Abtak Media Google News

કેન્દ્ર સરકારે ઇન્સોલ્વન્સી અને બેંકરપ્સી કોડમાં જરૂરી સુધારા માટે પેનલની રચના કરી

નાદારીના કાયદામાં મોટા સુધારાની શકયતાઓ છે. ઇન્સોલ્વન્સી લોમાં સુધારા માટે એક પેનલની રચના કરવામાં આવી છે.

ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડમાં ફેરફાર કરવા માટે કેન્દ્ર સરકારે નિષ્ણાતોની એક પેનલની રચના કરી છે. સરકારના ઘ્યાનમાં આવ્યું છે કે વર્તમાન ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડમાં જે જોગવાઇઓ છે તેનો ગેરઉપયોગ થઇ રહ્યો છે. તેથી જ જોગવાઇઓને વધુ ટાઇટ કરવાની કવાયત શરુ કરવામાં આવી છે.

ટૂંકમાં નાદારી નોંધાવીને બેંકોને બૂચ મારવાના કિસ્સા ઓછા બનશે. ચલો સારું થયું સરકારનું આ કદમ આવકારદાયક છે. તેનાથી ભારતની બેંક ધિરાણ પ્રણાલીમાં વધુ પારદર્શકતા અને હાકારાત્મકતા આવશે.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડમાં જરુરી સુધારા માટે સંસદે ગ્રીન સીગ્નલ આપી દીધું છે. તેથી નાદારીના કાયદામાં મોટા સુધારા નજીકના દિવસોમાં આવે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.