Abtak Media Google News

ગુજરાતનું એક એવું સ્થળ, જયાં થાય છે સ્વર્ગની અનુભુતિ

ઉત્કૃષ્ટ કલાકૃતિ ધરાવતું ર્માં વિશ્ર્વંભરીનું આ ધામ અલૌકિક અનુભૂતિ કરાવે છે

યુગો યુગોના ઘટનાક્રમના મુક સાક્ષી બનીને સર સર કરતો સમય વહેતો જાય છે. યુગ પછી યુગ વિતતા જાય છે. સમય અવિરત કાર્ય કરતો રહે છે. યુગાંતરોમાં ઘટનાઓ ઘટતી જાય છે. જળ અને સ્થળની સ્થિતિ સમયાંતરે બદલતી રહે છે. ગગન, વાયુ, જળ અને જમીનને આ બ્રહ્માંડ પોતાનામાં સમાવી લે છે. આ અનંત બ્રહ્માંડમાં ગ્રહો, નક્ષત્રો અને તારાઓ ઉજાશ પાથરી બ્રહ્માંડને સોહાયમાન કરી રહ્યાં છે. દેવલોક, પાતાળ લોક અને પૃથ્વીલોક સહિત બ્રહ્માંડની રચના કરનાર ર્માં વિશ્ર્વંભરીએ દેવતાઓ, મનુષ્યો, અણુઓ તેમજ સુક્ષ્મ જીવોને ઉત્પન્ન કર્યા છે.

સૃષ્ટિની જગતમાતા માર્ંં વિશ્ર્વંભરીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પ્રગટ કરી અનુક્રમે સર્જનહાર, પાલનહાર અને સંહારનો ભાર સોંપ્યો. સર્વવ્યાપીમાં વિશ્ર્વંભરીની ઈચ્છા અને આજ્ઞાથી અનંત બ્રહ્માંડનું સંચાલન થઈ રહ્યું છે. એટલે સર્વશકિતમાન  વિશ્ર્વભંરી અનંત બ્રહ્માંડના ભાગ્ય વિધાતા કહેવાય છે. એ ર્માં વિશ્ર્વંભરીની સ્તુતિ યુગો યુગોથી કરીએ છીએ. યુગ પરિવર્તનની સાથે સાથે જીવાત્માઓના આચાર-વિચાર અને કર્મ બદલાતા રહ્યા છે. એમાય ખાસ કરીને કળિયુગમાં માનવી આત્મ કલ્યાણનો માર્ગ ભુલીને મોહ માયાની ચપેટમાં ફસાઈ ગયો છે.

પરીણામે નકારાત્મક વિચારો, અનીતિ, અધર્મ, રાક્ષસીવૃતિઓ, વ્યાભિચાર, દુરાચાર અંધશ્રદ્ધા અને ભ્રષ્ટાચારરૂપી રાક્ષસો જીવસૃષ્ટિને ગળી રહ્યા છે. સાધુ આત્માઓ સંસારનો મિથ્યા મોહ છોડી સકામ ભકિત તરફ વળી જાય છે. આવા સમયે આ સંસારમાં પવિત્ર અને સદગુણી આત્માઓના અવતરણમાં લગભગ પૂર્ણવિરામ જ મુકાઈ ગયું છે. અધર્મ અને પાપના ભારથી દ્રવિત પૃથ્વીના દયનીય હાલ જોઈ દેવતાઓ પણ દ્રવિત થઈ ગયા. માત્ર ૯૦ દિવસમાં રાબડા ગામે આકાર પામેલ ર્માં વિશ્ર્વંભરીધામ સાક્ષાત, દિવ્યતા પાથરી સ્વર્ગની અનુભૂતિ કરાવે છે.

ભારતભૂમિની સંસ્કૃતિના બેનમુન ઉદાહરણ હિમાલય પર્વત, ગોર્વધન પર્વત, નંદબાબાની કુટિર, ગીર ગાયોની ગૌશાળા, શ્રી રામ કુટીર તથા પ્રકૃતિની ગોદમાં ઘટાટોપ વૃક્ષો વચ્ચે વિહરતા પ્રાણીઓ અને પક્ષીઓની આબેહુબ જીવંત પ્રતિમાઓ ર્માં વિશ્ર્વંભરીધામને શોભાયમાન કરી રહ્યા છે. જયાં સ્વચ્છતા અને શુઘ્ધ આચરણ હોય, ત્યાં દેવતાઓના બેસણા હોય છે. ર્માં વિશ્ર્વંભરીધામમાં ભૌતિક સ્વચ્છતા તો જોવા મળે જ છે પણ માનવીના મનના મેલને પણ ર્માં વિશ્ર્વંભરી દુર કરી તેમના જીવનને સ્વચ્છ કરી દે છે. માતા-પિતા, કુળદેવી, ગાયમાતા, વૈદિક સંસ્કૃતિ અને પ્રકૃતિ આ પાંચ ઉદેશ્ય સાથે માનવ જાતના ઉઘ્ધાર માટે પૃથ્વી પરના સ્વર્ગ ર્માં વિશ્ર્વંભરીધામમાં રોજ હજારો લોકો માર્ં વિશ્ર્વંભરીના ચરણોમાં માથુ નમાવી, ભવસાગર પાર કરવા ઉમટી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.