જનતાને લાગ્યો સુખદ ઝાટકો….ઈંધણના ભાવમાં નોંધપાત્ર ઘટાડો

જનતાને મોટી રાહત: પેટ્રોલમાં લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલમાં રૂપિયા 7નો ઘટાડો

થોડા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. પેટ્રોલ ડીઝલની કિંમત આસમાને પહોંચીને લોકોને
ભાવ દઝાડે તેવી સ્થિતિ થઈ હતી. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આજે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. પેટ્રોલમાં લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલમાં રૂપિયા 7નો ઘટાડો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. મોદી સરકાર દ્વારા આ પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઘટાડો સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી પ્રજાને રાહત આપવામાં આવી રહી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટમાં લિટર દીઠ રૂપિયા 8 અને ડીઝલમાં રૂપિયા 6નો ઘટાડો કરી રહ્યા છીએ. તેને લીધે પેટ્રોલની કિંમત લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલ રૂપિયા 7 સસ્તુ થઈ જશે.

પેટ્રોલ અને ડીઝલ પર કેટલા રુપિયાની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી

પેટ્રોલ પર 8 રુપિયાની એક્સાઈઝ ડ્યુટી
ડીઝલ પર 6 રુપિયા

કેટલા રુપિયાનો ઘટાડો આવશે બન્ને ઈંધણમાં

એક્સાઈઝ ડ્યુટી ઘટાડાને કારણે પેટ્રોલમાં ભાવમાં 9.5 રુપિયા અને ડીઝલના ભાવમાં 7 રુપિયાનો ઘટાટો આવશે.

ગેસ સિલિન્ડરમાં પણ રાહત

આ સાથે વધુ એક રાહત આપતા મોદી સરકારે ગેસ સિલિન્ડર પર(12 સિલિન્ડર સુધી) પર 200 રૂપિયાની સબસીડી આપવાની જાહેરાત કરી છે. જેનો સીધો લાભ ઉજ્જવલા યોજનાના 9 કરોડ લાભાર્થીઓને થશે.