- વિપશ્યના શબ્દને છૂટો પાડીએ એટલે વિશેષ રીતે પોતાના અંતર આત્માને જોવી
- 2500 વર્ષ પૂર્વ ભગવાન બુધ્ધ વિપશ્યનાની પુન: શોધ કરી હતી
રાજકોટ ખાતે વિપશ્યના ધ્યાન સાધનાનો પ્રારંભ 1989થી થયો હતો. આ સાધનાને પ્રચલિત બનાવવા માટે જીવન સમર્પિત કરી દેનાર ગોયેન્કાજીના આશીર્વાદથી ધમ્મકોટ (કણકોટ) ખાતે વિપશ્યના કેન્દ્ર શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 500થી વધારે શિબિરો યોજાઈ ચૂકી છે અને તેમાં 53000થી વધુ પુરુષો અને 22,000થી વધુ મહિલાઓએ તેનો લાભ લીધો છે. 11 દિવસ ચાલતી શિબિર વૈજ્ઞાનિક અભિગમ સાથે યોજાય છે.વિપશ્યનાથી મનની અંદર ભરાયેલા દુષિત વિચારોને દૂર કરી મનને સાફ કરી નાખે છે. મન સાફ થયા બાદ અંદરની હેપ્પીનેસ તમને પ્રફુલ્લિત રાખે છે. વિપશ્યના શિબિર નિ:શુલ્ક થાય છે. 10 દિવસ સુધી રહેવા-જમવાની વ્યવસ્થા નિ:શુલ્ક આપવામાં આવે છે.
તમે સ્વૈચ્છાએ કોઈ અનુદાન આપવું હોય તો આપી શકો છો. 10 દિવસની શિબિરનો દરેક દિવસનું ધ્યાન વૈજ્ઞાનિક રીતે નકકી થયેલું હોય છે. દશમાં દિવસે મૈત્રીની સાધના કરવાની હોય છે. આ મંગલ મૈત્રીની આજે દેશ-દુનિયા સૌને જરૂરીયાત છે. વિપશ્યના એ કોઈ ધર્મના પ્રચારનું માધ્યમ નથી. કોઈ સંપ્રદાયને વરેલ નથી તે દરેક સંપ્રદાયનું સન્માન કરતી અને પ્રત્યેક સંપ્રદાયમાં સમાવાયેલી એક જીવન પધ્ધતિ છે.નવા આકાર લઈ રહેલા રાજકોટ પાસેના રંગપર ખાતેના કેન્દ્રની વિગતો જોઈએ તો રાજકોટ, જામનગર રોડ ઉપર રંગપર 20 કિ.મી.દૂર આવેલું છે ત્યાં 21 એકર જમીન વિપશ્યના કેન્દ્ર માટે ઉપલબ્ધ કરાવાઈ છે અને તેમાં 300 લોકો એકી સાથે લાભ લઈ શકે એવી સુવિધા ઉભી કરવામાં આવી છે. ધ્યાન માટે આધુનિક ધ્યાન હોલ, જમવા માટે બે વિશાળ ડાઈનીંગ રૂમ, સાધકો માટે સુવિધાપૂર્ણ કુટીરો તેમજ દરેક સાધક માટે અલગ અલગ રહી શકાય તેવા શુન્યાગાર પણ બનાવાયા છે.
દિલીપ નુનીસ અને સુભાષ તિર્કે કમાન્ડો સહિત આર્યસમાજના 24 તજજ્ઞોએ વિપશ્યના સાધનાનો લીધો લાભ
2 કમાન્ડો અને 28 આર્યસમાજના લોકો નોર્થઈસ્ટમાં આર્યસમાજની ખુબ ઉત્તમ સેવા છે.ત્યાંથી આ 28 સાધુ સંતો આવેલા તેમના નોર્થ ઈસ્ટમાં 19 આશ્રમો છે અને આ બધાજ આશ્રમના મુખ્ય જે આચાર્ય હોઈ તે ત્યાંથી સ્પેશીયલ અહિયાં રાજકોટમાં શિબિર કરવા આવેલા અને આ શિબિરથી તે લોકોને ખુબ લાભ પણ થયો અને આ 19 ગુરુકુળમાં તેમની ક્ધયા અને કુમાર ગુરુકુળનો પણ સમાવેશ થાય છે.અને હવે તે લોકો આ ગુરુકુળમાં પણ તે લોકોને વિપસ્યનાનું ધ્યાન કરાવશે.
