Abtak Media Google News

રપ થી ૩૧ ડિસેમ્બર સુધી અમૃત આહાર મહોત્સવ

વઢવાણના આનંદ ભુવન ખાતે આ પ્રકારનું સૌ પ્રથમ આયોજન

પ્રાકૃતિક ખેતી કરતાં દરેક ખેડુત પોતાની ખેત પેદાશ વેચાણ માટે લાવી શકશે

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલ આનંદ ભુજનમાં તા રપ-૧ર થી ૩૧-૧૨ સુધી આત્મા પ્રોજેકટ દ્વારા અમૃત આહાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત જિલ્લાના અલગ અલગ ખેડુતોના ૩૧ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ મહોત્સવમાં જે કોઇ ગ્રાહક આવશે તેમને પ્રાકૃતિક ખેતીથી પકવેલ ખેત પેદાશ મળી રહેશે. તો જિલ્લાની દરેક જનતાને ખેડુતોએ ઝેર મુકત પકવેલ ખેત પેદાશ પકવવા અનુરોધ કરાયો છે.

સુરેન્દ્રનગરની પ્રકૃતિ પ્રેમી જનતાને ૩૦ ડિસેમ્બર સુધી પ્રાકૃતિક ખેતીથી પકવેલ અલગ અલગ ખેત પેદાશ ઘર આંગણે મળી રહેશે.અમૃત આહાર મહોત્સવ અંતર્ગત ખેડુત પોતાની પેદાશ ડાયરેકટ ગ્રાહકને વેચાણ કરી શકે તે ઉદ્દેશ્ય છે. આ કાર્યક્રમ પ્રકૃતિ પ્રેમી જનતા માટે છે પ્રાકૃતિક ખેતી કરતા દરેક ખેડુત પોતાની ખેત પેદાશ વેચાણ માટે લાવી શકે છે. આવનાર દરેક ગ્રાહકને ઝેર મુકત ખેત પેદાશ મળશે. તેમજ જો કોઇ ફેમીલી ફાર્મર બનાવી લે તો એમને જરુરી દરેક પેદાશ આખુ વરસ સમગ્ર સિઝન મુજબ મળશે. પ્રાકૃતિક પેદાશ મોલમાં નહિ પરંતુ ખંતીલા ખેડુતના ખેતરે અથવા અમૃત આહાર મહોત્સવમાં મળી રહેશે. ખેડુતોના ખેતરનાં જવાનો સમય ના હોય તો  ખેડુતો શહેરમાં પણ પોતાની ખેતપેદાશનું વેચાણ કરી ગ્રાહકોને ખેતપેદાશ પુરી પાડશે. અમૃત આહાર મહોત્સવ, આત્મા પ્રોજેકટનું સંપૂર્ણ સંચાલન સુરેન્દ્રનગરના આયોજક બી.એ. પટેલ તથા તેનો સ્ટાફ કરશે. પ્રાકૃતિક ખેત પેદાશ મેળવવા તેમજ અન્ય કોઇ માહીતી માટે સુરેન્દ્રનગરના વિવિધ ખેડુત સંગઠનનો સંપર્ક સાધવો, હમિરસિંહ પરમાર મુળી મો. નં. ૯૮૨૫૩ ૮૫૦૪૮, અચ્યુત પટેલ- સુરેન્દ્રનગર મો. નં. ૯૯૨૫૨ ૩૪૭૫૭, વિનુભાઇ વરમોરા ધ્રાંગધ્રા મો.નં. ૯૯૦૯૪ ૫૮૯૧૧, જયેશભાઇ ચાવડા- વઢવાણ મો. નં. ૯૭૧૪૩ ૨૦૫૮૫, ઘનશ્યામભાઇ ધરુવડિયા- ધૃમઠ મો.નં. ૯૯૭૯૩ ૮૦૫૦૪, પ્રિયકાંતભાઇ પરજીયા – પાટડી ઉતર મો. નં. ૮૪૬૯૯ ૩૧૯૩૯, હિરકૃષ્ણભાઇ પટેલ- મુળ મો. નં. ૯૯૨૫૦ ૦૧૦૩૬, પ્રવિણભાઇ પટેલ પાટડી મો. નં. ૯૧૦૬૮ ૪૫૪૨૫, સુંદરભાઇ ચુડા મો. નં.૯૭૨૩૫ ૨૦૮૬૭, સુંદરભાઇ લીંબડી મો. નં. ૯૯૦૪૧ ૩૫૯૬૭,  દિનેશભાઇ સોનગ્રા-સાયલા મો. નં. ૯૭૨૩૪ ૩૬૫૮૧નો સંપર્ક સાધવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.