Abtak Media Google News

ગંભીર ગુનાની તપાસ ચાલુ હોય ત્યારે પોલીસે ઉત્સાહમાં આવી પ્રેસ કોન્ફરન્સ યોજી કેસને લગતી એકત્રિત કરેલી માહિતી લીક કરી આરોપીનો શુ રોલ છે અને ફરિયાદીની શુ ભૂમિકા છે. તે અંગે જાહેર ન કરવા કણાર્ટક હાઇકોર્ટ દ્વારા પોલીસને ટકોર કરવામાં આવી છે.

મહત્વના કેસના ઇન્વેસ્ટીગેશન દરમિયાન પોલીસ દ્વારા આરોપી વિરૂધ્ધ એકઠા કરેલા પુરવા મિડીયા સમક્ષ જાહેર કરી ફરિયાદીની ઓળખ છતી કરવાના મામલે કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટીશ અભય ઓકાના વડપણ હેઠળની ડિવિઝન બેન્ચમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે.

બેગ્લુરના એડવોકેટ એચ.નાગાભૂષણ રાવે કર્ણાટક હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી છે. જેમાં તા.16 જુને કર્ણાટક હાઇકોર્ટમાં પોલીસ તપાસ દરમિયાન એકઠા કરેલા પુરાવા અંગેની માહિતી જાહેર કરવા અંગે થયેલી અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે તપાસ કરતા પોલીસને કોઇ સત્તા નથી પ્રેસ કોન્ફરન્સ યોજી આરોપી અને ફરિયાદીની તમામ માહિતી જાહેર કરે તે અંગે રાજય સરકારને નોટિસ કરી તા.20 જુલાઇ સુધીમાં વિસ્તૃત માર્ગ દર્શિકા બહાર પાડી પોલીસ દ્વારા કેવા કેસમાં અને કેટલી માહિતી મિડીયા સમક્ષ જાહેર કરવી તે અંગેના ધારા ધોરણ નક્કી કરવા જણાવ્યું છે. આ માર્ગ દર્શિકાનો ભંગ કરનાર પોલીસ સામે શિસ્તભંગ અંગેની કાર્યવાહી કરવા પણ ટકોર કરી છે. ઘણા કેસમાં પોલીસ દ્વારા મિડીયા સમક્ષ આવીને આરોપી વિરૂધ્ધ મજબુત પુરાવા છે. આરોપીઓ દ્વારા શું કબુલાત કરવામાં આવી છે તેમજ તપાસ દરમિયાન એકત્રિત થયેલા પુરાવા જાહેર કરતા હોવાથી આરોપીની જામીન અરજી દરમિયાન આ મુદાને લઇ ગંભીર અસર થતી હોય છે.

ભૂતપુર્વ મંત્રી સામે નોંધાયેલા કેસ સંદર્ભે અગાઉ વાયરલ થયેલા વીડિયોના પગલે વકીલ એચ.નાગાભૂષણ રાવે પીટીશન દાખલ કરી છે. કર્ણાટક હાઇકોર્ટ દ્વારા મિડીયાને કે જાહેર જનતાને કોઇ પણ મામલાની તપાસ દરમિયાન એકત્રિત કરેલી માહિતી જાહેર ન કરવા પોલીસને હુકમ કર્યો છે. પોલીસ અધિકારી દ્વારા આવી માહિતી જાહેર કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.