Abtak Media Google News

લીવર, કીડનીની તકલીફમાં અન્ય દવાના સ્થાને પ્લાઝમા થેરાપી વધુ ઉપયોગી થાય છે, કોરોના સંક્રિમત નેગેટીવ થયા બાદ ર8 દિવસ બાદ પોતાનું પ્લાઝમાં આપી શકે છે,યુવા વર્ગમાં એન્ટી બોડીનું પ્રમાણ ઝડપથી વધે છે 

આજકાલ કોરોના મહામારીની સારવાર વિશે સામાન્ય જનતામાં ઘણી જાગૃતિ આવી છે. રેમડેસિવિર ઇન્જેકશન, ઓકિસજન લેવલ આર.ટી. પી.સી. આર. જેવા શબ્દો લગભગ બધાના મોઢે આવી ગયા છે. કોરોનાના ગત વર્ષનાં પ્રારંભ કાળ બાદ ‘પ્લાઝમા થેરાપી’ એક નવો શબ્દ આવ્યો જેને કારણે લોકો ઝડપથી સાજા થઇ જાય છે. તેવા ન્યુઝથી સંક્રમિત નેગેટીવ થયા બાદ ર8 દિવસ બાદ પોતાનું પ્લાઝમાં કોનેટ કરવા લાગ્યા

પ્લાઝમા કે રૂધિર રસ લોહીના પ્રવાહિનો એક ભાગ છે. પીળાશ પડતું આ પ્રવાહી લોહીના કુલ જથ્થાનો પપ થી 6પ ટકા હોય છે. આ પ્લાઝમાં રકતકણ, શ્ર્વેતકણ અને ત્રાકકણ ધન પ્રવાહી હોવાથી તે રૂધિર રસ કે પ્લાઝમાં તરતા રહે છે. રૂધિર રસમાં મોટાભાગે પાણી હોય છે. સાથે તેમાં પ્રોટીન, બિનઉપયોગી તત્વો સાથે પાચન થયેલો ખોરાક પણ હોય છે. આ પ્લાઝમામાં ગ્લોબ્યુલીન, આલ્બ્યુમીન અને હાઇબ્રીનોજન મુખ્ય પ્રોટીન તત્વો હોય છે. આ રૂધિર રસનું સૌથી અગત્યનું કાર્ય એ છે કે કોષિકા દ્વારા ઉત્પન થયેલા બાયો કાર્બોનેટ કણો જ અંગાર વાયુનું રૂપાંતર કરે છે. આ કણોને રૂધિર રસ (પ્લાઝમા) જ ફેફસામાં રહેલ સુક્ષ્મ નળીઓને પહોચાડે છે.

Covid Chennai Pti8910

કોરોના દર્દીની સારવારમાં આ પ્લાઝમાં થેરાપી કેવી રીતે કામ કરે છે. એ સમજવું જરૂરી છે. કોઇપણ વ્યકિતમાં કોરોના વાયરસ પ્રવેશ કરે કે તુરંત તે વ્યકિતની રોગ પ્રતિકારક શકિત તેની સામે લડતા લડતા એક એન્ટીબોડી તેના શરીરમાં ઉત્પન કરે છે. આજ એન્ટી બોડીએ દર્દી જયારે નેગેટીવ થાય તેના ર8 દિવસ બાદ તેના શરીરમાંથી પ્લાઝમા લઇને કોરોનાના દર્દી ચડાવાય તો તેની રોગ પ્રતિકારક શકિત વધે છે. પ્લાઝમાં ડોનરનું બ્લડ બેંકમાં બ્લડ કાઉન્ટ, એન્ટિ બોડી અને ઇન્ફેકિશયસડીસિઝ જેવા ટેસ્ટ કર્યા બાદ જો તેમાં સકારાત્મક પરિણામ મળે ત્યારબાદ તે બીજાને ચડાવવા માટે માન્ય ગણાય છે.

પ્લાઝમા થેરાપી 1890માં શરૂ થઇ !!

હાલના કોરોના મહામારીમાં મેડીકલ સાયન્સ ટ્રીટમેન્ટ, વેકિસન સાથે વિવિધ માર્ગદર્શીકા જાહેર કરે છે ત્યારે કોરોના દર્દીને માટે ‘પ્લાઝમા થેરાપી’ પણ દર્દીઓને અપાય રહી છે. પ્લાઝમાં થેરાણી શબ્દો આપણે અત્યારે સાંભળ્યો પણ 1890માં જર્મનીના ફિઝિયોલોજીસ્ટ ડો. એમિલ વોન બેહિંગે એની શોધ કરી હતી, જેને માટે તેમને એ જમાનામાં એટલે કે 130 વર્ષ પહેલા નોબેલ પ્રાઇઝનો એવોર્ડ મળ્યો હતો.

ગુજરાતમાં કોરોના વાયરસનો જંગલેશ્ર્વરનો પ્રથમ કેસ નદીમ નેગેટીવ આવ્યા બાદ લાઇફ બ્લડ સેન્ટરમાં તેનું પ્લાઝમા ડોનેટ કરેલ હતું.આજે જયારે કોરોના મહામારી વધી છે ત્યાર સાજા થતાં યુવા વર્ગ ર8 દિવસ બાદ પોતાનું પ્લાઝમાં ડોનેટ કરીને બીજાના જીવ બચાવી શકે એમ છે. ત્યારે આ બાબતની જનજાગૃતિની જરૂર છે. સંક્રમિત દર્દીને એન્ટિબોડી મળતા તેની ઝડપથી રીકવરી થાય છે. મેડીકલ સાયન્સ આજે સર્વ પ્રકારે કોરોના સામે લડાઇ લડી રહ્યું છે. ત્યારે આ પ્લાઝમાં થેરાપી થકી પણ સાજા થયેલા પોતાનું પ્લાઝમાં ડોનેટ કરીને તેને નાથવાના કાર્ય સાથે કોઇકના જીવન બચાવવા મહત્વનું કાર્ય કરી શકે છે.

