- કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખનું નામ જાહેર થયા બાદ યોજાયો કાર્યક્રમ
- કાર્યક્રમ બાદ કમલમ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરાયું
- ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં રહ્યા હાજર
દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માટે 50 જેટલાં ફોર્મ ભરાયા હતા. અને જે પૈકી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે સ્નેહલ ધારિયાનુ નામ જાહેર કરવામાં આવ્યું હતું. સર્વ સંમતિથી તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ તેમને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમ બાદ કમલમ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના ચૂંટણી અધિકારી યોગેન્દ્રસિંહ ગોહિલ, શબ્દશરણ તડવી, અરજણ રબારી, સાંસદ જશવંતસિંહ ભાભોર, મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, શૈલેષ ભાભોર, મહેન્દ્ર ભાભોર, મહેશ ભુરીયા રમેશ કટારા, માજી જિલ્લા પ્રમુખ શંકર અમલીયાર તેમજ અન્ય મહાનુભાવો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ માટે 50 જેટલાં ફોર્મ ભરાયા હતા અને જે પૈકી દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકે સ્નેહલ ધારિયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના ચૂંટણી અધિકારી યોગેન્દ્રસિંહ ગોહિલ, શબ્દશરણ તડવી, અરજણ રબારી, સાંસદ જશવંતસિંહ ભાભોર ગુજરાત રાજ્યના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, શૈલેષ ભાભોર, મહેન્દ્ર ભાભોર, મહેશ ભુરીયા રમેશ કટારા, માજી જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર તેમજ અન્ય મહાનુભાવો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કમલમ ખાતે દાહોદ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે સ્નેહલ ધરિયાના નામની જાહેરાત થતા સર્વ સંમતિથી તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાને બિરદાવી લીઘા હતા. આ કાર્યક્રમ બાદ મહાનુભાવો દ્વારા શાબ્દિક ઉદબોધન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જિલ્લા કમલમ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન થયું હતું અને આ રેલી જિલ્લા કમલમથી નીકળીને દાહોદ ગોધી રોડ ફ્લાયઓવેર થઈ બસ સ્ટેશન,સ્વામી વિવેકાનંદ સર્કલ, ભગીની સમાજ અને તળાવ થઈ અને ગોધરા રોડ પહોંચી હતી આ રેલી દરમિયાન દરેક વોર્ડના સભ્યોએ જિલ્લા પ્રમુખનું ઠેર ઠેર સ્વાગત કર્યું હતું.
અહેવાલ : અભેસિંહ રાવલ