Abtak Media Google News

વોકિંગ, સ્વિમિંગ, ઍરોબિક્સ, ઝુમ્બા, પિલાટીસ, વેઇટ-ટ્રેઇનિંગ, યોગના અઢળક પ્રકારો, તાઇ-ચી, ડાન્સ વગેરે જેવા એક્સરસાઇઝના જુદા-જુદા પ્રકારો થોડા-થોડા સમયે બદલતા રહેવાથી વેઇટલોસમાં ઘણો ફાયદો થાય છે એ સિવાય એક જ પ્રકારમાં પણ જુદી-જુદી એક્સરસાઇઝ કરતા રહેવાથી શરીરની ક્ષમતા વધે છે, કંટાળો આવતો નથી અને નવી ચેલેન્જિસ મળતી રહેવાી શરીર અને મન બન્નેની તંદુરસ્તીને લાભ થાય છે

લોકો આજકાલ એક ટ્રેન્ડ ફોલો કરતા જોવા મળી રહ્યા છે જે છે થોડા-થોડા સમયે એક્સરસાઇઝ ચેન્જ કરવાનો ટ્રેન્ડ. એક એવો વર્ગ ઊભો થઈ રહ્યો છે જે લોકો એક મહિનો એક્સરસાઇઝ માટે સાઇક્લિંગ ક્લબ જોઇન્ટ કરે તો બીજા મહિને જિમમાં વેઇટ-ટ્રેઇનિંગ કરતા હોય. એના પછીના મહિનાઓમાં પસંદગી ઝુમ્બા અને યોગ પર ઉતારી હોય. એક્સરસાઇઝના ઘણા જુદા-જુદા પ્રકારો છે જે અલગ-અલગ પ્રકારે વ્યક્તિને ફિટ રહેવામાં વ્યક્તિની હેલ્પ કરતા હોય છે. ઘણા નિષ્ણાતો પણ એવું માને છે કે આ રીતે જુદા-જુદા પ્રકારની એક્સરસાઇઝ કરતા રહેવાી શરીરને ઘણો ફાયદો થાય છે. વોકિંગ, જોગિંગ, રનિંગ, સ્વિમિંગ, જુદી-જુદી સ્પોટ્ર્સ, ઍરોબિક્સ, ઝુમ્બા, પિલાટીસ, વેઇટ-ટ્રેઇનિંગ, ક્લાસિકલ યોગ, પાવર યોગ જેવા યોગના અઢળક પ્રકારો, તાઇ-ચી, ડાન્સ જેવા એક્સરસાઇઝના ઘણા પ્રકારો છે જે લોકો અપનાવતા હોય છે. નવા પ્રકારે એક્સરસાઇઝ કરવાનો, પોતાની એક્સરસાઇઝના પ્રકાર બદલતા રહેવાનો આ ટ્રેન્ડ ફક્ત એક ફેશન છે કે પછી એ ફાયદો પણ કરે છે, કોણ એ કરી શકે અને એનાી શું ફાયદો થાય એ વિશે આજે જાણીએ.

સાચી પસંદગી

બધી જ એક્સરસાઇઝ બધા લોકો માટે નથી હોતી. દરેક એક્સરસાઇઝના પોતાના ફાયદાઓ હોય છે. ઘણા લોકો એવા હોય છે જેમને જિમમાં ટ્રેડમિલ પર ભાગવા કરતાં બીચ પર ભાગવું વધારે ગમે છે તો ઘણા લોકોને ઝુમ્બા કરતાં યોગ વધુ માફક આવે છે. ઘણા લોકો આસનો કરી શકતા જ નથી, પણ તેમને દોડવું ખૂબ ગમે છે. આ વિશે વાત કરતાં ફિઝિયોશ્યોર, જુહુનાં ફિઝિયોથેરપિસ્ટ ડોકટર કહે છે, દરેક વ્યક્તિ તેની શારીરિક રચના, તેની એક્સરસાઇઝ કરવાની જરૂરિયાત અને તેની ઉંમર મુજબ એ એક્સરસાઇઝનો પ્રકાર પસંદ કરતી હોય છે. જ્યારે તમે એક્સરસાઇઝના નવા પ્રકારો શીખો અવા ટ્રાય કરો ત્યારે તમને સમજાય છે કે તમને કઈ એક્સરસાઇઝ કરવામાં મજા આવે છે, કઈ એક્સરસાઇઝ તમને વધુ માફક આવે છે, તમારા શરીરને કઈ એક્સરસાઇઝ વધુ મજબૂત બનાવી રહી છે. આ રીતે તમે તમને માફક આવે એ એક્સરસાઇઝ પસંદ કરી શકો અને એમાં જ નવા-નવા પ્રયોગ કરીને વધુ ને વધુ ફિટ રહી શકો છો.

