Abtak Media Google News

‘મન કી બાત’ કાર્યક્રમને બુથો સુધી પહોંચાડવા માટે મહાનગર કક્ષાએ વિરેન્દ્રસિંહ ઝાલાને  વિધાનસભા 68માં અશોક લુન્નાગરીયા, 69માં પરેશ હુબલ, 70માં દીવ્યરાજસિંહ ગોહિલને અને 71માં રાજુભાઈ બોરીચાને જવાબદારી

અબતક,રાજકોટ

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી , મહામંત્રી જીતુ કોઠારી , કિશોર રાઠોડ , નરેન્દ્રસિંહ ઠાકુરે  દર માસના અંતિમ રવીવારે નરેન્દ્રભાઈ મોદી આ કાર્યક્રમ ઘ્વારા પોતાના વિચારો શેર કરે છે.આ કાર્યક્રમમાં લોકો પોતાના વિચારો રજુ કરે છે.દેશભરમાંથી બાળકો તથા અન્ય નાગરીકો પોતાના વિચાર વડાપ્રધાનને મોકલે છે . પસંદ કરેલા વિચારોને આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવે છે.

નરેન્દ્ર મોદી ’ મન કી બાત ’ ઘ્વારા લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરે છે.’મન કી બાત ’ નું આકાશવાણી અને દુરદર્શન ના તમામ નેટવર્કો પર પ્રસારિત કરવામાં આવે છે . વડપ્રધાન કાર્યાલય , સૂચના અને પ્રસારણ મંત્રાલય તથા દુરદર્શન સમાચારની યૂ – ટયુબ ચેનલો પર પણ ઉપલબ્ધ હોય છે . જે અંતર્ગત શહેરના તમામ વોર્ડના બુથમાં આવતીકાલે રવીવારે સવારે 11:00 કલાકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ મન કી બાત કાર્યક્રમ  યોજાશે.

પ્રદેશ ભાજપની યોજનાનુસાર મન કી બાત કાર્યક્રમને વધુને વધુ બુથોસુધી  પહોચાડવા માટે શહેર ભાજપ  પ્રમુખકમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ મહાનગર કક્ષાએ વિરેન્દ્રસિંહ ઝાલાને તથા વિધાનસભા  68માં અશોક લુણાગરીયાને,  69માં પરેશ હુંબલને  70માં દીવ્યરાજસિંહ ગોહિલને તેમજ 71માં રાજુભાઈ  બોરીચાને જવાબદારી સોપાઈ તેમજ તમામ વોર્ડમાં વોર્ડ પ્રભારી  વોર્ડ પ્રમુખ જવાબદારી સંભાળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.