એક કિલો સોનાની ચોરીમાં નાસ્તો ફરતો શખ્સને ભાગેડુ જાહેર કરાયા

માહિતી દેનારને માલવિયા પોલીસ યોગ્ય ઇનામ આપશે

એક કિલોની સોનાની પ્લેટ ચોરી કરનાર શખ્સને વિજય નટુ નાગાણી (રહે.વેલનાથ પર-6,મોરબી રોડ)માલવિયા પોલીસે ભાગેડુ જાહેર કર્યો છે.અને તેના વિષે માહિતી દેનારનું નામ ગુપ્ત રાખી યોગ્ય ઇનામ આપવાની જાહેરાત કરી છે.જો કોઈ ને આ શખ્સ વિષે માહિતી હોઈ તો તે માલવિયા પોલીસ સ્ટેશન-0281 23800046 પર જાણકારી આપી શકે છે.

ચોરીની માહિતી મુજબ ઢેબર રોડ ઉપર ગુરૃકુળની સામે ગીતાનગર શેરી નંબર-7માં રહેતા હિમાંશુ મનહરલાલ જોગીયા (ઉ.વ.46)ના મવડી પ્લોટ નજીકનાં અશોક ગાર્ડનની પાછળ આવેલા યુનાઈટેડ સિટટન નામનાં કારખાનામાંથી રૂ. 36.81 લાખની કિંમતની 1 કિલો વજનની સોનાની પ્લેટ ચોરાઈ ગયાની માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં શકદાર તરીકે કારખાનામાં જ કામ કરતા બે પૂર્વ કર્મચારીના નામ આપ્યા હતા.

ફરીયાદમાં હિમાંશુભાઈએ જણાવ્યા પ્રમાણે ગઈ તા. 12નાં રોજ રાત્રે તેનાં કર્મચારી દિપકે નિત્યક્રમ મુજબ કારખાનાને તાળા મારી ચાવી પોતાની સાથે લઈ ગયો હતો. બીજા દિવસે એટલે કે તા.13નાં રોજ તે સવારે કારખાને વોશીંગ લાઈન ચાલુ કરવા માંટે આવ્યા ત્યારે જોયું તો પીવીડી મશિનમાં લાગેલી સોનાની પ્લેટ કે જેનાંથી સોનાનો ઢાળ ચડાવવાનું કામ થાય છે. તે ગાયબ હતી. મશીનનો લોક કોઈ સાધન વડે તોડી, તેના કાચ તોડી અંદરથી અંદાજે એક કિલો વજનની સોનાની પ્લેટ ચોરી જવામાં આવી હતી. જેની કિંમત આશરે રૂ 36.81 લાખ થાય છે.