Abtak Media Google News

આજકાલ સ્માર્ટફોનના ઉપયોગમાં ઘણો વધારો થયો છે. જેમાં ઈન્ટરનેટના બોહળા વપરાશના કારણે સ્માર્ટફોનના વપરાશમાં પણ ખુબ વધારો જોવા મળે છે. અત્યારે દરેક લોકો પાસે સ્માર્ટફોન છે. વધુ પડતા લોકો તેનો મોટા ભાગનો સમય તેમાં જ વિતાવે છે. ફોનના વધુ વપરાશના કારણે તેમાં ઘણી ટેક્નિકલ સમસ્યાઓ ઉભી થાય છે. જેમકે ફોનના વધુ ઉપીયોગથી ઘણી વાર તે ચોંટવા મંડે છે. તેની પાછળનું હકીકતનું કારણ બહુ ઓછા લોકોને ખબર હશે.

ફોનનો સ્પીડ ધીમી અથવા ચોંટવા લાગે તેની પાછળ મુખ્ય કારણ છે, સોશ્યલ મીડિયા એપ્લિકેશનો અને ઉચ્ચ ગ્રાફિક્સની રમતો. જે તમારા ફોનની મોટા ભાગની રેમ અને સ્ટોરેજ રોકી લે છે. ઘણી વાર આપણે ફોનમાં આવી કેટલીક એપ્સ ડાઉનલોડ કરીએ છીએ જેની ફોન હેન્ગ થઈ જાય છે. આ સમયે તમારે તે જાણવું ખુબ જરૂરી છે કે એ કઈ એપ્લિકેશન છે જે તમારા ફોનને હેન્ગ કરે છે. આ બાબતની માહિતી મેળવવા માટે તમારે નીચે આપેલી માહિતી મુજબ કરવાનું રહશે. જેથી તમને ખબર પડે કે કઈ એપ્લિકેશનએ તમારા ફોનમાં કેટલી રેમ અને સ્ટોરેજ રોકે છે.

પહેલા તમારે ફોનના સેટિંગ્સમાં જાવ, અને પછી સ્ટોરેજ અને મેમરી પર જાઓ.

તમે સ્ટોરેજ સૂચિમાં જોઈ શકશો કે તમારા ફોન પર કઈ એપ્લિકેશન છે. તે કેટલા સ્ટોરેજનો સંગ્ર કરે છે. દરેક ફોનમાં આ વિકલ્પ અલગ નામથી આપેલો હોય છે. સેમસંગ ફોનમાં ‘ડિવાઇસ કેર’ નામના ઓપ્શનથી આ વિકલ્પ આપવામાં આવે. તમારે મેમરી પર ક્લીક કરવાનું રહશે. અહીં તમેને એ બધી એપ્લિકેશન્સ જોવા મળશે જે તમારા ફોનનું સ્ટોરેજ અને બેટરીનો કેટલો વપરાશ કરે તે દેખાડશે.

Phone 1

અહીં તમને Clean Nowનો વિકલ્પ આપવામાં આવશે. તેના પર ક્લિક કરશો એટલે કોઈપણ એપ્લિકેશનો કેટલી જગ્યા રોકી છે તેની વિગત વાર માહિતી મળશે. જયારે તમે એ એપ્લિકેશનને બંધ કરશો તો સ્ટોરેજમાંથી તેટલી જગ્યા ફ્રી થઈ ગઈ હશે.

Phone 2

આ કર્યા પછી એક વાર બેક જાવ તો તમને બેટરીનો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરશો એટલે તમને બેટરીને ઓપ્ટિમાઇઝનો વિક્લપ મળશે. જેના પર ક્લિક કરવાથી તમારી બેટરીનો વપરાશ ઓછો થશે.

Phone 3

જો તમારા ફોનમાં કોઈ એવી એપ્લિકેશન્સ છે જે તમને ઉપીયોગ કરી રહ્યા નથી. તો પછી તેને અનઇન્સ્ટોલ કરો. આ કરવાથી તમારા સ્ટોરેજમાં જગ્યા વધશે અને ફોન ધીમો થવાની સમસ્યા પણ સમાપ્ત થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.