Abtak Media Google News

ચાર લોકોને બચકુ ભરતા 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી

ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે તેવા સંજોગોમાં ખાસ કરીને જંગલી જનાવરો છે અને શેરીમાં રખડતા કૂતરાઓ છે તે કરડવાના બનાવો ચોમાસાની સિઝનમાં વધુ બનતા હોય છે અને કૂતરાઓને ખાસ કરી હડકવા પણ ચોમાસાની સિઝનમાં ઉપાડતા હોવાના પગલે દર વર્ષે જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન કુતરા કરડવાના બનાવો વધે છે.

ત્યારે બાવળા મેની ગામમાં હડકાયા કૂતરાએ હાહાકાર મચાવ્યો છે તેવા સંજોગો એક જ દિવસમાં ચાર લોકોને હડકાયું કૂતરું કરડ્યું છે જેને લઇને તાત્કાલિક પણે 108 ને ટીમનો સંપર્ક સાધવામાં આવતા 108 ની ટીમ ઘટનાઓને દોડી ગઈ છે મેણી ગામ ના ચાર લોકો ને  કુતરા એ હડકવા ના શંકજા મા  લીધા હતા જેમા ત્રણ ગામ લોકો ને નાની મોટી  ઈજા પહોચી હતી જ્યારે નિશાળેથી ઘરે આવી રહેલ એઈ 06 વરસની બાળકી દિવ્યાબેન ભરતભાઈ ભરવાઙ જેને મોઢાના ભાગે અને ઙાબા હાથના ભાગે કરઙતા બાળકી ગંભીર રીતે ઘવાયેલ હતી

ત્યારે ગામમાં એક સાથે ચાર લોકોને કૂતરું કરડતા ગામમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે આ મામલે તંત્રનો સંપર્ક સાધવામાં આવ્યો છે અને ત્યારબાદ આ કૂતરાને પાંજરે પુરવામાં આવે તેવી માંગણી પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે એક સાથે ચાર લોકોને કૂતરું કરડતા હાલમાં 108 ની ટીમ તાત્કાલિક કોણે ઘટના સ્થળે દોડી જઈ અને સારવાર શરૂ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.