અલગ અનુભવ

ઘણા લોકો એવા છે જે વર્ષોથી ૪૫ મિનિટની વોક લે છે. આ વોકની તેમને આદત પડી ગઈ હોય છે અને જો એ વોક પર ન જાય તો તેમને બેચેની લાગે છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જે વોક પર જવાનું શરૂ કરે ત્યારે તેમને મજા આવે છે, પણ તે બે-ત્રણ મહિનામાં કંટાળી જાય છે. જો એવા લોકો ૪૫ મિનિટની વોકને બદલે સાઇક્લિંગ શરૂ કરે તો તેમને મજા આવે છે. સાઇક્લિંગના બે મહિના થઈ જાય એ પછી ફરી તે વોક શરૂ કરે તો તેમને પાછી મજા આવવા માંડે. કોઈ પણ એક એક્સરસાઇઝ મોનોટોનસ થઈ જાય ત્યારે બીજા પ્રકારની એક્સરસાઇઝ કરવાથી ઉત્સાહ ટકી રહે છે. એક્સરસાઇઝનો પ્રકાર થોડા-થોડા સમયે બદલવાથી એક્સરસાઇઝ કરવાનો કંટાળો આવતો નથી. નવી ચેલેન્જિસ મળે છે, જેથી શરીર અને મગજ બન્ને ખુશ રહે છે.

7537d2f3 3f16 418c 8e45 6b879e722c20 1

શરીરની જરૂરિયાત

ઘણાં જિમમાં હવે બે દિવસ કાર્ડિયો, બે દિવસ વેઇટ-ટ્રેઇનિંગ, એક દિવસ ઝુમ્બા અને એક દિવસ ઍરોબિક્સ જેવી એક્સરસાઇઝનાં પેકેજ ચાલુ થયાં છે. એવું જરૂરી નથી કે બધા આ પ્રકારની સિસ્ટમ ફોલો કરે, પરંતુ આ સિસ્ટમ પાછળનું મહત્વ શું છે એ સમજાવતાં ડોકટર કહે છે, ઉદાહરણ સો આ વાતને સમજીએ તો જે વ્યક્તિ સાઇક્લિંગ જ કરે છે તેના ફક્ત લોઅર બોડી એટલે કે કમરી નીચેના ભાગના સ્નાયુઓને એક્સરસાઇઝ મળે છે. અપર બોડી એટલે કે કમરી ઉપરના ભાગના સ્નાયુઓને નહીં. એવી જ રીતે જે લોકો વેઇટ-ટ્રેઇનિંગ કરે છે એ લોકોના સ્નાયુઓની સ્ટ્રેન્ગ્ ખૂબ સારી થાય છે, પરંતુ એ સ્નાયુઓમાં ફ્લેક્સિબિલિટી એટલે કે સ્થિતિસપકતા યોગી જ આવે છે. દરેક એક્સરસાઇઝની અમુક વિશેષતાઓ છે અને એ કરવાી અમુક ચોક્કસ પ્રકારનાં જ પરિણામો મળે છે. હકીકત એ છે કે આપણા સમગ્ર શરીરને ફિટ રાખવા માટે અપર અને લોઅર બોડી બન્નેની એક્સરસાઇઝ જરૂરી છે. સ્નાયુઓને સ્ટ્રેન્ગ્ આપવી, કાર્ડિયો એક્સરસાઇઝ દ્વારા હૃદયને સ્ટ્રોન્ગ બનાવવું અને સ્નાયુઓમાં ફ્લેક્સિબિલિટી રાખવી પણ એટલી જ જરૂરી છે. આમ એક બેલેન્સ ખૂબ જરૂરી છે. એ બેલેન્સ માટે જુદા-જુદા પ્રકારની એક્સરસાઇઝ મદદરૂપ બને છે.

