Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજકોટના વિવિધ વિકાસકામો માટેની ગાંધીનગર ખાતે હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. સંભવિત કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા રાજકોટમાં શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ તબક્કે ૩૦૦ બેડની તેમજ આગામી સમયમાં તેમાં ૧૦૦ બેડ વધારીને કુલ ૪૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરવા મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો છે.

શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમ હાલમાં જર્જરિત અને બિનઉપયોગી હાલત હોઈ તે સ્થાન ઉપર નવી હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટની ઐતિહાસિક કરણસિંહજી હાઈસ્કૂલ અને શ્રી બાઈસાહેબા ગલ્સ સ્કૂલનું જૂનું માળખું જળવાઈ રહે તેને ધ્યાને રાખીને શિક્ષણના હેતુ માટે તેનો PPP ધોરણે નવીનીકરણ કરવાનો પણ મુખ્યમંત્રીના હસ્તે નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આ બંને સ્કૂલોના મેદાન એક કરીને એક વિશાળ મેદાન તૈયાર કરવામાં આવશે.

આ શાળાઓ હાલ તેના જૂના માળખા-સ્ટ્રકચરમાં કાર્યરત છે અને સરકારી કુમાર શાળા તરીકે કરણસિંહજી હાઇસ્કૂલમાં ર૪૪ વિદ્યાર્થીઓ ધો- ૯ થી ૧ર માં અભ્યાસ કરે છે. બાઇ સાહેબ બા ગર્લ્સ હાઇસ્કૂલમાં ધોરણ ૯ થી ૧રમાં ૩૩૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શ્રી કરણસિંહજી હાઇસ્કૂલના હાલના મકાનની ઐતિહાસિક ગરિમા જાળવીને તેનું નવિનીકરણ કરવામાં આવનાર છે. મુખ્યમંત્રીએ આ કેમ્પસમાં આવેલા વર્ષો પૂરાણા શ્રી બાલાજી હનુમાન મંદિરની જમીન પર પણ બગીચા, ગેટ વગેરે વિકાસ કામો માટેની સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની લાગણીનો સાનૂકુળ પ્રતિસાદ આપી આ કામો માટે પણ અનૂમતિ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.