દેશનું ભૂગોળ બદલવાની તાકાત રાજપૂત સમાજમાં છે: સી.આર.પાટીલ

ધ્રોલની ઐતિહાસીક સમરાંગણ ભૂમિ ભૂચર મોરી શૌર્ય કથા સપ્તાહની પૂર્ણાહુતિ

ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક તોડવા સરકાર મકકમતાથી કામગીરી કરી રહી છે: ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી

રાજપૂત સમાજે કયારેય  પીઠ બતાવી નથી, ભૂચર મોરી ભૂમિને વિકસાવવા આપણે સાથે  મળીને મુખ્યમંત્રીને કરીશું રજૂઆત: ભાજપ પ્રદેશ  અધ્યક્ષ પાટીલ

જામનગરના ધ્રોલ ખાતે ભુચર મોરી શોર્ય કથાનો  સમાપન સમારોહ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ  અને રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ  સંબોધનની શરૂઆત જય માતાજીથી કરતા જણાવ્યું કે, ઇતિહાસનું નામ પડે એટલે રાજપુત સમાજ યાદ આવે, દેશનું ભુગોળ બદલવાની તાકાત જો કોઇનામાં હોય તો તે રાજપુત સમાજમા છે. જયારે પણ દેશને જરૂર પડી ત્યારે સૌથી પહેલા જો કોઇને યાદ કર્યા હોય તો રાજપુત સમાજને કર્યા છે. દેશ માટે રાજપુત સમાજના યુવાનોએ બલીદાન આપ્યું છે.

આ દેશનો ઇતિહાસ એનો સાક્ષી છે. રાજપુત સમાજમાં દેશની અસ્મિતા અને ગૌરવ બચાવવાની ક્ષમતા છે. રાજપુત સમાજે કયારેય પીઠ બતાવી નથી. ડો. જયેન્દ્રસિંહ જાડેજાએ રાજપુત સમાજના ગૌરવ પુર્ણ ઇતિહાસને આગળ ધપાવવા અને આવનાર પેઢીને માહિતી મળે તે માટે  સોર્ય ગાથાનું આયોજન કર્યુ છે તે બદલ અભિનંદન પાઠવ્યા.આ કાર્યક્રમમાં રાજપુત સમાજની દિકરીઓએ તલવાર ની અદભૂત કરતબ દર્શાવી

પાટીલ જણાવ્યું કે, રાજપુત સમાજના શરણે કોઇ આવે તો તેઓ બલીદાન આપીને પણ તેમની રક્ષા કરવી તે તેમનો ધર્મ સમજે છે ભુચર મોરીની ધરતી પર આવવાનો અવસર મળ્યો છે ત્યારે રોમાચિંત થઇ જવાય છે. સાથે વિશ્વાસ અપાવ્યો કે આ ભૂમીને વિકાસવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ને  સાથે મળીને આપણે રજૂઆત કરીશું ,આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજપુત સમાજની એક મહત્વની લાગણી હતી કે જયા સરદાર વલ્લભાઇની પ્રતિમાને પ્રસ્થાપીત કરવામાં આવી છે ત્યા રાજપુત સમાજના આગેવાનો જેમણે દેશ માટે બલિદાન આપ્યુ છે તેમનું એક મ્યુઝિયમ બને તે માટે કામગીરી ચાલી રહી છે અને ઝડપથી તે થશે તે માટે ખાતરી પણ આપી.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક તોડવા સરકાર મક્કમતાથી કામગીરી કરી રહી છે. ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ છેલ્લા ત્રણ માસમાં સરકાર અને પોલીસ તંત્રએ નક્કર કામગીરી કરી આ બદીને સમાજમાંથી દૂર કરવાની કામગીરી અભિયાનના રૂપે હાથ ધરી છે. ગુજરાતની અસ્મિતાને નુકસાન પહોંચાડનારા દરેકને સાથે મળીને જવાબ આપવા ગૃહમંત્રીએ આ તકે આહવાન કર્યું હતું અને ભવિષ્યમાં સૌરાષ્ટ્રનું ખમીર જળવાય તે રીતે સૌ સાથે મળીને કામ કરીશું તો સમાજ, સૌરાષ્ટ્ર અને સમગ્ર રાજ્યનો વિકાસ થશે તેમ ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી,ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિહ સરવૈયા ,ઉપાધ્યક્ષશ્રી ભરતભાઇ બોઘરા,પુર્વરાજયકક્ષના મંત્રી અને ધારાસભ્યશ્રી હકુભા જાડેજા,ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા,આતરાષ્ટ્રીય અધ્યક્ષ  પી.ટી જાડેજા, પરાક્રમસિંહ જાડેજા,જિલ્લા પંચાયતના પ્રમુખ  ,જામનગરના મેયર બિનાબેન કોઠારી,જિલ્લાના પ્રમુખ રમેશભાઇ, શહેરના પ્રમુખ ડો વિમલભાઇ કગથરા, પુર્વ ધારાસભ્યઓ અને રાજપુત સમાજના ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.