વડાપ્રધાનનો ‘વટ’, વારાણસીમાં વિશાળ રોડ-શો: કાલે ફોર્મ ભરશે

‘રોડ-શો’ દરમિયાન ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન: ભાજપ અને સહયોગી પક્ષોના વરિષ્ઠ નેતાઓ, ૯ રાજ્યોના મુખ્યમંત્રીઓની ઉપસ્થિતી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી બે દિવસ તેમના સંસદીય મતક્ષેત્ર વારાણસીની મુલાકાતે જનારા છે. આવતીકાલે મોદી પોતાનું ઉમેદવારીપત્ર ભરનારા છે. ત્યારે ભાજપ દ્વારા તેમને આવકારવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે વારાણસીમાં મોદીના ભવ્ય ‘રોડ શો’નું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો દરમ્યાન ઠેર ઠેર વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવનાર છે. આ રોડ શો અને ઉમેદવારી પત્ર રજૂ કરતા સમયે ભાજપ દ્વારા ભવ્ય શકિત પ્રદર્શન કરવામાં આવશે. જેના ભાગરૂપે ભાજપ અને સહયોગી પાર્ટીઓનાં વરિષ્ટ નેતાઓ નવ રાજયોનાં મુખ્યમંત્રીઓ વગેરે ઉપસ્થિત રહેનારા છે.

વડાપ્રધાન મોદી આજ બપોરે વારાણસીની બે દિવસની મુલાકાતે પહોચનારા છે. જે બાદ સાંજે તેમનો ભવ્ય રોડ શો યોજનારો છે. મદન મોહન માલવીયાની પ્રતિમાને હાર તોરા કરીને મોદીના રોડ શોનો પ્રારંભ થશે.આશરે ૧૦ કીમીનો આ રોડ શો પાંચેક કલાક સુધી ચાલશે જે દક્ષાક્ષમેઘઘાટ પર પૂર્ણ થશે. આ ઘાટ પર બનાવવામાં આવેલા પ્લેટફોર્મ પરથી વડાપ્રધાન મોદી માં ગંગાની વૈદીકરીતે પૂજન અર્ચન કરીને ભવ્ય ગંગા આરતીમાં સામેલ થશે આ રોડ શો દરમ્યાન શહેરમાં બનાવવામાં આવેલા ૧૦૧ સ્થાનો પર વિવિધ જ્ઞાતિ સમાજો, સંસ્થાઓનાં પ્રતિનિધિઓ દ્વારા મોદીનું સ્વાગત કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીનો ‘રોડ શો’ દરમ્યાન દક્ષાક્ષમેઘ ઘાટની સીડીઓ હજારો દીપો પ્રગટાવવામાં આવનારા છે. ૨૦૧૪માં ચૂંટણી જીત્યાબાદ વડાપ્રધાન મોદી જાપાનના વડાપ્રધાન સાથે દક્ષાશ્વમેઘ ઘાટ પર આવ્યા ત્યારે જે રીતે ઘાટને શણગારવામાં આવ્યો હતો તેનાથી પણ ભવ્ય રીતે ઘાટને શણગારવામાં આવનારો છે. ઘાટ પર પરંપરાગત વેશભુષામાં રહેલા સાત પુજારીઓ દ્વારા ભવ્ય ગંગા આરતી ઉતારવામાં આવશે. આ પુજારીઓ સાતે રિધ્ધિ સિધ્ધિના સ્વ‚પમાં ૧૪ ક્ધયાઓ રહેશે આ ભવ્ય ગંગા આરતીનું દ્રશ્ય દેવ દેવાળી ઉત્સવ જેવું રહેશે તેમ ભાજપી આગેવાનોએ જણાવ્યું હતુ.

ભવ્ય ગંગા આરતી પૂર્ણ થયાબાદ દક્ષાશ્વમેઘ ઘાટની બાજુમાં આવેલા રાજેન્દ્ર ઘાટ પર બનાવવામાં આવેલા મંચ પરથી વડાપ્રધાન મોદી વારાણસીના મતદારોને સંબોધન કરનારા છે. આ ઘાટને પણ ભગવા રંગમાં રંગીને તેમાં બનારસના મંદિરો, કલા-સંસ્કૃતિનું ચિત્રણ કરવામાં આવ્યું છે. અહી વડાપ્રધાન મોદીની ૧૦૦ ફૂટ ઉંચુ કટ આઉટ લગાવવામાં આવ્યું છે. મોદીના આ ભવ્ય રોડ શોનું આયોજન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સંભાળી રહ્યા છે.

