આટકોટમાં કે.ડી.પરવાડીયા હોસ્પિટલનું 28મીએ વડાપ્રધાન કરશે લોકાર્પણ

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ  પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર ડો.પ્રદિપ ડવ,જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતનાઓએ આપી વિશેષ વિગતો

પટેલ સેવા સમાજ આટકોટ સંચાલિત કે.ડી. પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ મુકામે રાજકોટ-ભાવનગર હાઇવે મુકામે નિર્માણ પામનાર અતિ આધુનિક મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ સમારોહ આગામી તા.28ને શનિવારના રોજ સવારના 9:00 કલાકે ભારતના તેજસ્વી અને તપસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ્ હસ્તે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજાનાર છે.

તેની વિગત આપવા ‘અબતક’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા, મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહિતના આગેવાનોએ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થવાનું છે. તેમની વિશેષ વિગતો આપી હતી.

આટકોટ મુકામે નિર્માણ પામેલ પટેલ સેવા સમાજ સંચાલિત કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં આગામી તા.28 મે, શનિવારના સવારે 9 કલાકે યોજાનાર કાર્યક્રમમાં ઉદ્ઘાટક અને અધ્યક્ષ તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રહેશે અને મુખ્ય મહેમાન તરીકે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રહેશે. કાર્યક્રમમાં વિશેષ ઉ5સ્થિત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા, કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિકાસ મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા તથા કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી ડો.મહેન્દ્રભાઇ મુંજપરા ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલ, કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી, કચ્છના સાંસદ, પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડા ઉપસ્થિત રહેશે. આ હોસ્પિટલના મુખ્ય દાતા નયનાબેન ડાયાભાઇ ઠુમ્મર અને નામાકરણના દાતા હરેશભાઇ દામજીભાઇ પરવાડીયા તથા આગેવાનો, અધિકારીઓ અને પદાધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે.

આ મેડિકલ આઇસીયુનું લોકાર્પણ ગગજીભાઇ સુતરીયા, પારૂલબેન પટેલ, લંડનના નલીનભાઇ પટેલના હસ્તે કરાશે. તેમજ સર્જીકલ આઇસીયુનું લોકાર્પણ રામકૃષ્ણ એક્સોપર્ટના ગોવિંદભાઇ ધોળકીયા, જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજાના હસ્તે કરાશે.

તથા પીડીયાટ્રીક આઇસીયુનું લોકાર્પણ લવજીભાઇ બાદશાહ, મનિષભાઇ મદેકા, અનુભાઇ તેજાણીના હસ્તે કરાશે. તેમજ નવજાત બાળક આઇસીયુનું લોકાર્પણ સવજીભાઇ ધોળકીયા, પ્રવિણભાઇ જસાણીના વરદ્ હસ્તે કરાશે. તેમજ ગાયનેક વિભાગનું લોકાર્પણ લાલજીભાઇ પટેલ, જયેશભાઇ દેસાઇના હસ્તે કરાશે અને રેડિયોલોજી વિભાગનું લોકાર્પણ ચંદુભાઇ વિરાણી, ધીરૂભાઇ મહેતાના હસ્તે અને પેથોલોજી વિભાગનું લોકાર્પણ મૌલેશભાઇ ઉકાણી અને મનસુખભાઇ પાણના હસ્તે કરાશે તેમજ ડાયાબીટીશ વિભાગનું લોકાર્પણ પદ્મશ્રી મથુરભાઇ સવાણી અને સત્યજીત કુમાર ખાચરના હસ્તે કરાશે. ઓપરેશન થિયેટરની લોકાર્પણ વિધી ઘનશ્યામભાઇ શંકર, મનહરભાઇ કાકડીયા, અરવિંદભાઇ પટેલ, ડી.ડી. પટેલના હસ્તે કરાશે.

ફાર્મસી વિભાગનું લોકાર્પણ મનહરભાઇ સાસપરા, મનસુખભાઇ દેવાણીના હસ્તે અને સ્ત્રી જનરલ વોર્ડનું લોકાર્પણ કેશુભાઇ ગોટી, કિશોરભાઇ વિરાણીના હસ્તે કરાશે તેમજ પુરૂષ જનરલ વોર્ડનું લોકાર્પણ મનજીભાઇ ધોળકીયા, મનસુખભાઇ કોરડીયાના હસ્તે તેમજ બાળકોના જનરલ વોર્ડનું લોકાર્પણ વેલજીભાઇ શેટા, શૈલેષભાઇ હિરપરાના હસ્તે કરાશે તેમજ સ્પેશ્યલ રૂમોના લોકાર્પણ ખોડાભાઇ બોઘરા, ભીખાભાઇ આંબલીયા, પ્રેમગીરી ગોસ્વામી, રમેશભાઇ વાછાણી, મનજીભાઇ ગજેરા, ગોગનભાઇ પાનસુરીયા, રામજીભાઇ હરસોડા, ખીમજીભાઇ ભાયાણી, રામજીભાઇ લીંબાસીયા, હીરજીભાઇ લુણાગરીયા, જાદવભાઇ કાકડીયા, વલ્લભભાઇ અસલાલીયાના હસ્તે કરવાનું આયોજન છે.  આ પ્રસંગે રાજસ્વી મહાનુભાવો, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા ઉપસ્થિત રહેશે.

મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ થનાર સેવાઓ

આ હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં મેડિસીન,સર્જરી, ઓર્થોપેડિક,ગાયનેક ,પીડિયાટ્રિક, સ્કિન, ડેન્ટલ, ઇ.એન.ટી. અને સુપર સ્પેશ્યલ વિભાગમાં, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી સર્જીકલ, યુરોલોજી, નેફરોલોજી, ઓનકોલોજી, ગેસ્ટ્રો, કેન્સર, રૂમેટોલોજી(વા) અને રેડિયોલોજી વિભાગમાં સીટી સ્કેન, એક્સ રે, સોનોગ્રાફી તથા આઇ.સી.સી.યુ. વિભાગમાં, ઝેરી દવા / સર્પ દંશ, હૃદય રોગ, પક્ષઘાત, જટીલ રોગની સારવાર ઓપરેશન થિયેટરમાં, કલાસ 100 લેમીનર મોડ્યુલર ઓપરેશન થિયેટર, સાંધા બદલવા, કેન્સર, પ્રોસ્ટેટ, હૃદય અને મગજની જટિલ સર્જરીઓ અને પુરૂષો તથા સ્ત્રીઓના જનરલ વોર્ડ / સ્પેશિયલ વોર્ડ સાથે 200 બેડની સુવિધા અદ્યતન ટેક્નોલોજીના સાધનો જેવા કે વેન્ટીલેટર, મોનિટર, સીરીઝ પમ્પ, એનેસ્થેસિયા વર્ક સ્ટેશન, એલ.ઇ.ડી.ઓ.ટી. લાઇટ, વોર્મર ફોટોથેરાપીની સુવિદ્યાઓ ઉપલબ્ધ રહેશે.

બદલતા ગુજરાતના આરોગ્યની ચિંતા વડાપ્રધાન કરી રહ્યા છે: ડો.ભરત બોઘરા

નિર્માણ પામેલ આ હોસ્પિટલ વિસે ડો.ભરત બોધરાએ જણાવ્યું હતું કે બદલતા ગુજરાતના આરોગ્યની ચિંતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કરી રહ્યા છે.

જસદણ, વિંછીયા અને સમગ્ર સૌરાષ્ટ્રમાં વસતા તમામ સમાજના નાગરિકોને મેટ્રો સિટી જેવી ઉત્કૃષ્ટ આરોગ્ય સુવિધાઓ વતનમાં જ મળી રહે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ અને સાધનો સાથેની આધુનિક હોસ્પિટલ તૈયાર થઇ ચુકી છે. કલ્પનાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે મેનેજીંગ ટ્રસ્ટી ડો. ભરતભાઇ બોઘરા, પ્રમુખ બાબુભાઇ અસલાલિયા અને ટ્રસ્ટી મંડળે દિવસ-રાત મહેનત કરી છે. ડો. બોઘરાના વ્યક્તિગત, પારિવારીક, વ્યાવસાયિક અને સામાજીક સંબંધોના લીધે અનેક દાતાઓએ આપણા વિસ્તારની આરોગ્ય સેવાઓ માટે અઢળક દાન આપ્યું છે જેના પરિણામે કોઇએ કલ્પના ન કરી હોય, એવી સુવિધા સભર હોસ્પિટલ નિર્માણ પામી છે. ડોક્ટર મિત્રો સાથેના નિકટ સંબંધોને લીધે નિષ્ણાંત અને અનુભવી ડોક્ટરોની આખી ટીમ તૈયાર કરી જેથી લોકોને રાહત દરે ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ અવિરત મળતી રહે. ભવિષ્યમાં આ આરોગ્ય ધામમાં હોસ્ટેલ સાથેની મેડિકલ કોલેજ રૂપી પીછું ઉમેરાશે જે આ વિસ્તારને ગૌરવ અપાવશે. આ વિસ્તારની શાન સમાન આ હોસ્પિટલનું લોકાર્પણ ભારતના યશસ્વી અને તપસ્વી વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ્ હસ્તે થશે.

સમગ્ર વિશ્વ જેની કાર્યશૈલીથી પ્રભાવિત છે અને જેને મળવા વિશ્વના નેતાઓ સદૈવ ઉત્સુક હોય છે એવા નરેન્દ્રભાઇ મોદી આ હોસ્પિટલના લોકાર્પણ માટે  આવી રહ્યા છે. જે સૌ માટે ગૌરવની વાત છે. મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા, કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોતમભાઇ રૂપાલા સહિતના અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ સમારોહની શોભા વધારશે. સૌ લોકોને આ લોકાર્પણ પ્રસંગમાં પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે. આવો સૌ સાથે મળીને આરોગ્ય ધામના લોકાર્પણ ઉત્સવની અનેરી ઉજવણી કરીએ તેમ કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોધરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.