Abtak Media Google News

બ્લુ રીબન સેરેમની એન્ડ એડવાન્ટેજ સમિટ અંતર્ગત બેંકીંગને લગતા વિવિધ આયોજનો હાથ ધરાયા: રાજ બેંકને એવોર્ડ એનાયત થવાની ઘટના ગુજરાત માટે ગૌરવ સમાન ગણાવાય

“બેંકો મેગેઝીન અને “ગેલેકક્ષી ઇનમા દ્વા૨ ગોવા, કલંગુટ મુકામે રીયો રીસોર્ટમાં ૩-દિવસના “બ્લુ રીબન સેરેમની એન્ડ એડવાન્ટેજ સમીટનું આયોજન ક૨વામાં આવ્યું. સમીટના અંતમાં ભા૨તભ૨ની કો-ઓપરેટીવ બેંકોને અલગ-અલગ કેટેગરીમાં સને ૨૦૧૮-૧૯ ના વર્ષ માટે બેસ્ટ પ૨ર્ફોમન્શનો અવોર્ડ એનાયત ક૨વામાં આવ્યા હતા. આ પ્રતિષ્ઠા ભર્યા એવોર્ડમાં માટે પપ૦ થી વધુ અર્બન બેંકોના નોમીનેશન થયા હતા. જયુરી ટીમે અલગ-અલગ કેટેગરીમાં સારી અને બેંકની વિકાસલક્ષી પ્રવૃતિમાં શ્રેષ્ઠ પ૨ર્ફોમન્સ હાંસલ કરનારને એવોર્ડ માટે સીલેકટ કરી હતી. જેમાં ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપ. બેંક લી., રાજકોટ ને પ્રથમ એવોર્ડ એનાયત ક૨વામાં આવ્યો હતો.

સહકારી ક્ષત્રેનું રાષ્ટ્રીય ક્ક્ષાના એવીયેસ પબ્લીકેશન-કોલ્હાપુ૨થી પ્રસિધ્ધ થતા બેંકો મેગેઝીન અને ગેલેકક્ષી ઇનમા પબ્લીક, પ્રાઇવેટ અને કો-ઓપરેટીવ સેકટ૨માં હરીફાઇ અને પડકારોના  પ્રવર્તમાન સમયમાં ઉત્તમ કસ્ટમ૨ સર્વિસ કેમ પુરી પાડી શકાય તેમજ કો-ઓપરેટીવ બેંકોની વર્કીંગ પ્રોસેસની ચકાસણી અને કઇ જગ્યાએ ત્રુટીઓ છે તે અંગે ધ્યાન દોરે છે અને બેંકની કામગીરી આ૨.બી.આઇ.ના માર્ગદર્શિકા, બેંકની પોલીસી વિગેરેને ધ્યાનમાં રાખી ક૨વામાં આવે છે કે કેમ? તે બાબતો ચેક કરી સુચનો કરે છે. તેના દ્વારા ભા૨તભ૨ની કો-ઓપરેટીવ બેંકો પાસેથી બેંકીંગ ફાઇનાન્સીયલ  વિગતો સાથે નામાંકનો માંગવામાં આવ્યા હતા.

આ નામાંકન સાથે બેંકોના તમામ પ્રકા૨ની નાણાંકીય પિ૨સ્થીતી અને પાસાઓનું મુલ્યાંકન બેંકીંગ ક્ષેત્રના તજજ્ઞ ક૨તા હોય છે. આ જયુરી ટીમમાં રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના પૂર્વ અધિકારીઓ અને દેશની પ્રથમ હરોળની કલ્યાણ જનતા બેંકના સી.ઇ.ઓ. અતુલ ખીલવાડક૨ હતા. જયુરી પેનલ બેંકોના તમામ પાસાઓ ચકાસી ૭૦%થી વધારે માર્કસ મેળવતી બેંકોને એવોર્ડ એનાયત કરે છે. જેમાં દેશભ૨ની બેંકોએ કરેલા નામાંકનમાંથી ઉત્કૃષ્ટ પરિણામલક્ષી કામગીરી ક૨વા બદલ આ૨.સી.સી. બેંકની પ્રથમ પસંદગી ઉતારી હતી તે માત્ર રાજકોટની નહીં સમગ્ર ગુજરાત માટે ગૌ૨વ સમાન છે. આ ઐતિહાસિક એવોર્ડ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ અધિકારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાગવતજીના હસ્તે એવોર્ડ એનાયત ક૨વામાં આવ્યા. તેમની સો બેંકો મેગેઝીનનાં ચીફ એડીટ૨ અવિનાશ સિન્થ્રે તેમજ ગેલેક્સી ઇનમાના ડિરેકટ૨ અશોક નાયક ડાયસ ઉપ૨ ઉપસ્થિત રહ્યાં હતા.

ગોવાની પંચતા૨ક હોટલમાં આ ઐતિહાસિક એવોર્ડ કાર્યક્રમમાં બેંકના ચે૨મેન એમ.ડી. મનસુખભાઇ પટેલ, બીનાબેન કુંડલીયા, સીઈઓ જન૨લ મેનેજ૨ પુરૂષોત્તમ પીપરીયા અને ડેપ્યુટી જન૨લ મેનેજ૨ પ્રકાશ શંખાવલા હાજ૨ ૨હ્યાં હતા. એવોર્ડ કાર્યક્રમ સાથે સાથે બેંકીંગ ને લગતા વિષ્ાયો ઉપ૨ બે દિવસ તાલીમ પણ રાખવામાં આવી. જેમાં દેશભ૨માંથી ફાઇનાન્સીયલ મેનેજમેન્ટ ક્ન્સલ્ટન્ટ, કો૨ બેંકીંગ સોલ્યુશનના તજજ્ઞો તેમજ પ્રવર્તમાન સમયમાં ફાઇનાન્સીયલ સેકટ૨ના સળગતા પ્રશ્ર્નો તા  સાયબ૨ સીક્યુરીટીના વિષય ઉપ૨ તજજ્ઞોએ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું જો કે, એન.પી.એ.ના વિષયો ઉપ૨ ખુલ્લી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દેશના બેંકોના પ્રતિનિધિઓમાંથી માત્ર પાંચ પ્રતિનિધિને બોલાવવામાં આવ્યા હતા. તે પૈકી સીલેકશન ટીમે ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપ. બેંક લી.ના ડેપ્યુટી જન૨લ મેનેજ૨ પ્રકાશ શંખાવલાને પેનલ ડિસ્કશન માટે ડાયસ ઉપ૨ આમંત્રીત કર્યા હતા. પેનલ ડિસ્કશનના અંતે ઉપસ્તિથીએ તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા. એન.પી.એ.ના ચર્ચાયેલ મુદાઓને વધુ ઉંડાણ પૂર્વક ચર્ચા ક૨વા પીપરીયાને જણાવતા તેમણે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ એવોર્ડ બેંકના પૂર્વ ચે૨મેન જયંતિભાઇ કુંડલીયાના ચ૨ણોમાં અર્પણ કરી બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ સહીત તમામ કર્મચારીઓમાં હર્ષની લાગણી વ્યકત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.