તે લોકો આસામ અને નાગાલેંડના બહુ મોટા નક્સલીના હેડ હતા દિલિપ નુનીસાના 1000 કમાન્ડો તો બંદૂકધારી હતા અને 2000 સ્લીપર સેલ હતા તો એ 3000 લોકો સાથે દિલિપ નુનિસા એ આત્મસમર્પણ કર્યું.6 મહિના પહેલા તે લોકો રાજુભાઇ મહેતાને ગુવાહાટીમાં મળવા આવ્યા અને તે લોકોએ આ સાધના શિબિર કરી. હવે મનની શાંતિ માટે વિપશ્યના’ના પંથે આગળ ધપીને રાજકોટમાં મૌન આત્મસમર્પણ બાદ તે આંતરમનની ખોજના માર્ગે આગળ વધી રહ્યા છે. એક વખત જેમના નામથી આસામના અને આસામ લગત બંગાળ સરહદના ગામડાઓમાં હાક વાગતી હતી અને દિમા હલામ દોગા નામના વિદ્રોહી સંગઠનના 900 જવાનોનો સુપ્રિમ ક્રમાંડર દિલિપ મુનીશા અને અન્ય એક વિદ્રોહી સંગઠન બિરસા કમાંડો ફોર્સના વડા સુભાષ તિર્કેએ રાજકોટના રંગપર ખાતે આવેલા વિપશ્યના સેન્ટરમાં શિબિર બાદ કહયું હતું કે, અમે ભાષા, સંસ્કૃતિ અને સમાજના રક્ષણ માટે બંદૂક ઉઠાવી હતી. 100થી વધુ લોકોના જીવ પણ લીધા છે પણ જો કોલેજ કાળમાં જ આ વિપશ્યના સાધના મળી હોત તો કદાચ આવા પગલા ન ભર્યા હોત બંદૂક ના ઉઠાવી હોત.
શિબિરની અનુશાસન સંહિતા સાધનાનું એક અભિન્ન અંગ
આત્મનિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિની સાધના આસન નથી-શિબિરાર્થીઓએ ગંભીર અભ્યાસ કરવો પડતો હોય છે. પોતાના સ્વયં અનુભવથી સાધક પોતાની પ્રજ્ઞા જગાવે છે. કોઈ અન્ય વ્યક્તિ એને માટે આ કામ નથી કરી શકતી. શિબિરની અનુશાસન સંહિતા સાધનાનું જ એક અભિન્ન અંગ છે.વિપશ્યના સાધના શીખવા માટે 10 દિવસની અવધિ વાસ્તવમાં ઘણી ઓછી છે. સાધનામાં એકાંત અભ્યાસની નિરંતરતા બનાવી રાખવી નિતાન્ત આવશ્યક છે. આ વાતને ધ્યાનમાં રાખીને આ નિયમાવળી અને સમય-સારિણી બનાવવામાં આવેલી છે. આ આચાર્ય કે વ્યવસ્થાપકની સુવિધા માટે નથી. આ કોઈ પરંપરાનું આંધળું અનુકરણ અથવા કોઈ અંધશ્રદ્ધા નથી. આની પાછળ અનેક સાધકોના અનુભવોનો વૈજ્ઞાનિક આધાર છે. નિયમાવળીનું પાલન સાધનામાં બહુ લાભદાયી થશે.શિબિરાર્થીએ પુરા 11 દિવસ શિબિર સ્થાન પર રહેવું પડશે. વચ્ચેથી શિબિર છોડીને નહીં જઈ શકાય. અનુશાસન સંહિતાના અન્ય બધા નિયમો પણ ધ્યાનપૂર્વક વાંચી લેવા જરૂરી છે. જો અનુશાસન સંહિતાનું નિષ્ઠા અને ગંભીરતાપુર્વક પાલન કરી શકવાના હો, તો જ શિબિરના પ્રવેશ માટે આવેદન કરો. આવેદકે સમજવું જરૂરી છે કે શિબિરના નિયમો અઘરા પડવાને કારણે જો એ શિબિર છોડશે તો એ તેના માટે હાનિકારક નીવડશે. એનાથી પણ વધારે દુર્ભાગ્યપૂર્ણ વાત તો એ થશે કે વારં વારં સમજાયા છતાં પણ જો કોઈ સાધક નિયમોનું પાલન નહી કરી શકે તો તેને શિબિરમાંથી નીકાળી દેવામાં આવશે.