એન્ટીબોડીઝ અને સુક્ષ્મ જીવાણું છે. જે ચેપનો સામનો કરવામાં પ્રથમ લાઇનમાં રોગ પ્રતિકારકો છે. તે એક ચોકકસ પ્રકારનાં પ્રોટીન છે કે જેમાં બી લિમ્ફોસાયટસ નામે ઓળખાતા રોગ પ્રતિકારક કોષો ધરાવે છે. જયારે આ કોષો કોરોના વાયરસ જેવા હુમલાખોર (પેથોજન) નો સામનો કરી શકે તેવા એન્ટિ બોડીઝ તૈયાર કરે છે. એક ચોકકસ એન્ટી બોડીઝ અને તેનો પાર્ટનર વાયરસ એક બીજા માટે જ બનેલા હોય છે. કોરોના વાયરસની બિમારીમાંથી સાજા થયેલ વ્યકિતના લોહીમાંથી વાયરસને નિષ્ક્રિય કરીે દે તેવા એન્ટી બોડીઝ ધરાવતા પ્રવાહીને અલગ કરીને ચકાસણી કર્યા બાદ દર્દીને આપવામાં આવે છે. તેમાં રૂટીન બ્લડની જેમ જ ગ્રુપ આર.એચ. ફેકટર જેવી તમામ તપાસ કરવામાં આવે છે.

કોવિડ-19 સામે કોન્વલસન્ટ પ્લાઝમાં થેરાપી અંગે લાઇફ બ્લડ સેન્ટરમાં મેડીકલ ડાયરેકટર ડો. સંજીવ નંદાણી અને ડો. નિશિથ વાછાણી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે વૈજ્ઞાનિક રીતે શરીરની બહાર રકતની પ્રક્રિયા કરીને જરુરી ઘટક મેળવવાની ક્રિયાને એફેરેસીસ કહેવાય છે. કોન્વ્લસન્ટ પ્લાઝમાં થેરાપીમાં કોરોના વાઇરસ સામે બનેલા તૈયાર એન્ટીબોડી કોરોનાના દર્દીને સારવાર માટે આપવાની પ્રક્રિયા છે. કોરોનામાંથી સાજા થયેલા વ્યકિતમાંથી એન્ટિ બોડી મેળવવામાં આવે છે. આ રીતે મેળવેલા એન્ટિબોડીઝ વાળા પ્લાઝમાંથી કોવિડ-19 ના દર્દીને વાયરસમાંથી મુકત કરી શકાય છે.

આ પ્લાઝમાં કોરોનામાંથી સાજા થયેલા વ્યકિત જ આપી શકે છે. સાજા થયા બાદ ઓછામાં ઓછા ર8 દિવસનો સમય થવો જરુરી છે. 18 થી 60 વર્ષ વચ્ચેના તમામ વ્યકિત તેનું પ્લાઝમાં ડોનેટ કરી શકે છે. આ પ્લાઝમાં કલેકટ કરવા માટે વ્યકિતની સંપૂર્ણ જરુરી તપાસ કરવામાં આવે છે. એફેરેસીસ પઘ્ધતિથી પ્લાઝમા મેળવવામાં આવે છે. આ પ્રક્રિયામાં 40 થી 60 મીનીટનો સમય લાગે છે.

એકત્રિત કરેલ પ્લાઝમાં કેવી રીતે સચવાય છે એ વાત દરેક યુવાને સમજવાની જરુર છે. જેમાં એકત્રિત પ્લાઝમાને બ્લડ બેંકનો બારકોડ વડે યુનિટ નંબર અપાય છે. સાથે 30 સેન્ટી ગ્રેડથી ઓછા તાપમાને અલગ જગ્યાએ વૈજ્ઞાનિક રીતે સુરક્ષિત રાખવામાં આવે છે. કોરોનાની ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીને બધી જરુરી તપાસ બાદ આ પ્લાઝમા થેરાપી આપવામાં આવે છે. પ્લાઝમાં ટ્રીટમેન્ટનું નામ ભલે આપણે પહેલી વાર સાંભળ્યું હોય પણ આજથી 130 વર્ષ પહેલા 1890 માં જર્મનીમાં ફિઝિયોલોજીસ્ટ ડો. એમિલ વોન બેહિંગે શોધી હતી. આ માટે તેમણે નોબલ પ્રાઇઝ પણ મળેલ હતું.કોરોના સામે શરીર લડાઇ છે જે પ્લાઝમાની મદદથી જ બને છે જો શરૂમાં પર્યાપ્ત માત્રામાં એન્ટિબોડી બનાવી લે તો કોરોના હારી જાય છે. દર્દી સ્વસ્થ થાય બાદ પણ તેના શરીરમાં એન્ટિબોડી પ્લાઝમાં સાથે શરીરમાં રહે છે જેને ડોનેટ કરીને કોરોનાના બીજા દર્દીને જીવનદાન આપી શકાય છે. એક વ્યકિતના પ્લાઝમાંથી બે લોકોની સારવાર સંભવ  થઇ શકે છે. હાલમાં વધતા જતાં કોરોના કેસના સમયમાં પ્લાઝમા ડોનેશનનું મહત્વ લોકોને સમજાય રહ્યું છે. કેટલાક દેશોએ પણ ફાયદો મળતા જનજાગૃતિ ફેલાવવા પહેલ કરી જેમાં અમેરિકા પણ સામેલ છે.

“કોરોનાની લડાઇમાં પ્લાઝમાં ડોનેટ કરી

કોઇકનું જીવન બચાવો”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.