- દ્વારકા – ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચના બાદ કમિટી એકશન મોડમાં કયારે આવશે?
ગુજરાત સરકાર દ્વારા માર્ચ-ર0ર4માં દ્વારકા તથા ઓખા નગરપાલીકાને વિસ્તાર વિકાસ સત્તામંડળ તરીકેનો દરજજો છીનવી લઇ દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના ર્ક્યાના આશરે એક વર્ષના સમયગાળા બાદ પણ ડૌડાની કામગીરી માત્ર કાગળ પર જ રહી જતાં ઓખા તથા દ્વારકા નગરપાલીકા સહિતના વિસ્તારોમાં બાંધકામ પરવાનગી અટકી જતાં આ અંગે શહેરી વિકાસ મંત્રાલયમાં રજૂઆતો બાદ સપ્ટેમ્બર-ર0ર4માં કામ ચલાઉ મંજૂરી મળ્યાની મુદત ડીસેમ્બર સુધી ક્રમશ: એક્ષ્ટેન્ડ થયેલ. બાદ હાલની સ્થિતિએ આશરે ત્રણ માસથી નવા બાંધકામોની પરવાનગી માંગતી અરજીઓની મંજૂરી અંગે નગરપાલીકા પાસે સત્તા ન રહેતા નવા નિર્માણોની કામગીરીમાં ફરી અવરોધ ઉભો થયો છે અને આવી મંજૂરી આપવા માટેની જવાબદાર સત્તા તરીકે દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (ડૌડા) ની જમીની કામગીરી શરૂ કરવાની હજૂ બાકી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે. આ અંગે જિલ્લા વહીવટી તંત્રના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બાંધકામ સહિતના પરવાનગીના પ્રશ્ર્ને જાન્યુઆરી માસમાં સરકારમાં તારીખ વધારવા દરખાસ્ત કરેલ છે જે અંગે સરકારમાંથી નિર્ણય લેવાયે આગળની કાર્યવાહી કરાશે એવું જાણવા મળેલ છે.
માર્ચ માસમાં જ રાજય સરકારે દ્વારકા તેમજ ઓખા નગરપાલીકાઓનો એરીયા ડેવલોપમેન્ટ ઓથોરીટીઝ (અઉઅ) તરીકેનો દરજજો છીનવી લીધેલ અને પ્રવાસન સબંધિત ઇન્ફ્રાસ્ટ્રકચરને આગળ વધારવા ડૌડાની નિમણૂંક કરવાની જાહેરાત કરેલ. પરન્તુ ડૌડાની કાગમીરી કાગળ પર જ રહી ગયેલ હોય કોમર્શીયલ તથા રેસીડેન્શીયલ પ્રોજેકટસ માટેની અર0ઓ પર ધ્યાન આપવામાં આવતું ન હોય જેના કારણે બંને નગરપાલીકાઓ હસ્તકના દ્વારકા – બેટ દ્વારકા સહિતના શહેરી વિસ્તારોમાં પ્રવાસીઓનો ઘસારો સતત વધતો જતો હોવા છતાં પણ ઇન્ફ્રાસ્ટ્રકચરલ વિકાસ જાણે અટકી ગયો છે. બીજી તરફ લોન આધાિરત બાંધકામ માટે જરૂરી એવા નગરપાલીકાની બાંધકામની મંજૂરી અટકી જતાં અને બંને નગરપાલીકા હસ્તકના વિસ્તારોમાં નવા બાંધકામોની મંજૂરી મળવી શક્ય ન બનતા અનેક બાંધકામ ઇચ્છુક લોકોને લાંબા સમયથી નગરપાલીકા તથા બેન્કના ધરમધકકા થઇ રહયા છે.
