અમેરિકામાં 24 મી સપ્ટેમ્બરે યોજાનારી કવાટ બેઠકમાં વડાપ્રધાન હાજરી આપશે

અમેરિકામાં 24 સપ્ટેમ્બરે ક્વાડ બેઠક થવા જઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન પ્રથમ વખત ક્વાડ દેશોના લીડર્સનું હોસ્ટિંગ કરશે. એમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા સામેલ થશે. આ બેઠકમાં મુખ્યત્વે  કોવિડ-19 જળવાયુ પરિવર્તન, નવી ટેક્નિકો અને સાઈબરસ્પેસ અને ઈન્ડો-પેસેફિક ક્ષેત્રને મુક્ત રાખવા જેવા ઘણા મુદ્દા પર સહયોગ વધારવા અને સંબંધ મજબૂત કરવા પર ફોકસ કરાશે.

માર્ચમાં થઈ હતી વર્ચ્યુઅલ બેઠક

ક્વાડ એક નીતિવિષયક સંગઠન છે, જેમાં ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા કાયમી સભ્યો છે. આ ક્વાડની આવી પ્રથમ બેઠક હશે, જેમાં દેશના પ્રતિનિધિ વ્યક્તિગત રીતે સામેલ થશે. વ્હાઈટ હાઉસે એક નિવેદન બહાર પાડતાં જણાવ્યું હતું કે ક્વાડ દેશોના પ્રતિનિધિઓનું યજમાન પદ એ સાબિત કરે છે કે બાઈડન-હેરિસ પ્રશાસન ઈન્ડો-પેસેફિક ક્ષેત્ર સુરક્ષા અને સંગઠન વિકાસ જેવા પરિમાણોને પ્રાથમિકતા પર રાખે છે. આ પહેલાં ચાર નેતા12 માર્ચના રોજ વર્ચ્યુઅલ બેઠકમાં સામેલ થયા હતા. આ બેઠકમાં ચાર નેતાએ ઈન્ડો-પ્રશાસન ક્ષેત્રને મુક્ત અને ખુલ્લું રાખવા અને નિયમોથી સંચાલિત કરવા પર ભાર મૂક્યો હતો.