કોણે ન બદલવી

તમારો એક્સરસાઇઝ કરવાનો હેતુ શું છે એ પણ સમજવો જરૂરી છે. આ બાબતે ડોકટર કહે છે, ઘણા લોકો ફિટ રહેવા માટે એક્સરસાઇઝ કરતા હોય છે. તેમના માટે એક જ પ્રકારની એક્સરસાઇઝ કરવી હોય તો એમાં કશું ખોટું નથી. જે લોકો ફક્ત સેહતમંદ રહેવા માટે એક્સરસાઇઝ કરતા હોય અને જે તેમના એક્સરસાઇઝના પ્રકારી ખુશ હોય તેમણે એક્સરસાઇઝ બદલતા રહેવાની જરૂર નથી, કારણ કે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ ભલે એ વર્ષોથી કરતા હોઈએ તો પણ એ તમને હેલ્ધી રાખવા માટે પૂરતી હોય છે.

વેઇટલોસ માટે જરૂરી

જે વ્યક્તિઓ વેઇટલોસ માટે એક્સરસાઇઝ કરે છે એ વ્યક્તિઓએ ચોક્કસપણે થોડા-થોડા સમયે એક્સરસાઇઝ બદલતા રહેવી જોઈએ. એનું કારણ સમજાવતાં ડોકટર કહે છે, અમુક પ્રકારની એક્સરસાઇઝ કરવાથી  અમુક રિઝલ્ટ મળે છે, પરંતુ થોડા સમય પછી રિઝલ્ટ મળવાનું બંધ થઈ જાય છે. જેમ કે અમુક પ્રકારના સ્ટ્રેચ કરવાથી એક વ્યક્તિની કમર એક મહિનામાં ૪ ઇંચ ઓછી થઈ. હવે એ જ એક્સરસાઇઝ તે કર્યા કરે તો પણ તેની કમરનું ઘટવાનું એક સમયે અટકી જાય છે. પછી તેને નવી એક્સરસાઇઝની જરૂર પડે છે જે તેને તેનું ચહીતું રિઝલ્ટ અપાવી શકે. વેઇટલોસ વખતે એક પ્રકારની એક્સરસાઇઝી શરીર ટેવાઈ જાય છે એટલે રિઝલ્ટ મળતું નથી. એટલે જે વ્યક્તિ વેઇટલોસ માટે પ્રયત્નશીલ હોય છે તે વ્યક્તિએ એક્સરસાઇઝનો પ્રકાર અવા તો એક જ પ્રકારમાં પણ જુદી-જુદી એક્સરસાઇઝ બદલતા રહેવી જરૂરી છે. તો તેને ઇચ્છિત રિઝલ્ટ મળે છે.

યોગના નિયમો જુદા

યોગ એક જુદા પ્રકારની એક્સરસાઇઝ છે, કારણ કે એ ફક્ત એક્સરસાઇઝ નથી – સાધના પણ છે. આ વાત કરતાં ન્યુ એજ યોગ ઑર્ગેનાઇઝેશન, વિલે પાર્લેનાં ફાઉન્ડર અને યોગગુરુ સંધ્યા પતકી કહે છે, જે યોગી છે એ લોકો વર્ષોનાં વર્ષો એક જ પ્રકારના યોગનો અભ્યાસ કરીને એમાં ઊંડા ઊતરે છે અને આંતરિક શાંતિ મેળવે છે. એક યોગી દરરોજ એક જ યોગ કરે તો પણ એ યોગ અને એની અસર જુદી-જુદી રહે છે. પરંતુ એ પણ હકીકત છે કે દરેક વ્યક્તિ યોગમાં ઊંડી ઊતરતી નથી. ઘણા લોકો ફક્ત ફિઝિકલ હેલ્ માટે પણ યોગ કરતા હોય છે. એવા લોકો એક જ આસનો કરે ત્યારે તેના એક જ પ્રકારના સ્નાયુઓ પર કામ થાય છે. આસનો બદલતા રહેવાી જુદા-જુદા સ્નાયુઓને કસરતનો ફાયદો મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.