Abtak Media Google News

હું તો કાગળિયા લખી લખી થાકી… લખાયેલો કાગળ ઠેકાણે પહોંચ નહીં ત્યારે બંને બાજુ મુશ્કેલીઓ ઉભી થાય કાગળ લખનારાને જ્યાં લખાયું હોય ત્યાં બંનેની કસોટી થાય.. લખાયેલો કાગળ ઠેકાણે પહોંચવું જોઈએ જો ન પહોંચે તો બધું ડાકીયા પર આવે.. આજે ભલે ડિજિટલ યુગ અને એસએમએસનો જમાનો હોય પણ હજુ પોસ્ટમેનની સેવા મહત્વની માનવામાં આવે છે તાજેતરમાં જ પોસ્ટ કર્મચારીની સરનામુ ઓળખવાની ભૂલ પોસ્ટ ખાતા ને ભારે પડી ગઈ હતી અને ૧૫ હજારનો દંડ ભોગવવાનો વારો આવ્યો હતો… ભારતમાં ટપાલ સંસ્કૃતિનો પ્રારંભ ૧૨૯૬માં અલાઉદ્દીન ખીલજી ના જમાનાથી શરૂ થયું હતું જુના જમાનાનો ઇતિહાસ ફરીથી તાજો થયો હોય તેમ  પોસ્ટ મેને કવર ઉપર લખાયેલું સરનામું ઓળખવામાં ભૂલ કરી અને “ટુ”લખેલા એડ્રેસ ને બદલે અન્ય સ્થળે ટપાલ મોકલી દેતા ટેન્ડર મોડું પડવાથી કોન્ટ્રાક્ટરને થયેલા નુકશાન નુ વળતર ગ્રાહક સુરક્ષા માં મંજૂર રહ્યું હતું અને ટપાલ વિભાગ ને પંદર હઝાર રૂપિયાનો દંડ કરવાનો વારો આવ્યો હતો.. બનાસકાંઠાના બાપલા ગામ ના કોન્ટ્રાક્ટર મુન્નાભાઈ પટેલે જિલ્લા પાણી અને સેનેટરી યુનિટમાં ૨૦૧૮માં માટે ફોર્મ ભરીને સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ ટાકરવાડા ગામ પંચાયત મા પીવીસી પાઇપ લાઇન પાથરવા માટેનું ટેન્ડર ભર્યું હતું અને એડ્રેસ માં ટુ યુનિટ મેનેજર વોટર એન્ડ સેનિટરી પાલનપુર નું સરનામું લખ્યું હતું પરંતુ ટપાલ વિભાગે સરનામા વાંચવામાં ભુલ થતાં

ટપાલ વિભાગે કવર ઉપર લખાયેલ  સરકારી ઓફિસમાં ટપાલ મોકલવાના બદલે સરનામું ન મળવાથી ટાકરવાડા પોસ્ટ ઓફિસ મ ટપાલ મોકલી દીધી હતી અને આ દરમિયાન ટેન્ડરની ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ની તારીખ વીતી ગઈ હતી અને ટપાલ મોકલનારને ઓક્ટોબર ૧,૨૦૧૮ ના રોજ  મળી હતી આ મુદ્દે મુન્નાભાઈ પટેલે હલો પાલનપુર પોસ્ટ માસ્તર ને વધુ પૂછપરછ કરી હતી અને ટપાલ યોગ્ય ઠેકાણે નો પહોંચતા થયેલા નુકસાનનું વળતર ૫૦૦૦૦ રૂપિયા માંગ્યું હતું મુન્નાભાઈ એ કરેલા આ દાવા સામે પોસ્ટ વિભાગે બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે એક કવર ઉપર સરનામું બરોબર લખાયું ન હોવાથી આ ભૂલ થઈ છે તેની સામે ગ્રાહક સુરક્ષા કમિશન રે ચુકાદો આપ્યો હતો કે ટપાલ ઉપર આપણે કેન્દ્ર એવું લખ્યું હતું અને સરનામું થી શરુ થતું હતું એટલે ટપાલ વિભાગે ટુ થી શરૂ થતાં સરનામે જ ટપાલ મોકલવી જોઇએ ગ્રાહક સુરક્ષા ભાગે આ ભૂલના કારણે ગ્રાહકને ૧૫૦૦૦ રૂપિયા ચુકવવાનો આદેશ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.