આવતીકાલે વડાપ્રધાન મોદી પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરશે આજના રોડ શો અને જાહેરસભા તથા આવતીકાલે મોદીના નામાંકન સમયે ભાજપ અને એનડીએના સહયોગી પક્ષોના વરિષ્ટ નેતાઓ નવ રાજયોનાં મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેનાર છે.

મોદીના આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જે નેતાઓ ઉપસ્થિત રહેનારા છે. તેમાં પંજાબના પુર્વ મુખ્યમંત્રીઅને અકાલીનેતા પ્રકાશસીંગ બાદલ, બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર, એલજેપી સુપ્રીમો અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, શિવસેના સુપ્રીમો ઉધ્ધવ ઠાકર, એઆઈડીએમકે, અસમ ગણ પરિષદ, અપનાદળ તથા પૂર્વોતર રાજયોમાં ભાજપના સહયોગી પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહેશે. ઉપરાંત, કેન્દ્રીય મંત્રીઓ સુષ્મા સ્વરાજ, નિર્મલા સીતારમન, નિતિન ગડકરી, પિયુષ ગોયલ, હેમા માલીની, જયાપ્રદા, મનોજ તિવારી, રવિકિશન, દિનેશલાલ નિરંહુઆ વગેરે પણ આ બે દિવસ વારાણસીમાં ઉપસ્થિત રહેનારા છે.

વિપક્ષના વડાપ્રધાન પદના સંભવિત ઉમેદવારો પર મોદીના આકરા પ્રહારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પાર્ટીમાં વડાપ્રધાન પદની ઇચ્છા રાખનાર નેતાઓ પર આકરો પ્રહાર કર્યો હતો. તેમણે પીએમ પદના સંભવિત ઉમેદવારો પર કટાક્ષ કરતા કહ્યું કે બધા આ હોટ સીટ માટે ઘુંઘ‚ બાંધીને તૈયાર થઇ ગયા છે. વડાપ્રધાને કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધી પર પરોક્ષ રીતે હુમલો કરતા કહ્યું કે જે લોકો દિવસમાં દસ વાર અરીસો જુએ છે અને વડાપ્રધાન બનવા ઇચ્છે છે.

તેઓ પોતાના લોકસભા વિસ્તારમાં આવતી વિધાનસભા સીટમાં જીતી શકવાની સ્થિતિમાં નથી. મોદીએ પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર કરતા કહ્યું કે જે નેતાઓની પાર્ટી ર૦ અથવા રપ સીટ પર ચુંટણી લડી રહી છે. તે પણ વડાપ્રધાન બનવા ઇચ્છે છે. તેમણે પશ્ચિમ બંગાળના કમરપાડામાં એક રેલીને સંબોધન કરતા કટાક્ષ કર્યા હતા. તેમણે ઉમેર્યુ હતું કે, ‘દરેક ઘુંઘ‚ બાંધીને તૈયાર થઇ ગયા છે’ વડાપ્રધાને મમતાને ‘સ્ટીકર દીદી’ પણ કહ્યું જે કેન્દ્રની કલ્યાણકારી યોજના પર પોતાના સરકારનું લેબલ ચીપકાવી દે છે.

મોદીએ આ પહેલા રાજયમાં ચુંટણી સભાઓમાં બેનર્જીને સ્પીડ બ્રેકર દીદી પણ કહ્યું હતું. જે રાજયના કેન્દ્રીય યોજનાઓમાં  કથિત રીતે અડચણો ઉભી કરે છે. રાણાઘાટમાં એક રેલીમાં મોદીએ કહ્યું કે, સ્પીડ બ્રેકર દીદી, સ્ટીકર દીદી પણ છે. તે લોકોને મફત વિજળી, કરિયાણું જેવી કેન્દ્રની યોજનાઓ પર સ્ટીકર લગાવીને દાવો કરે છે કે આ યોજનાઓ રાજય સરકારની છે.

વડાપ્રધાને પોતાની વિદેશી ટૂરને લઇની વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલી ટીકાઓનો જવાબ આપતા દાવો કર્યો કે તેમની ઘણી વિદેશ યાત્રાઓના કારણે જ ભારતના સામર્થ્યને વૈશ્વિક સ્તર પર સ્વિકારવામાં આવ્યું. નોંધનીય છે કે વિપક્ષ એવું કહીને મોદીની ટીકા કરતો આવ્યો છે કે વડાપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળમાં દેશના બદલે વિદેશમાં જ વધારે જોવા મળ્યા છે. વિપક્ષ દ્વારા પોતાની આ ટીકા પર મોદીએ દાવો કર્યો કે, પાંચ વર્ષ પહેલાની વાત છે જયારે ભારત માટે પોતાની વાત રાખવી મુશ્કેલ હતી જયારે હવે દુનિયા ભારત સાથે જ ઉભી છે.