માનસિક રોગોથી પીડિત લોકો માટે કોઈ વખત ગંભીર માનસિક રોગથી પીડિત વ્યક્તિ શિબિરમાં એવી આશા સાથે આવે છે કે આ સાધના કરવાથી એનો રોગ દુર થશે. તો ક્યારેક કેટલીક ગંભીર બીમાંરીયોને કારણે શિબિરાર્થી શિબિર પૂરી કરવામાં અસમર્થ રહે છે અને સાધનાના ઉચિત લાભથી વંચિત રહી જાય છે. અનુશાસન સંહિતા શીલ સાધનાનો આધાર છે. શીલ ના આધાર પર જ સમાધિ-મનની એકાગ્રતા-નો અભ્યાસ કરી શકાય છે. પ્રજ્ઞાના અભ્યાસથી વિકારોનું નિર્મુલન અને પરિણામ-સ્વરૂપ ચિત્ત-શુદ્ધિ થતી હોય છે.
વિપશ્યના એ જીવન જીવવાનો એક ખરો માર્ગ: ધમ્મક્ોટ કેન્દ્રના આચાર્ય રાજુભાઈ મહેતા
અબતક સાથેની વાતચીત દરમ્યાન વિપશ્યના શિબિર ધમ્મકોટ કેન્દ્રના મુખ્ય આચાર્ય અને રાજકોટની જાણીતી ભાભા હોટેલના માલિક રાજુ મહેતાએ જણાવ્યુ હતું કે વિપશ્યના સાધના ભારતની જૂનમાં જૂની ધ્યાન પદ્ધતિ છે. આજથી લગભગ 2500 વર્ષ પૂર્વે ભગવાન બુદ્ધે વિપશ્યનાની પુન: શોધ કરી હતી. આજે આપણને આ સાધના એટ્લે નવી લાગે છે કારણકે આ સાધના ભારતમાં 2000 વર્ષથી સાવ લુપ્ત થઈ ગઈ છે. આપણી પાસે સૌથી જૂનો વેદ ઋગ્વેદ છે એનાથી જૂનું કોઈ સાહિત્ય નથી લગભગ 5000 વર્ષ જૂનો છે.એમાં પણ વિપશ્યનાની ખૂબ પ્રસંસા છે, ભગવાન મહાવીરની વાણીમાં પણ ખૂબ પ્રસંસા છે, ગીતામાં પણ છે,બાઇબલમાં પણ છે, દરેક સંપ્રદાયનાં ગ્રંથોમાં ક્યાકને ક્યાક વિપશ્યનાની આછેરી જલક જોવા મળે છે.વિપશ્યના એ જીવન જીવવાનો એક માર્ગ છે. આગળ વાતચીત કરતાં જણાવ્યુ હતું કે વિપશ્યના એ એક ખૂબ જ સરળ ધ્યાન પદ્ધતિ છે, વિપશ્યના શબ્દને છૂટો પાડીએ તો વી એટ્લે વિશેષ રીતે પસ્ય એટ્લે જોવું.પોતાના મનને વિશેષ રીતે જોવું એટ્લે વિપશ્યના.પોતાનું મન કેવી રીતે કામ કરે છે,કેવી રીતે દુખી થાય છે,કેવી રીતે દુખમાથી બહાર કાઢવું અને કેવી રીતે સુખ તરફ એને લઈ જવું.
