Abtak Media Google News

રાજસ્થાનના ડુંગરપુરમાં ગુજરાતમાં જઇ રહેલી એક કારમાંથી પોલીસે કરોડો રૂપિયા કબજે કર્યા છે. શનિવારે બિછીવાડા પોલીસ સ્ટેશનએ નેશનલ હાઇવે નંબર 8 પર મોટી કાર્યવાહી કરી 4.5 કરોડની રોકડ રકમ કબજે કરી હતી. આ રકમ સાથે બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.

મળતા અહેવાલ મુજબ, આ કરોડો રૂપિયા દિલ્હીથી ગુજરાત લઈ જવામાં આવતા હતાં. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ હવાલાના રૂપિયા હોય શકે.

DSP મનોજ સદરીસે જણાવ્યું હતું કે, ‘હાલમાં રૂપિયા કબજે કરવામાં આવ્યા છે, અને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, તે હવાલાને લગતો મામલો હોવાનું જણાય છે. જોકે પોલીસ હજી કેસ પર કાર્યવાહી કરી રહી છે.

પકડાયેલા રૂપિયાને ગણવા માટે પોલીસે બેંકનો સહારો લેવો પડ્યો. પોલીસ સ્ટેશનમાં આટલી નોટો ગણવા માટે કોઈ મશીનો નહોતા. તેથી, રૂપિયા ગણવાનું મશીન બેંકોમાંથી મંગાવવું પડ્યું. સવારથી સાંજ સુધી નોટોની ગણતરી કરવામાં આવી રહી હતી.

જે કારમહી રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા તેના નુમેર DL8CA X3573. નોંધપાત્ર વાત એ છે કે બિછીવાડા પોલીસ સ્ટેશન ગુજરાતના હિંમત નગર સરહદ માર્ગ પર આવેલું છે. અહીંથી નેશનલ હાઇવેનો રસ્તો પસાર થાય છે. અહીંયાથી દાણચોરી અને બે નંબર બ્લેક માર્કેટિંગના કેસો હંમેશા સામે આવતા રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.