સાપ્તાહિક રાશિ ભવિષ્ય: આગામી અઠવાડિયામાં રાશિના જાતકોને મળશે શુભ સમાચાર

rashifal
rashifal

મેષ (અ,લ,ઈ)the-future-of-the-weekly-zodiac

દરેક પ્રકારનાં ફેબ્રીક્સ, કોસ્મેટીકઝ સંબંધિત તમામ નાના મોટાં ઓદ્યોગિક કે વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારે  આર્થિક લાભ તથા તકો  મળવાંના સંયોગો. ફોટોગ્રાફી, મોડેલીંગ સંબંધિત વ્યવસાયનાં જાતકો માટે આ સપ્તાહ સારુ નીવડશે. ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ થોડુ ઘણું ચડાવ ઉતાર વાળુ નીવડશે.  રીટેઈલર્સ માટે સાનુકુળ સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં જાતકો તથા ખાનગી ક્ષેત્રનાં તમામ વર્ગના કર્મચારીઓ માટે  આ સપ્તાહ  લાભદાયક નીવડશે. જીવનમાં સંવાદિતોનો વધારો થશે. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 29 સપ્ટેમ્બર તથા 2 ઓક્ટોબરનાં દિવસો સાધારણ નીવડશે.

વૃષભ (બ,વ,ઉ)

the-future-of-the-weekly-zodiac

ધાતુ સંબંધિત ઓદ્યોગિક એકમનાં જાતકો, તેમજ હેવી મશીનરી સંબંધિત ઉદ્યોગ  સમેત અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયક નીવડશે.  ઈનોર્ગેનિક કેમિક્લ્સ તથા હર્બલ ફાર્માસ્યુટીક્લ્સનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ તથા ચડાવ ઉતાર વાળું નીવડશે. આ સિવાયનાં ઓદ્યોગિક– વ્યાપાર–વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. નાનાં વ્યાપારી માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે.  સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ પણ મધ્યમ  જણાશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 27 તથા 28 સપ્ટેમ્બર સાધારણ જણાશે.

મિથુન (ક,છ,ઘ)

the-future-of-the-weekly-zodiac

નાના કદનાં કુટિર કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી રહેશે. રીયાલ્ટી એકમનાં જાતકો તથા ખાનગી ફાયનાન્સ કંપનીનાં જાતકો, સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સરેરાશ રહેશે વ્યાપાર-વણિજ એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ લાભકારી  નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ  તેમજ અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ  માટે આ સપ્તાહ પણ ફાયદાકારક તથા સાનુકુળ નીવડશે. 1 તથા 2 ઓકટોબર સામાન્ય નીવડશે.

કર્ક  (ડ,હ) 

સરકારી શૈક્ષણિક સંસ્થા તથા  તેનાં અન્ય વિભાગનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક રહેવાંનાં સંયોગો સાથો સાથો પ્રમોશનનાં પણ સંયોગો જણાય છે. તમામ ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજનાં તમામ મોટા મોટા એકમના જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ નીવડશે. છુટક તથા નાનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. પરિવાર તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર તેમજ આર્થિક લાભ મળવાંના સંયોગો. સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, વર્કીગ વૂમન, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેશે. 28 સપ્ટેમ્બરનો દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)

the-future-of-the-weekly-zodiac

એડવર્ટાઈઝમેંટ એકમનાં જાતકો આ સપ્તાહ સાનુકુળ એવમ ફાયદાકારક નીવડશે. સરકારી અલગ અલગ વિભાગનાં તમામ કર્મચારી વર્ગ  માટે આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું  રહેવાંનાં, તથા બદલી થવાંના કે સ્થળાંતર થવાના સંયોગો. ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવુ ફાયદાકારક નીવડશે. રીટેઈલર્સ માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. ખાનગી શૈક્ષણિક તથા એકાઉન્ટંસીનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, તેમજ સાથ સહકાર યથાવત રહેશે. 28, 30 સપ્ટેમ્બરનાં દિવસો સામાન્ય રહેશે.

કન્યા (પ,ઠ,ણ)

the-future-of-the-weekly-zodiac

ધાતું તેમજ હેવી મશીનરી સંબંધિત ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભકારી નીવડશે. સીઝનલ બિઝનેશનાં જાતકો આ સપ્તાહ લાભદાયી જણાશે. અન્ય, ઓદ્યોગિક તથા વાણિજયક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહે તેવાં સંયોગો. ફેરી કરતાં વ્યાપારી માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ  હળવું લાભદાયક નીવડશે. અગાઉ, વણસી ગયેલા સંબંધોમાં સુધારો થવાંની સંભાવના. નિવૃતો,  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. 2 ઓકટોબરનો દિવસ મધ્યમ જણાશે.

