Abtak Media Google News

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે, રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RGST) રવિવારે 14 કલાક માટે ઉપલબ્ધ રહેશે નહીં. RBIએ જણાવ્યું હતું કે સિસ્ટમ મજબૂત બનાવવા માટે ટેક્નિકલ અપગ્રેડ કરવી પડશે, જેના કારણે આ સુવિધા બંધ રાખવામાં આવશે. RBIએ કહ્યું કે આ સુવિધા 18 મી એપ્રિલ રવિવારે 12 AMથી બપોરે 2 PM સુધી ઉપલબ્ધ રહેશે નહીં.

 


RBIએ વાતને સ્પષ્ટ કરતા કહ્યું છે કે, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર(NEFT)ની સુવિધામાં કોઈ ખલેલ નહીં પડે, એ રાબેતા મુજબ ચાલુ રહશે. RBIએ કહ્યું, ‘ટેક્નિકલ અપગ્રેડ માટે રવિવારે ફક્ત RGSTની સેવા 14 કલાક પૂરતી બંધ કરવામાં આવશે.

RTGSની સુવિધા
RTGS સુવિધાનો ઉપયોગ રૂપિયા ટ્રાન્સફર માટે થાય છે. તે NEFT જેવું જ છે. આ સુવિધા દ્વારા તમારા રૂપિયા સરળતાથી એક એકાઉન્ટથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છે. RTGS ખાસ કરીને તે ગ્રાહકો માટે છે જે મોટા ઉદ્યોગો સાથે સંકળાયેલા છે અને મોટા પ્રમાણમાં પૈસા ટ્રાન્સફર કરે છે. કોઈપણ આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. આ સુવિધા ઓછામાં ઓછી 2 લાખ રૂપિયાના ટ્રાન્સફરથી લઈ અનલિમિટેડ રકમ સુધી ઉપીયોગ કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.