બેટ દ્વારકામાં વિકાસની અનેક સંભાવનાઓ
ઓખા નગરપાલીકા હસ્તક આવતાં આ ક્ષ્ેાત્રના પ્રમુખ તીર્થસ્થાનો પૈકીના દરરોજના હજારો ભાવિકોની અવરજવરવાળા બેટ દ્વારકા તીર્થ ક્ષ્ેાત્રમાં સુદર્શન સેતુના નિર્માણ બાદ જમીન માર્ગે જોડાણને લીધે યાત્રાધામમાં દર્શન સરળ બન્યા છે તો બેનમૂન સુદર્શન સેતુની મુલાકાત માટે પણ યાત્રીકો – સહેલાણીઓની ભીડમાં સતત વધારો જોવા મળી રહયો છે. આવા સંજોગોમાં બેટ દ્વારકામાં વિકાસની અવિરત તકો – સંભાવનાઓ હોય અનેક લોકો કુદરતી સૌંદર્ય ધરાવતાં બેટ ટાપુ પર ઘરો, દુકાનો, હોટલ, ગેસ્ટહાઉસ, રેસ્ટોરન્ટ વગેરે બનાવવા માંગે છે. દ્વારકા કોરીડોર તથા અન્ય વિકાસ માટે ડૌડા બનાવવાના નિર્ણયને આવકાર્ય ગણાવતાં સ્થાનીય અગ્રણીઓએ આ સંસ્થાને કાર્યરત કરવામાં ધીમી રહી હોવાનું જણાવી ઝડપથી આ સંસ્થા કાર્યરત થાય તેવો આશાવાદ વ્યક્ત ર્ક્યો છે.
કેવું હશે ડૌડા..?
દ્વારકા ક્ષ્ોત્રમાં જગવિખ્યાત દ્વારકાધીશ જગતમંદિર આવેલું છે. જયાંથી 39 કિમી દૂર ઓખા બંદર આવેલું છે જે રાજયના પ્રમુખ બંદરો પૈકીનું એક ગણાય છે. ઓખાથી પ કિમી દૂર બેટ દ્વારકા આવેલ છે જયાં પણ દ્વારકાધીશના શયનસ્થાન ગણાતું બેટ દ્વારકાધીશ મંદિર આવેલું છે. તો દ્વારકા થી 16 કિમી દૂર બાર જયોતિર્લિંગ પૈકીનું એક એવું નાગેશ્ર્વર મહાદેવનું દ્રાદશ જયોતિર્લિંગ આવેલું છે. આ તમામ ધાર્મિક તીર્થસ્થળો દ્વારકા તથા ઓખા નગરપાલીકા સહિતનાં ભાગોને સાંકળતા ડૌડાનો જ એક ભાગ છે. 6 માર્ચ, ર0ર4ના રોજ રાજય સરકાર દ્વારા એક નવી વિશેષ્ સંસ્થા ડૌડાની જાહેરાત કરતી સૂચના બહાર પાડેલ. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર આ ડૌડાના હોેદાદાર અધ્યક્ષ્ા છે, જયારે અન્ય પદાધિકારીઓ તરીકે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલીકાના રાજકોટ પ્રાદેશિક કમીશ્નર, રાજયના મુખ્ય નગર નિયોજક અથવા તેમના પ્રતિનિધિ અને દ્વારકા નગરપાલીકાના મ્યુનીસીપલ ઈજનેર રહેનાર હોવાની જાહેરાત કરાઇ હતી. આ ઉપરાંત જિલ્લાના નિવાસી અધિક કલેકટરને નવી સંસ્થાના એક્સ – ઓફીશીયો મેમ્બર સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગેઝેટમાં કહેવામાં આવ્યાનુસાર સરકાર સ્થાનીક સત્તાના ચાર સભ્યોને ડૌડા ના સભ્યો તરીકે નિયુક્ત કરશે. ડૌડાની જાહેરાત વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવેલ કે પ્રવાસન અને માળખાકીય સુવિધાઓના વિકાસને સરળ બનાવવા 10,7ર1 હેકટર (107.ર1 ચો.કિમી.) વિસ્તારને આવરી લેતાં ડૌડાની રચના કરાશે જેમાં દ્વારકા તથા ઓખા નગરપાલીકા વિસ્તાર ઉપરાંત સરકાર દ્વારકા શહેરની સીમમાં આવેલ વરવાળા અને શિવરાજપુર કે જયાં બ્યુ ફલેગ માન્યતા ધરાવતો બેનમૂન બીચ આવેલ છે તેને પણ ડૌડાના અધિકાર ક્ષ્ેાત્રમાં આવરી લેવામાં આવનાર છે.