તુલા  (ર,ત)

the-future-of-the-weekly-zodiac

મોટા ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ પણ ભાગદોડ વાળું જોવાં મળશે. ઈલેક્ટ્રીકલ્સ, ડેકોરેશન્સ અને લાઈટીંગ્સ તેમજ ધાતુનાં સ્પેર પાર્ટ્સનાં ઓદ્યોગિક તથા વાણિજય એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. અન્ય, ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે આ સપ્તાહ ભાગદોડ વાળું તથા સરેરાશ નીવડશે. કુટુંબ તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર મળવાંનાં સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. 1 તથા 2 ઓકટોબર સામાન્ય રહેશે.

વૃશ્ચિક (ન,ય)

the-future-of-the-weekly-zodiac-8

મલ્ટીલેવલ માર્કેટીંગ્સ તથા બાઓ-ઓર્ગેંનિક, હર્બલ, એગ્રીકલ્ચર પ્રોડકટ્સનાં કોઈપણ એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ ભાગદોડવાળુ તથા લાભકારી જણાશે. સાહિત્યકાર, પત્રકાર ત્થા લેખકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ નીવડશે. ઓદ્યોગિક એકમનાં જાતકો  તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમો તથા સર્વિસ બિઝનેશ ના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. ખાનગી તથા  સરકારી શૈક્ષણિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ અર્ધ- સાનુકુળ જણાશે. અવૈધ વહીવટથી ખાસ સંભાળવું. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ સારુ નીવડશે. 27 સપ્ટેમ્બર તથા 2 ઓકટોબર મધ્યમ રહેશે.

ધન (ભ,ફ,ધ,ઢ)

ઈલેક્ટ્રીસીટી રીલેટેડ પ્રોડકશન્સ નાં ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. કુટિર તેમજ નાના કે લઘુ ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. ગ્રેઈન મર્ચંટ, તેમજ જનરલ જથ્થા બંધ, તથા છુટક વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ વિશેષ લાભકર્તા. સરકારી કર્મચારી વર્ગ માટે  આ સપ્તાહ લાભકારી રહેશે. અર્ધ સરકારી ક્ષેત્ર, ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ. પરિવાર તરફથી સાથ સહકાર યથાવત. યુવાવર્ગ, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. 28 સપ્ટેમ્બર સરેરાશ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર (ખ,જ)

ધંધા, ઉદ્યોગનાં કામકાજનાં આરંભ માટે લાભકારક સપ્તાહ. સર્વિસ બિઝનેશ તથા ક્ધસલ્ટંસી ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારી નીવડશે. ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તેમજ લાભદાયી જણાશે. રીયાલ્ટી બિઝનેશ જાતકો માટે  હળવું લાભદાયી સપ્તાહ. વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. તમામ વર્ગના સરકારી કર્મચારી માટે આ સપ્તાહ ફાયદાકારક તથા વ્યસ્ત નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે ફાયદાકારક સપ્તાહ. સ્નેહીઓ તથા મિત્રો દ્વારા સાથ સહકારના સંયોગો. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આનંદ-સુખદાયી સપ્તાહ. 30 સપ્ટેંબર સરેરાશ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ  (ગ,શ,ષ)

the-future-of-the-weekly-zodiac

આ સપ્તાહ  કુંભ રાશિ માટે લાભદાયી, સુખ શાંતિ વાળું નીવડશે. વિશેષ, ફેશન, ફેબ્રીક, રેડીમેડ ગાર્મેંટ્સ, કોસ્મેટીકનાં ઓદ્યોગિક ત્થા વાણિજ્ય એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. આ સિવાયનાં અન્ય તમામ ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. કોઈપણ જાહેર ક્ષેત્રનાં સેલેબ્રીટી જાતક તથા પબ્લીક ફિગર માટે સાનુકુળ સપ્તાહ. સરકારી તથા ખાનગી એકમના તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. પ્રમોશનનાં સંયોગો. સગાં સ્નેહીઓ તેમજ કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન (દ,ચ,ઝ,થ)

નાના મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના  જાતકો  તથા સર્વિસ બિઝનેશનાં તમામ જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભવાળું રહેશે. છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે સાથે ધંધા સંબંધિત અનેક નવા માર્ગ તથા વિવિધ તકો મળવાંનાં સંજોગો. અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સારુ રહેશે, સાથોસાથ બઢતી બદલીના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારી આ સપ્તાહ શ્રેષ્ઠ નીવડશે.સગાં, મિત્રો, સ્નેહી તરફથી  આર્થિક સાથ સહકારના સંયોગો.  વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ આનંદમયી રહેશે. આ રાશિ માટે આખુ સપ્તાહ સુખદાયી, સાનુકુળ અને લાભકારી રહેશે.