વિપશ્યના થકી થાય છે અંતરઆત્માની ઓળખ
આજથી લગભગ 2500 વર્ષ પૂર્વે ભગવાન બુદ્ધે વિપશ્યનાની પુન: શોધ કરી હતી. વિપશ્યનાનો અભિપ્રાય છે કે જે વસ્તુ સાચેમાં જેવી છે, તેને તે પ્રકારે જાણવી. આ અંતરમનની ઊંડાઈઓમાં જઈને આત્મ-નિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિ કરવાની સાધના છે. પોતાના નૈસર્ગિક શ્વાસના નિરીક્ષણથી આરંભ કરીને, પોતાના શરીર અને ચિત્તધારા પર પળે પળ નિમિત્તક પરિવર્તનશીલ ઘટનાઓનું તટસ્થભાવે નિરીક્ષણ કરતા કરતા સાધક અનિત્ય, દુ:ખ, અને અનાત્મના સાર્વત્રિક સત્યો પ્રત્યક્ષ અનુભવે છે. ચિત્ત-વિશોધન અને સદગુણ-વર્ધનનો આ અભ્યાસ (ઉવફળળફ) સાધક ને કોઈ સાંપ્રદાયિક આલાંબનોમાં બાંધતો નથી.
આ કારણસર વિપશ્યના સાધના સર્વગ્રાહ્ય છે, કોઈ ભેદભાવ વિના બધાજ માટે સમાનરૂપે કલ્યાણકારીણી છે. આજે વિશ્વભરમાં લગભગ 170 વિપશ્યના ધ્યાન કેન્દ્રો છે જ્યાં 10, 20, 30, 45 અને 60 દિવસ માટે ધ્યાન અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આવો જાણીએ આના સ્વાસ્થ્યને શું ફાયદા છે.
મનના વિકારોથી દૂર એક વિમુકત અવસ્થાનો સાક્ષાત્કાર
આ મનને નિર્મળ કરવાની એવી વિધિ છે જેનાથી સાધક જીવનના ચઢાવ-ઉતારોનો સામનો શાંતિપૂર્વક સંતુલિત રહીને કરી શકે છે.આ જીવન જીવવાની કળા છે જેનાથી સાધક એક સ્વસ્થ સમાજના નિર્માણમાં મદદગાર થઇ શકે છે.વિપશ્યના સાધનાનું ઉચ્ચ આધ્યાત્મિક લક્ષ્ય સંપૂર્ણ મુક્તિ છે. એનો ઉદેશ્ય કેવળ શારીરિક વ્યધીયોનું નિર્મુલન કરવાનો નથી. પરંતુ ચિત્તશુદ્ધિને કારણસર કોઈ સાયકોસોમેટીક બીમારી દૂર થતી હોય છે. વાસ્તવમાં વિપશ્યના દુખના ત્રણ કારણો દુર કરે છે – રાગ, દ્વેષ અને અવિદ્યા. જો કોઈ આ વિદ્યાનો અભ્યાસ કરતો રહે, તો તે પગલે પગલે આગળ વધીને, પોતાના માનસના વિકારોથી પૂર્ણ રીતે નિતાંત વિમુક્ત અવસ્થાનો સાક્ષાત્કાર કરી શકતો હોય છે.વિપશ્યના બૌદ્ધ પરંપરામાં સુરક્ષિત રહી હોવા છતાં એમાં કોઈ સાંપ્રદાયિક તત્વ
,નથી. કોઈ પણ પૃષ્ઠભૂમિની વ્યક્તિ એને અપનાવી શકે છે અને એનો ઉપયોગ કરી શકે છે. વિપશ્યનાની શિબિર એવા લોકો માટે છે કે જે ઈમાનદારીપૂર્વક આ વિધિ શીખવાની ઈચ્છા ધરાવે છે. એમાં કુળ, જાતી, ધર્મ અથવા રાષ્ટ્રીયતા આડે આવતા નથી. હિંદુ, જૈન, મુસ્લિમ, શિખ, બૌદ્ધ, ઈસાઈ, યહૂદી તથા અન્ય સંપ્રદાયોના લોકોએ ઘણી સફળતાપૂર્વક વિપશ્યનાનો અભ્યાસ કર્યો છે. જો રોગ સાર્વજનીન હોય તો તેનું નિવારણ પણ સાર્વજનીન જ હોવું જોઈએ.
