Abtak Media Google News

યોગા, લાઈફ સ્ક્લિ, સ્પોકન ઈંગ્લિશ અને બેઝીક ઈંગ્લીશના તાલીમ વર્ગો પણ શરૂ કરાશે

દ્વારકા માં  સંપૂર્ણ રીતે ડ્રાયવર ની ટ્રેનિંગ લોકો ને મળી રહે તે માટે નીશુલ્ક  ટ્રેનિંગ સેન્ટર સરૂ કરવામાં આવ્યું.શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કં. લી. ચૈનાઈ  ના સહયોગથી,તથા પ્રેરણા નવજીવન ટ્રસ્ટ ભીમરાણા ખાતે એક  ડ્રાઈવર તાલીમ નો ઉદઘાટન કાર્યક્રમ સંપન્ન થયો.

આ કાર્યક્રમ માં ડાયરેક્ટર તથા મિસ મોના પટેલ – ડાયરેક્ટરશ્રી કલેકટીવ ગૂડ ફોઉન્ડેશન દ્વારા તાલીમ નો હેતુ સ્પષ્ટ કરતા જણાવવા માં આવ્યું કે  દેવભૂમિ દ્વારકા જીલ્લા  ના ૧૮ થી ૩૫ વર્ષ વય ધરાવતા અને ઓછા માં ઓછું ૮ પાસ યુવા ભાઈઓ બહેનો માટે સંહિતા – મુંબઈ અને નવજીવન ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે લાઈટ મોટર વહિકલની શરૂઆત થઇ રહી છે.

આ તાલીમ સાથે યોગા, લાઈફ સ્કિલ, સ્પોકન ઇંગ્લિશ અને બેઝિક ઇંગલિશ ની પણ તાલીમ આપવામાં આવશે. ઉપરાંત તાલીમ બાદ લાયસન્સ પ્રકિયા માં સહાયતા અને રોજગારી માટે પણ સહાયતા આપવામાં આવશે.  ડ્રાઈવિંગ દરમ્યાન ટ્રેનર દ્વારા સેમ્યુલેટર દ્વારા ટ્રેનિંગ જેનાથી ડ્રાઈવિંગ પ્રક્રિયા સરળ રહે અને સામાન્ય ટેકનિકલ વર્ક સાથે ક્રિએટિવ ટ્રેનિંગ અને અગ્રેજી ભાષા નુ જ્ઞાન તથા આરટીઓ નાં નિયમો સહિત અત્યાધુનિક જ્ઞાન આપવા પ્રયત્ન કરશે તેમ જણાવ્યું હતું.આ સમગ્ર તાલીમ સંસ્થા તરફ થી યુવા ભાઈઓ બહેનો ને વિના મૂલ્યે આપવામાં આવશે.

ઉપરાંત આ તાલીમ થી સંસ્થા નો કૌશલ્ય યુક્ત ડ્રાઈવર તૈયાર કરી યુવાનો ને રોજગારી મળી રહે તેવો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે તેવુ સંસ્થાના કાર્યકર ભરતભાઇ બુજ્જડે જણાવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.