પાર્ટીમાં પદ નથી જવાબદારી છે અમે અપેક્ષાઓથી ગભરાવાવાળા નથી આક્ષેપોથી ગભરાવાળા છીએ અમારા નેતા, નીતી અને નિયત સ્પષ્ટ છે. સત્તાને સેવાનું સાધન બનાવે છે ભાજપના કાર્યકરો તેમ કહેતા તેઓએ ઉમેર્યુ હતું કે, જન સંઘથી આજ સુધીમાં તમામ વચનો અને પુરા કર્યા છે. સંગઠનને પેઇજ કમિટી સુધી સી.આર. પાટીલ લઇ ગયા છે. કોઇ સર્વગ્રણ સંપન્ન નથી. જવાબદારી મળે ન મળે અંતે આપણું લક્ષ્ય માત્ર સત્તા હાંસલ કરવાનું નથી પ્રજા સેવાનું છે. આ પાર્ટીમાં પરિવારવાર નથી અહી ચા બનાવનાર સામાન્ય વ્યકિત પણ વડાપ્રધાન બની શકે છે ભાજપને બુથ ઇન્ચાર્જ પણ પ્રશાંત કિશોરથી સવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.