- જામનગર અને દ્રારકા જિલ્લામાં આ યોજના હેઠળ કુલ 14,153 વિજગ્રાહકોએ કરી અરજી
- અરજી પૈકી 10,902 વીજગ્રાહકોને ત્યાં સોલાર કાર્યરત
આધુનિક યુગમાં વીજળીનો મોટો વપરાશ થઈ રહ્યો છે જેને લઇને તોતિંગ વીજ બિલ આવી રહ્યા છે. આવા સમયે સરકારની સોલાર માટેની યોજના લોકો માટે આશીર્વાદરૂપ બની છે. જામનગરમાં રહેતા લોકો પોતે જ જાતે વીજળી ઉત્પન્ન કરતાં થયા છે. રહેણાંક મકાનની છત પર રૂફટોપ સોલાર લગાવીને વીજબીલમાંથી રાહત મેળવી શકાય છે. જે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના કાર્યરત છે. જે યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જામનગર અને દેવભુમિ દ્રારકા જિલ્લામાં આ યોજના હેઠળ કુલ 14,153 વિજગ્રાહકોએ અરજી કરેલ છે. જે પૈકી 10,902 વીજગ્રાહકોને ત્યાં સોલાર કાર્યરત થયુ છે. કુલ 38,503 કિલોવોટની સોલાર પેનલો 1,09,802 ગ્રાહકોને ત્યાં લગાવેલ છે. દૈનિક એક કિલોવોટમાં 4 થી 6 યુનિટનુ ઉત્પાદન થઈ શકે છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, આધુનિક યુગમાં વીજળીનો સૌથી મોટો વપરાશ થઈ રહ્યો છે જેને લઇને તોતિંગ વીજ બિલ આવી રહ્યા છે આવા સમયે સરકારની સોલાર માટેની યોજના જે લોકો માટે આશીર્વાદરૂપ બની છે અને જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા સહિત હાલાર પંથકના લોકો આ સોલાર ઉર્જાને ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે. વીજબીલથી રાહત માટે લોકો પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં તરફ વળ્યા છે. હાલારમાં આ યોજના હેઠળ 10 હજારથી વધુ વીજગ્રાહકો લાભ મેળવીને વીજબીલમાં રાહત મેળવી રહ્યા છે. હોવાનું વીજ તંત્ર દ્વારા સત્તાવાર સામે આવ્યું છે.
જામનગરમાં રહેતા લોકો પોતે જ જાતે વીજળી ઉત્પન્ન કરતાં થયા છે. રહેણાંક મકાનમાં મકાનની છત પર રૂફટોપ સોલાર લગાવીને વીજબીલમાંથી રાહત મેળવી શકાય છે. જે માટે કેન્દ્ર સરકાર દ્રરા પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના કાર્યરત છે. જે યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જામનગર અને દેવભુમિ દ્રારકા જિલ્લામાં કુલ આ યોજના હેઠળ 14153 વિજગ્રાહકોએ અરજી કરેલ છે. જે પૈકી 10902 વીજગ્રાહકોને ત્યાં સોલાર કાર્યરત થયુ છે. કુલ 38503 કિલોવોટની સોલાર પેનલો 109802 ગ્રાહકોને ત્યાં લગાવેલ છે. દૈનિક એક કિલોવોટમાં 4 થી 6 યુનિટનુ ઉત્પાદન થઈ શકે છે.
અહેવાલ: સાગર સંઘાણી