Abtak Media Google News
સાયલામાં રૂ.25.65 લાખનો અને નાની મોલડીમાં રૂ.3.17 લાખના  વિદેશી દારૂ સાથે ઝડપાયેલા શખ્સ સામે કડક કાર્યવાહી

સુરેન્દ્રનગર જિલ્લાના  સાયલા અને નાની મોલડી પોલીસ ચોપડે  વિદેશી દારૂના ગુનામાં ચડી ચુકેલા  રાજકોટના  બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી વડોદરાની જેલ હવાલે કરવામાં આવી છે.

વધુ વિગત મુજબ ઝાલાવડમા દારૂ બંધીનો કડક અમલ કરવા અને  બુટલેગરો સામે કડક હાથે કામગીરી કરવા એસ.પી.  હરેશ દુધાતે  આપેલી સુચનાના પગલે મુળ ચોટીલા તાલુકાના ગુંદા ગામનો   અને હાલ રાજકોટના કુવાડવા રોડ પર આવેલા છપ્પનીયા વિસ્તારમાં રહેતો રાજુ ઉર્ફે ગડ્ડો શિવા માધા પરાલીયા નામના શખ્સ સામે  સાયલા અને નાની મોલડી પોલીસ મથકના ચોપડે  રૂ.28.82 લાખના દારૂના ગુનામાં ચડી ચુકયો છે. તેની પાસે કરેલી પાસાની  દરખાસ્તને જિલ્લા કલેકટરએ મંજુરીની મહોર મારતા જે વોરંટની એલ.સી.બી.ના સ્ટાફે બજવણી કરી રાજુ ઉર્ફે   ગડ્ડો શીવાની  અટકાયત કરી વડોદરા જેલ  હવાલે  ધકેલવામા આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.