Abtak Media Google News

પીઝા ગોળ, બોકસ ચોરસ ??

ગરીબોના પીઝા આજે અમીરોની શાન બની ગયા !!

શ્રમિકોને જટ અને સસ્તા દરે ભોજન આપવા ઈટાલીના નેપ્લસમાં ૧૬મી સદીમાં ‘પીઝા’ની શોધ થયેલી

પીઝા અગાઉ ‘ફલેટબ્રેડ’ તરીકે ઓળખાતા

પીઝાના વેચાણ માટેની પ્રથમ શોપ અમેરિકામાં ૧૯૦૫માં શરૂ થયેલી

૧૮૮૯માં સ્વાદરસિક મહારાણી માર્ગેરીટાએ નેપ્લસની મુલાકાત લઈ પીઝાની લીઝઝત માણી ભરપેટ વખાણ કરેલા

આજે વર્લ્ડ પીઝા ડે; ૯ ફેબ્રુઆરીને વિશ્વભરમાં પીઝા દિવસ તરીકે ઉજવાય છે

હેપ્પી વર્લ્ડ પીઝા ડે… જી.હા, આજે એટલે કે, ૯મી ફેબ્રુઆરીને વિશ્વભરમાં પીઝા દિવસ તરીકે ઉજવવામા આવે છે. બાળકો અને આજનો યુવાવર્ગ કે જે જંકફુડનો ખૂબ શોખીન છે. એમાં પણ ચીઝી, સોફટ, સ્પાઈસી પીઝાનું નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય, આજે આજ ફુડનો દિવસ છે. મોટાભાગનાં તમામ એમાં પણ ખાસ બાળકો અને યુવાઓને પીઝા ખાવા પસંદ જ હોય છે. આજનાં સમયે તો એવું થઈ ગયું છે કે, કોઈ પણ પાર્ટી કે ફંકશન હોય અને તેમાં પીઝા સામેલ ન થાય તો તે પાર્ટી અધુરી પણ શું તમને ખબર છે કે પીઝા કયારથી બન્યા ?? તેની શોધ કયારે, શું કામ, કેવી રીતે થઈ ?? પ્રીઝા પ્રેમી હશો છતાં પણ નહીં ખબર હોય… કારણ કે મોટાભાગના ને ઈતિહાસ કે તે પાછળના તથ્યોમાં રસ નથી હોતો. માત્ર ખાવાથી મતલબ પરંતુ આજે અહીં આપણે પીઝાનો ઈતિહાસ જાણીશું.
એ વાતથી સૌ કોઈ જાણતા જ હશે કે પીઝા આઈટમ મૂળ ઈટાલીની છે. સૌ પ્રથમ પીઝાની શરૂઆત અહીંથી જ થયેલી પરંતુ ફૂડના ઈતિહાસકારોનો મત જાણી નવાઈ લાગશે કે, છેક ૧૬મી સદીમાં પીઝા ખવાતા હતા જો કે,તેના રંગ‚પ અત્યારના પીઝા કરતા અલગ પરંતુ મૂળતો ત્યારે જ શોધાઈ ગયા હતા ગ્રીસ, રોમ અને ઈજીપ્તના નાગરિકોએ તે સમયે પીઝાને ખૂબ પ્રતિસાદ આપેલો હાલ, નેપ્લસ પીઝા ઘણામાં પ્રીય છે. નેપ્લસ પીઝા એટલે કહેવાય છે કારણ કે, ઈટલીના નેપ્લસમાં જ સૌ પ્રથમ પીઝાની શોધ થઈ હતી.

Pizza

પીઝાના ઉદભવ પાછળનું આ કારણ જાણી તમે પણ આશ્ર્ચર્યચકિત થઈ જશો કે પીઝા ૧૬મી સદીમાં મજૂરો માટે શોધવામાં આવેલા ઈતિહાસકારોનું આ અંગે માનવું છેકે, ઈટલીમાં શ્રમિકોને જટ અને સસ્તા દરે ભોજન મળી રહે તે માટે આ ફૂડ પ્રથમવાર બનાવાયું હતુ. એ સમયે પીઝાને ફલેટબ્રેડ તરીકે ઓળખવામાં આવતા પીઝાનું ઓફીશ્યલી વેચાણ ૧૯૦૫થી અમેરિકામાં શરૂ થયેલું જે ૧૯૪૦થી ખૂબજ પ્રખ્યાત થયું. અત્યારે વિશ્ર્વભરમાં પીઝાની અનેકો શોપ છે. આજનાં દિવસે પીઝા શ્રીમંતોની શાન બની ગયા છે. આ ફૂડ ગરીબો માટે પણ આજે પીઝાની શોપમાં તમને કોઈ ગરીબ વ્યકિત કે શ્રમિક નહી દેખાય અમીર જ નજરે ચડશે.

ચીઝી પીઝાનો એક બીજો પ્રકાર માર્ગેરીટા પીઝા છે. જેની પાછળ પણ એક રોચક કહાની જોડાયેલી છે. ૧૮૮૯માં કિંગ ઉર્મ્બેટો અને મહારાણી માર્ગેરીટાએ નેપ્લસની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે પીઝાનો સ્વાદ માણી ભરપેટ ભોજન કર્યું હતુ. તેઓ તેમના રોજના ફૂડથી કંટાળી કંઈક નવું ટ્રાય કરવા માંગતા હતા. સ્વાદરસીક આ મહારાણીએ નેપ્લસમાં જઈ ટોમેટો સોસ, ગ્રીન બેસીલ અને મોજોરેલા ચીઝ સાથે પીઝા ખાધા તેઓએ આ નવીનતમ ફુડના ખૂબ વખાણ કર્યા. આ દિવસથી માર્ગેરીટા પીઝા અસ્તિત્વમાં આવ્યા પીઝા શબ્દ ૧૦મી સદીમાં પ્રથમ વખત આલેખાયો જે એક લેટીન નામ છે જે ઈટાલીયન શહેર લાઝીયોનના ગેટામાંથી ઉદભવાયેલો.

પીઝા ગોળ, બોકસ ચોરસ ??

F675Ae511B39B32B0295354Bf07A43D5

પીઝા પ્રેમીતો સૌ કોઈ હશે પણ શું ઓનલાઈન ઓર્ડર પર ઘરે આવતા ગોળ પીઝા હંમેશા ચોરસ બોકસમાં જ કેમ આવે છે?? તે વિશે કયારેય વિચાર્યું છે. આ પાછળ એવું પણ એક તારણ લગાવી શકાય છે. ગોળ પીઝા માટે ગોળ બોકસ રાખીએ, તો ઘરે સુધી પહોચતા તે અથડાતા અથહાતા આકાર બગડી જાય. પરંતુ જો ચોરસ મોકસ હશે તો ચોરસનાં કાટખુણા તેને વધુ અથડાવા નહીં દે અને ગોળ આકારની સાથે સ્વાદિષ્ટ પીઝા તમારી પાસે સહી સલામત રીતે પહોચી જાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.