Abtak Media Google News

મહિલાઓને ક્ષોભ  જનક સ્થિતિનો સામનો કરવો પડે છે

ચોટીલા ના ૨૪ કલાક ધમધમતા નેશનલ હાઇવે પર આવેલ રાજકોટ પોંઇટ તથા તથા અમદાવાદ પોંઇટ  ના એસ.ટી.ના પીકઅપ બસ સ્ટેન્ડ માં શૌચાલય કે યુરીનલ ની વ્યવસ્થા ના હોવાના કારણે યાત્રિકો ને અને ખાસ તો મહીલા મુસાફરો ને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડે છે.

ચોટીલા ચામુંડા માતાજી નું ખુબ જ પ્રસિધ્ધ યાત્રાધામ છે.આ હાઇવે પર રોડ ની બન્ને બાજુ અમદાવાદ જતી એસ.ટી.ની બસો તથા સૌરાષ્ટ્ર માં જતી એસ.ટી.ની બસો નું પીકઅપ બસ સ્ટેન્ડ આવેલ છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે આ બે માં થી એકપણ બસ સ્ટેન્ડ માં શૌચાલય કે યુરીનલ ની વ્યવસ્થા જ નથી જેના કારણે સેંકડો મુસાફરો ને પારાવાર પરેશાની નો સામનો કરવો પડે છે.

જેમાં પણ ખાસ કરીને મહીલા મુસાફરો ને શૌચાલય કે યુરીનલ ની વ્યવસ્થા ના હોવાના કારણે ખુબ જ ક્ષોભજનક પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે અને બહેન દીકરીઓ મુસાફરો ને કોઇ દુકાન કે કેબીન ની પાછળ ના ભાગ નો આશરો ફરજીયાત લેવો પડે છે. ત્યારે ચોટીલા ચામુંડા માતાના દરબાર માં દર્શને  આવતા સેંકડો યાત્રિક મુસાફરો તથા અન્ય રહીશો ની માંગણી છે કે આ બન્ને બાજુ ના  પીકઅપ સ્ટેન્ડ માં શૌચાલય અને યુરીનલ ની સુવિધા ઉભી કરવામાં આવે. અહીં ઉતરતા પુરુષ યાત્રિકો પણ બસ સ્ટેન્ડ બાજુ માં ઉભા ઉભા ખુલ્લેઆમ લઘુશંકા કરતા હોય છે જેના કારણે બહેન દીકરીઓ ને ખુબ જ શરમજનક હાલત માં મુકાવવું પડે છે.

જ્યારે આ અંગે ચોટીલા એસ. ટી. ડેપો મેનેજર  ધર્મરાજસિંહ જાડેજા ને અબતકના પત્રકારે આ અંગે પુછતાં તેઓ એ જણાંવ્યું હતું કે અત્યારે આચાર સંહિતા ના કારણે યુરીનલ તથા શૌચાલયનું કામ હાલ સ્થગિત છે.આચાર સંહિતા પુર્ણ થયાં બાદ આ કામ શરૂ થશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.