દોડા દોડીવાળી જીવનશૈલીમાં વિપશ્યનાની સાધના જરૂરી
મેડિકલ સાયન્સના ડેટા અનુસાર 10 માથી 7 લોકો ડિપ્રેશનમાં જીવે છે,મોટા ભાગના અલગ અલગ બીમારીથી પીડાય રહ્યા છે ડાયાબિટીસ,બીપી,ડિપ્રેશન,હાર્ટ એટેક આ બધાજ મન સાથે જોડાયેલા રોગ છે.10 વર્ષનો બાળક જે સ્કૂલમાં ભણે છે એ પણ માનસિક તનાવથી પરેશાન છે જેમ જેમ માનસિક તનાવ વધતો જાય છે તેમ તેમ વિપશ્યનાની જરૂરિયાત પણ વધતી જાય છે.એટ્લે જ ભારતમાં જ્યારે વિપશ્યના આવી ત્યારે અધિકાંશ 65 વર્ષથી ઉપરના લોકો જ શિબિરમાં આવતા કારણ કે આપણાં સમાજમાં ફેલાયેલું છે કે ધર્મ ધ્યાન અમુક ઉમર પછી જ કરવાનું નાની ઉમરે નહીં કરવાનું પણ ભારતમાં 50 વર્ષથી વિપશ્યના ફેલાય છે ત્યારે અધિકાંસ લોકો બુજુર્ગ આવતા અને અત્યારે 70-75 ટકા લોકો યંગ આવે છે.
ગુજરાતનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર રાજકોટના આંગણે
વિશ્વભરમાં 170 થી વધુ વિપશ્યના સાધના કેન્દ્રો કાર્યરત છે . ગુજરાતમાં નવસારી , અમદાવાદ મહેસાણા ધર્મજ , રાજકોટ , પાલીતાણામાં સાધના કેન્દ્રો કાર્યરત છે . મહુવા અને જૂનાગઢમાં શરૂ થવા જઈ રહ્યા છે . રાજકોટનું ધમ્મકોટ કેન્દ્ર કોઠારીયા રોડ પરના ખોખડદડથી શિફ્ટ થઇ પડધરી રોડ પર ન્યારી – ર ડેમની નીચેના ભાગે રંગપર માં શરૂ થઈ ગયું છે . જે વિશ્વનું શ્રેષ્ઠ કેન્દ્રોમાં સ્થાન મેળવશે . અહીં 10 દિવસથી શરૂ કરી . સતિષઠાન , 20,30,45 અને 20 દિવસ સુધીની શિબિરો યોજાશે . ભાભા ગેસ્ટ હાઉસ વાળા અને વિપશ્યનાના સમર્પિત ટીચર રાજુભાઇ માર્ગદર્શન હેઠળ આ કેન્દ્ર કાર્યરત થયું છે અને વિપશ્યના સાધના નિ:શુલ્ક હોય છે.
વિપશ્યનાની સાધના અદ્ભૂત અને સરળ
આનાથી સરળ કોઈ ધ્યાન પદ્ધતિ ના હોઈ શકે પરંતુ લોકોને એટ્લે આ અઘરું લાગે છે કારણ કે આ સાધના તેમના આંતરમનની સફાઈ કરે છે. કારણ કે સામાન્ય કપડું પણ જો મેલુ થઈ જાય તો તેને પણ ધોકાવીને નિચોવીને સાફ કરવું પડે તેવી જ રીતે જેટલા લોકો ચિંતા ભય તનાવ અહમ ઈર્ષા બેચેનીથી ઘેરાયેલા છે એટલું જ એને સાફ કરવામાં વાર લાગી શકે છે.તેમજ જે વ્યસનોના મેલ ચડી ગયા છે તે મેલને સાફ કરવા આ વિપશ્યના સાધના અદ્ભુત છે. નથી મંત્ર જોડવાના ના કર્મકાંડ ફક્ત પોતાના સ્વભાવિક શ્વાસ જોવાના છે એ કોને કઠિન લાગે અને 8 વર્ષનો બાળક જો કરી શકે તો 80 વર્ષનો બુજુર્ગ ના કરી શકે? આ સાધના નબળા મનને પાછું સફળ બનાવવાનું કાર્ય કરે છે. ટૂકમાં સાર્વજનિક બીમારીનો સાર્વજનિક ઉપાય એટ્લે વિપશ્યના
શિબિર દરમિયાન પાંચ શીલોનું પાલન કરવું અનિવાર્ય
- * જીવ-હત્યાથી વિરત રહીશું.
- * ચોરીથી વિરત રહીશું.
- * અબ્રહ્મચર્ય (મૈથુન) થી વિરત રહીશું.
- * અસત્ય ભાષણથી વિરત રહીશું.
- * નશાના સેવનથી વિરત રહીશું.