ગુલાબી બોલ ટેસ્ટ મેચના રોમાંચને ‘ફૂલ ગુલાબી’ કરી દેશે!

‘ગુલાબી આંખે જો તેરી દેખી,શરાબી યે દિલ હો ગયા’

કાલથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ

કાલે ભારતીય ટીમ પ્રથમવાર પોતાની ધરતી બહાર પિંક બોલ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સાથે રમશે. ’ગુલાબી આંખે જો તેરી દેખી, શરાબી યે દિલ હો ગયા’ આ વાત યાદ આવી જાય કેમ કે, ગુલાબી બોલ જોઈ ભારતીય બોલરો જો શોર્ટ પીચ બોલિંગ કરશે જે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો તેને સરળતાથી રમી શકે તેમ છે. ઉછાળ ભરેલી પીચો જોઈને ભારતીય બોલરો ઉત્તેજનામાં ભૂલ ન કરે અને પોતાના મજબૂત પક્ષને ધ્યાને રાખી બોલિંગ કરે તેમ કપિલદેવે જણાવ્યું હતું. પિંક બોલથી ભારતીય બોલરો પોતાની તાકાત પર ધ્યાન આપે ગુડલેન્થ પર બોલિંગ કરવાનું ફોકસ કરે અને સ્વિગ બોલ કરશે તો ચોક્કસ ફાયદો મળશે.

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આવતીકાથી ટેસ્ટ સીરીઝનો પ્રારંભ થઇ રહ્યો છે. બંને ટીમો ને તેમના ઝડપી બોલરો પર ખૂબ જ દારોમદાર રહેશે. ઓસ્ટ્રેલીયાના બોલરોને તેમની ઘરેલુ સ્થિતીઓનો લાભ મળશે. જ્યારે ભારતીય બોલરોએ તેના થી તાલમેલ સર્જવો પડશે. આ સ્થિતીને જોતા મહાન ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવે પણ ટીમ ઇન્ડીયાને સતર્ક કર્યુ છે. ભારતીય ટીમ પાસે મહંમદ શામી, જસપ્રિત બુમરાહ અને ઉમેશ યાદવ જેવા અનુભવી ઝડપી બોલર છે. જેમણે પાછલી સીરીઝ દરમ્યાન ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. જોકે સિનીયર બોલર ઇશાંત શર્માની ખોટ જરુર વર્તાશે. તેના સ્થાને સિરાજ અને નવદિપ સૈની બંને નવા બોલર છે. તેમની પાસે ટેસ્ટનો એટલો અનુભવ નથી. ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા ઝડપી બોલર કપિલ દેવે ટીમ ઇન્ડીયાના બોલરોની તારીફ કરી છે. તેમણે કહ્યુ છે કે, આપણાં ઝડપી બોલરોને ઓસ્ટ્રેલીયાની પિચો પર બોલીંગ કરવાની આદત નથી. એમ થઇ શકે છે કે પિચ પર ઉછાળ જોઇને ઉત્તેજીત થઇને શોર્ટ બોલીંગ કરતા રહે. તેમના માટે મહત્વનુ છે કે પોતાની ઝડપ અને તાકાતને સમજે. હાલના સમયમાં આપણી પાસે શાનદાર બોલીંગ એટેક છે. કપિલનુ આ બયાન ટીમ ઇન્ડિયાના માટે મહત્વપૂર્ણ થઇ શકે છે. કારણ કે હાલમાં જ ઓસ્ટ્રેલીયાના બોલરોએ કહ્યુ હતુ કે, જરુરત પડવા પર શોર્ટપીચ અને બાઉન્સર બોલનો ઉપયોગ વધારે કરીશુ. આ સ્થિતીમાં ક્યાંક ભારતીય બોલરો પણ તેમના થી પ્રભાવિત થઇને શોર્ટ બોલ કરવા ના લાગે. નહીતર ઉલ્ટી અસર જોવા મળી શકે છે. કારણ કે ઓસ્ટ્રેલીયાના બેટ્સમેનોને સામાન્ય રીતે શોર્ટ બોલ રમવા પર કોઇ જ પરેશાનની સામનો કરવો પડતો નથી.