Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે તેના આખરી તબક્કામાં છે ત્યારે ADRના રિપોર્ટ મુજબ ઘણી-ચોકાવનારી વિગતો સામે આવી છે.

ADR દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ બંને તબક્કામાં ફરીથી ચૂંટણી લડી રહેલા 126 ધારાસભ્યોની સરેરાશ મિલકત 10.57 કરોડ છે, જે 2017માં 7.86 કરોડ હતી એટલે કે 126 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિમાં 34 ટકાનો વધારો થયો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ અને બીજા તબક્કા બંને મળીને કુલ 1621 ઉમેદવારો મેદાને છે આ ઉમેદવારોની સરેરાશ આવક ₹3.58 કરોડ છે

રાજકીય પક્ષો દ્વારા રીપીટ કરાયેલા 126 ધારાસભ્યો માંથી 107 ધારાસભ્યોની મિલકતમાં વધારો થયેલો છે જ્યારે કુલ 19 MLA એવા પણ છે કે જેઓની સંપત્તિમાં ઘટાડો થયો છે

વિધાનસભાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો ભણેલા છે ?

વિધાનસભાની ચૂંટણી માટે 1621 ઉમેદવારો મેદાને છે જેમાંથી 61% એટલે કે 997 ઉમેદવારો ધોરણ 12 સુધી જ ભણેલા છે અને તેમાં પણ ચોકાવનારી વિગત એ છે કે ફક્ત 8.5% જ એટલે કે 138 જ મહિલા ઉમેદવારો છે. 104 ઉમેદવારો પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી ભણેલા છે જ્યારે 13 ઉમેદવારો એવા છે કે જેઓ ડોક્ટરેટની પદવી ધરાવે છે.

  1. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી છે જેઓની સંપત્તિ 2017ની પ્રમાણે 2022 સુધીમાં 721 ટકા વધી છે
  2. ભાજપના ધારાસભ્ય અર્જુન ચૌહાણની સંપત્તિ 2017 ના પ્રમાણે 573 ટકા વધી છે
  3. શૈલેષ ભાંભોર ની સંપત્તિમાં 2017 ના પ્રમાણે સંપતિમાં 481% નો વધારો થયો છે
  4. રમણલાલ પાટકર જેમની 2017 સંપત્તિની પ્રમાણે સંપતિમાં 335 ટકા વધારો થયો છે
  5. મહિલા ઉમેદવાર મનિષાબેન વકીલની સંપત્તિમાં 2017ની પ્રમાણે સંપતિમાં 308 ટકાનો વધારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.