રાજકોટમાં જે નાટકના સળંગ 25 શો કર્યા હતા એ, ‘પ્રીત પીયુ અને પાનેતર’માં કામ કરતા ઘણુ શીખ્યો: કલાકાર અમિત દિવેટીયા

કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન  3 માં ગઈકાલે ગુજરાતી રંગમંચનાં અનુભવી અને પ્રસિદ્ધ કલાકાર, દિગ્દર્શક  અમિત દિવેટિયા લાઈવ આવીને  એક્ટર અને પ્રેક્ષક  વિષય પર વાતની શરૂઆત કરતા પહેલા અમદાવાદમાં જન્મેલા અમિત ભાઈએ પોતાની રંગમંચની કારકિર્દી વિશેની વાત કરી કે બાળપણમાં રાખના રમકડા નાટકમાં માં અભિનય કરવાનો અવસર મળ્યો હતો, એ પ્રથમ નાટક, મેટ્રિક બાદ લો કોલેજમાં અભ્યાસ કર્યો, જ્યાં વિનોદ જાની સહપાઠી હતા, અમે કોલેજના નાટકમાં ભેગા થયા “ઈશ્વરની લીલા ભગવાનની માયા.”

કોકોનટ થિયેટર પ્રસ્તૃત  ચાય-વાય અને રંગ મંચ શ્રેણી

અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈઝ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો

ત્યારબાદ શ્રી ચંદ્રવદન ભટ્ટ મનુંની માસી નાટક લઈ અમદાવાદ આવ્યા. એક્ટિંગની સાથે થિયેટર શીખ્યો. બીજીબધી કળા અને નાટ્યકળામાં ફરક છે. નાટકની પ્રેક્ષક વગર કલ્પના ન થઈ શકે. મારી બન્ને બહેનો નાટક માધ્યમ સાથે સંકળાયેલા, જેમના થકી આ ક્ષેત્રમાં આવવું શક્ય બન્યું. વખત જતા જયશંકર સુંદરીને મળ્યો, હાલમાં લાખો રૂપિયા ખર્ચી લોકો જે શીખવા જાય છે એ મને અમદાવાદમાં નાટય શિબિરમાં ફ્રિ માં શીખવાનો અવસર મળ્યો. “નાટય જગતમાં કામ કરવા સૌથી જરૂરી વસ્તુ છે ઉચ્ચાર શુદ્ધિ” જેની મને એ વખતે ખબર પડી.

જન્મે નાગર બ્રહ્મણ હોવાથી ઉચ્ચારમાં શુદ્ધિ હતી જ . એ નાટ્ય શિબિરમાં ખૂબ જાણવા મળ્યું. ભરત નાટ્યશાસ્ત્ર શું છે ? એ શિબિરમાં જાણ્યું. નાટકના દરેક પાસાઓનું જ્ઞાન મેળવ્યું. નાટકમાં કામ કરવા પ્રાણાયામ સૌથી મહત્વનું છે એ શિબિરમાં જાણવા મળ્યું. અને એમ કરતા કરતા ગાડી આગળ વધી. નોકરી કરતા કરતા જ પ્રીત પીયુ અને પાનેતર નાટકમાં અભિનય કરવાનો અવસર મળ્યો, મારું પાત્ર વખણાયું અને એ અખતે રાજકોટ ખાતે સળંગ 25 શો થયા હતા.

મુંબઈમાં પણ નાટક ખુબ ગાજ્યું હતું. પ્રેક્ષકો સાથેની રસપ્રદ માહિતી આપતા અમિત ભાઈએ આફ્રિકાના પ્રવાસ વખતની વાત કરી જેમાં એમનું નાટક જોતા પ્રેક્ષકો એટલું હસ્યા કે એક પ્રેક્ષકને નાટકના અંતિમ દ્રશ્ય બાદ હસતા હસતા હાર્ટએટેક આવ્યો. અને એ નાટક જોતા જોતા સ્વધામ સિધાવ્યા. ત્યારે એમની અંતિમ યાત્રામાં અમે પણ ગયા અને એ પ્રેક્ષકની પત્નીએ હાથ જોડી ને કહ્યું કે આપનાં લીધે મારા પતિ હસતા હસતા સ્વર્ગે સિધાવ્યા. આ સાંભળી આંખો ભરાઈ આવી અને કલાકાર હોવાનો ગર્વ પણ થયો. આવી અનેક યાદ આજે અમિત ભાઈએ ચાય વાય એન્ડ રંગમંચનાં માધ્યમથી એમનાં મત્રો અને પ્રેક્ષકોને કરી જે ખાસ જાણવા અને માનવા જેવી છે.

અમિત ભાઈએ વાતોની સાથે સાથે  માનવંતા દર્શક મિત્રોના સવાલના જવાબો પણ આપ્યા જે ખુબ જ માહિતી સભર હતા. જે આપ કોકોનટ મીડીયાના ફેસબુક પેજ પર જોઈ અને જાણી શકો છો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો અમિત ભાઈનું આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે.

આજે રંગમંચના વરિષ્ઠ કલાકાર દિનકર ઉપાધ્યાય

ગુજરાત રાજય નાટ્ય અકાદમી દ્વારા સન્માનીત અને રંગમંચના વરિષ્ઠ કલાકાર દિનકર ઉપાધ્યાય આજે કોકોનટ થિયેટરની ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીની  એકેડેમીક સેશનમાં સાંજે 6 વાગે થિયેટર દ્વારા વિકાસ વિષયક ચર્ચા અને અનુભવો  શેર કરીને  યુવા કલાકારોને માર્ગદર્શન આપશે. તેના ઘણા ઉમદા નાટકો આજે પણ લોકો યાદ કરે છે.રંગભૂમિમાં તેમના અભિનય સાથે તેઓ વાહવાહ મેળવતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ તેમનું  સન્માન કરવામાં આવ્યું હતુ. છેલ્લા ચાર દાયકાથી તેઓ રંગભૂમિના વિવિધ પાસાઓથી સંકળાયેલા  હોવાથી આજનું સેશન  માણવા જેવું છે.

આવનારા જાણીતા કલાકારો

  •  ગુરૂવારે- જાણીતા નિર્માતા નિર્દેશક-ધર્મેશ મહેતા
  •  શુક્રવારે- સંગીતકાર મેહુલ સુરતી
  •  શનીવારે-લેખક-દિગ્દર્શક અને અભિનેતા વિપુલ શર્માહોવાથી આજનું સેશન  માણવા જેવું છે.