Abtak Media Google News

અગ્નિદેવની સાક્ષીમાં મંગળ મંત્રધ્વની સાથે જ્યારે નવદંપતી પ્રભુતામાં પગલા માંડી જન્મો-જન્માન્તરના સંબંધો બાંધવા જઇ રહ્યા હોય ત્યારે જેવી રીતે સુહાગ સાથેની પહેલી રાત્રી માટે મને શણગાર કરવામાં આવ્યો હોય તેમ કેટલીક જવાબદારીઓ, પડકાર અને અપેક્ષાઓ પણ સાજ શણગાર સજીને સામે બેઠી હોય છે. આજના ‘સો કોલ્ડ’ કહેવાતા મોર્ડન યુગમાં અર્બનાઇઝેશનની દોટ ચાલી રહી છે. આ યુગમાં સૌ કોઇ વ્યસ્ત એટલે ‘ચટ્ટ મંગની પટ્ટ બ્યાહ’ના કોન્સેપ્ટને કંકુ-ચોખા સાથે વધાવવામાં વડીલો પણ મોખરે હોય છે.

‘આપણી રૂઢીઓ કે’વી રણીયામણી…’ માં બરાબર સાસુ, પિતા બરાબર સસરા, સલાહકાર તરીકે જેઠ-જેઠાણી, મિત્ર તરીકે દેર-દેરાણી એના છોકરાઓ અને તમામ મોસાળ પક્ષ એકજ મોટી એવી ઓસરીમાં એકબીજાના ભિન્નભિન્ન વિચારો છતા એકજ છાપરામાં રહેતા… પણ આજે સફળતાના શિખરો, કારકિર્દી અને શિક્ષણ માટે કેટલાક પરિવારો ‘સુંદર માળા વિખેરાઇ ગયેલા મણકા’ જેમ વિખુટા પડી ગયા છે. એકતરફ વૃઘ્ધાશ્રમ વધવા લાગ્યા છે તો બીજી તરફ આજે રૂઢીઓ અને રિવાજો ભલે ઓછા થયા પણ સોશિયલ મીડિયાના સમયમાં આજે પણ વાર, તહેવારમાં દૂર રહેતા પરિવારજનો વિવિધ એપ્લીકેશન પર વીડિયોકોલ મારફતે પણ વડિલોના ચરણસ્પર્શ કરતા નજરે પડે છે.

જેને સાચા અર્થમાં સોશિયલ મીડિયાના સદઉપયોગ તરીકે ગણી શકીએ. પરણી ગયા પછી દંપતીના જીવનમાં વધુ પડકારો આવતા હોય છે. આપણી પેઢીમાં જનરેશન ગેપના કારણે બે વર્ગ છે. એક ભણેલા અને બીજા ગણેલા. હવે બન્નેની વિચારધારા, માનસીકતા અને રીતિ-ભાતિમાં ઘણા ફેરફાર હોય છે. હસ્તમેળાપને હૃદયમેળાપ બનાવવાની મથામણ એટલે લગ્નજીવન. એમાં ઘણાં વ્યવહારો સાચવવાની સાથે પારિવારીક જવાબદારીઓ પણ એટલી હોય છે. લગ્ન બાદ ફેમિલિ પ્લાનિંગ અને ત્યારબાદ બાળક આવતાની સાથે જ તેના નામકરણથી લઇ બાળક અંગ્રેજી માઘ્યમમાં ભણશે કે માતૃભાષામાં અભ્યાસ કરશે? આ પ્રકારના નિર્ણયો વાલીના નહીં પણ પરિવારના હોય છે. તો બજેટ પ્લાનિંગની તો અવગણના કરી જ ન શકાય. વળી આજે ‘સેપરેટ’ એટલે કે અલગ રહેતા પરિવારોનું પ્રચલિત છે અને લોકોએ ‘નાનુ કુટુંબ સુખી પરિવાર’ના સુત્રને ખરેખર ગંભીરતાથી લઇ લીધુ છે.

ટેકનોલોજી અને સામાજિક વલણોના ફેરફારોને કારણે આજનો યુવા વર્ગ શિક્ષણ અને કારકિર્દીને પ્રાધાન્યતા આપે છે. પણ શું લગ્ન બાદ કેરિઅર ખત્મ થઇ જાય છે.? લગ્નની વાતો અને પાત્ર પસંદગીનું શરૂ કરાયું હોય છે, સેલિબ્રીટી હોય કે આમ આદમી, આખરે તો માણસ! બાય ધ વે… લગ્ન બાદ તેના ખર્ચાઓની પ્લાનિંગ પણ ખુબજ જરૂરી બની રહે છે.

હસ્તમેળાપને હૃદયમેળાપ બનાવવા માટે જીવનની દોરી ઉપર નટ બજાણીયા માફક બેલેન્સ બનાવીને ચાલવુ પડે છે. તોજ લગ્નજીવનની ચાવી સફળતાના તાળાને ખોલી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.