Abtak Media Google News

આજે વર્લ્ડ પીઝા ડે

હેપ્પી વર્લ્ડ પીઝા ડે… જી.હા, આજે એટલે કે, ૯મી ફેબ્રુઆરીને વિશ્વભરમાં પીઝા દિવસ તરીકે ઉજવવામા આવે છે. બાળકો અને આજનો યુવાવર્ગ કે જે જંકફુડનો ખૂબ શોખીન છે. એમાં પણ ચીઝી, સોફટ, સ્પાઈસી પીઝાનું નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય, આજે આજ ફુડનો દિવસ છે. મોટાભાગનાં તમામ એમાં પણ ખાસ બાળકો અને યુવાઓને પીઝા ખાવા પસંદ જ હોય છે.

આજનાં સમયે તો એવું થઈ ગયું છે કે, કોઈ પણ પાર્ટી કે ફંકશન હોય અને તેમાં પીઝા સામેલ ન થાય તો તે પાર્ટી અધુરી પણ શું તમને ખબર છે કે પીઝા કયારથી બન્યા ?? તેની શોધ કયારે, શું કામ, કેવી રીતે થઈ ?? પ્રીઝા પ્રેમી હશો છતાં પણ નહીં ખબર હોય… કારણ કે મોટાભાગના ને ઈતિહાસ કે તે પાછળના તથ્યોમાં રસ નથી હોતો. માત્ર ખાવાથી મતલબ પરંતુ આજે અહીં આપણે પીઝાનો ઈતિહાસ જાણીશું.

Screenshot 52

પીઝા અગાઉ ‘ફલેટબ્રેડ’ તરીકે ઓળખાતા

એ વાતથી સૌ કોઈ જાણતા જ હશે કે પીઝા આઈટમ મૂળ ઈટાલીની છે. સૌ પ્રથમ પીઝાની શરૂઆત અહીંથી જ થયેલી પરંતુ ફૂડના ઈતિહાસકારોનો મત જાણી નવાઈ લાગશે કે, છેક ૧૬મી સદીમાં પીઝા ખવાતા હતા જો કે,તેના રંગ અત્યારના પીઝા કરતા અલગ પરંતુ મૂળ તો ત્યારે જ શોધાઈ ગયા હતા ગ્રીસ, રોમ અને ઈજીપ્તના નાગરિકોએ તે સમયે પીઝાને ખૂબ પ્રતિસાદ આપેલો હાલ, નેપ્લસ પીઝા ઘણામાં પ્રીય છે. નેપ્લસ પીઝા એટલે કહેવાય છે કારણ કે, ઈટલીના નેપ્લસમાં જ સૌ પ્રથમ પીઝાની શોધ થઈ હતી.

પીઝાના વેચાણ માટેની પ્રથમ શોપ અમેરિકામાં ૧૯0૫માં શરૂ થયેલી

 

પીઝાના ઉદભવ પાછળનું આ કારણ જાણી તમે પણ આશ્ર્ચર્યચકિત થઈ જશો કે પીઝા ૧૬મી સદીમાં મજૂરો માટે શોધવામાં આવેલા ઈતિહાસકારોનું આ અંગે માનવું છેકે, ઈટલીમાં શ્રમિકોને જટ અને સસ્તા દરે ભોજન મળી રહે તે માટે આ ફૂડ પ્રથમવાર બનાવાયું હતુ. એ સમયે પીઝાને ફલેટબ્રેડ તરીકે ઓળખવામાં આવતા પીઝાનું ઓફીશ્યલી વેચાણ ૧૯૦૫થી અમેરિકામાં શરૂ થયેલું જે ૧૯૪૦થી ખૂબજ પ્રખ્યાત થયું. અત્યારે વિશ્ર્વભરમાં પીઝાની અનેકો શોપ છે. આજનાં દિવસે પીઝા શ્રીમંતોની શાન બની ગયા છે. આ ફૂડ ગરીબો માટે પણ આજે પીઝાની શોપમાં તમને કોઈ ગરીબ વ્યકિત કે શ્રમિક નહી દેખાય અમીર જ નજરે ચડશે.

પિઝાનો સફર યુનાન, ઈટલી, અમેરિકા વગેરે દેશોમાંથી થતા 1996માં ઈન્ડિયા પહોંચ્યુ. 18 જૂને પિઝાને ઈન્ડિયામાં લાવવામાં આવ્યો હતો. પિઝા માર્કેટની બીજી પ્રસિદ્ધ કંપની Pizza Hut છે જેણે પહેલીવાર ભારતીય લોકોને પિઝાના સ્વાદથી રૂબરૂ કરાવ્યો હતો. કંપનીએ ઈન્ડિયામાં પોતાનુ પહેલુ આઉટલેટ બેંગાલુરુમાં ખોલ્યુ હતુ. સમગ્ર દેશમાં પિઝા હટના 500થી વધારે આઉટલેટ છે. ઈન્ડિયામાં ડૉમિનોઝના કુલ 1227 રેસ્ટોરન્ટ છે.

Screenshot 43

૧૮૮૯માં સ્વાદરસિક મહારાણી માર્ગેરીટાએ નેપ્લસની મુલાકાત લઈ પીઝાની લીઝઝત માણી ભરપેટ વખાણ કરેલા

ચીઝી પીઝાનો એક બીજો પ્રકાર માર્ગેરીટા પીઝા છે. જેની પાછળ પણ એક રોચક કહાની જોડાયેલી છે. ૧૮૮૯માં કિંગ ઉર્મ્બેટો અને મહારાણી માર્ગેરીટાએ નેપ્લસની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે પીઝાનો સ્વાદ માણી ભરપેટ ભોજન કર્યું હતુ. તેઓ તેમના રોજના ફૂડથી કંટાળી કંઈક નવું ટ્રાય કરવા માંગતા હતા. સ્વાદરસીક આ મહારાણીએ નેપ્લસમાં જઈ ટોમેટો સોસ, ગ્રીન બેસીલ અને મોજોરેલા ચીઝ સાથે પીઝા ખાધા તેઓએ આ નવીનતમ ફુડના ખૂબ વખાણ કર્યા. આ દિવસથી માર્ગેરીટા પીઝા અસ્તિત્વમાં આવ્યા પીઝા શબ્દ ૧૦મી સદીમાં પ્રથમ વખત આલેખાયો જે એક લેટીન નામ છે જે ઈટાલીયન શહેર લાઝીયોનના ગેટામાંથી ઉદભવાયેલો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.