Abtak Media Google News

ભારતની દિશા અને દશા બદલાવનારા આર્થિક સુધારણાને તાજેતરમાં 30 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે હવે ટકાઉ અને સર્વાંગી વિકાસ માટે આગામી 3 દાયકાની ભારતની રણનીતિ કેવી હોવી જોઈએ..? તે અંગે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ મહત્વના પાંચ મુદ્દા પર ધ્યાન આપવા પર ભાર મુક્યો છે જે નીચે મુજબ છે.

  1. મધ્યમ વર્ગીય 100 કરોડ લોકોની જરૂર !!

    આર્થિક સુધારાથી અર્થતંત્ર દસ ગણું જરુંરૂ થયું છે. પરંતુ હજી સુધી, આર્થિક સુધારાથી ભારતીય લોકોને સમાનપણે લાભ મળ્યો નથી. ભારતનું વિકાસનું મોડેલ એવી રીતે બનાવવાની જરૂર છે કે ગરીબ વર્ગને મજબુત બનાવી શકાય. કોઈપણ દેશની સમૃદ્ધિ ત્યારે વધે છે જ્યારે તેનું બજાર મોટું હોય. આવી સ્થિતિમાં ભારત સાથેની સૌથી અદ્ભુત વાત એ છે કે અહીંનું સ્થાનિક બજાર વિશાળ છે. આપણે લગભગ 1 અબજ એટલે ઓછામાં ઓછી 100 કરોડની મધ્યમ વર્ગની વસ્તી બનાવવાની જરૂર છે. જે માંગમાં વધારો કરશે. આને કારણે યુવાનો અને મહિલા ઉદ્યમીઓનું સર્જન થશે. વિદેશથી પણ રોકાણ વધશે. ઉદારીકરણ પહેલાં આ શક્ય ન હોત, પરંતુ આજે શક્ય છે.

  2. ટેકનોલોજી થકી વધુ શ્રેષ્ઠ ભારત બનાવી શકશું

    આ ટેકનોલોજીનો યુગ છે. વિશ્વ આગામી 30 વર્ષમાં ભૂતો ન ભવિષ્યતિ જેવા પરિવર્તન જોશે, જે છેલ્લા 300 વર્ષોમાં ન બન્યું હોય. પ્રથમ બે ઔધોગિક ક્રાંતિમાં, ભારતે કંઇક વિશેષ કરવાની તક ગુમાવી પણ હવે ત્રીજી અને ચોથી ઔધોગિક ક્રાંતિના નેતા બનવાની તક છે. તકનીકીની મદદથી ઉદ્યોગ સાહસિકો પણ તેમના ઉત્પાદનમાં વધારો કરી શકે છે. તેનાથી માત્ર મોટી કંપનીઓને ફાયદો થશે જ નહીં, પરંતુ કૃષિ અને એમએસએમઇને પણ ફાયદો થશે. 2050 સુધીમાં ભારતની વસ્તી 64 અબજ થઈ શકે છે. આવી સ્થિતિમાં તકનીકીની મદદથી વધુ શ્રેષ્ઠ ભારત બનાવી શકાય છે, જેમાં દરેકને સમાન તક મળશે.

  3. શિક્ષણ પદ્ધતિ સુધારી સંશોધન કેન્દ્રોમાં વધુ રોકાણ કરવાની જરૂર

    ભારતે હવે રોકાણકારોનો દેશ બનવાની જરૂર છે. ભારત અત્યાર સુધી લો-ટેક પ્રવૃત્તિઓમાં નવીનતા લાવતું રહ્યું છે, પરંતુ હવે તેને હાઇ ટેક ટૂલ્સથી બદલવાની જરૂર છે. આ કરવાથી વૃદ્ધિ થશે. આ રીતે ઉત્પાદનો અને સેવાઓ નિકાસ કરી શકાય છે, જેના કારણે વિકસિત દેશોની સંપત્તિ ભારતમાં આવશે. આ માટે જરૂરી છે કે આપણે આપણી શિક્ષણ પદ્ધતિ સુધારીએ, જેથી બાળકોની કુશળતા વધે. આપણે આપણી યુનિવર્સિટીઓ અને સંશોધન કેન્દ્રોમાં વધુ રોકાણ કરવાની જરૂર છે.

  4. સંપત્તિનો અર્થ માત્ર અર્થઉપાર્જન નહીં, ખુશી જ ખરું ધન

    પણે સંપત્તિનો અર્થ બદલવાની જરૂર છે. હાલમાં, સંપત્તિ ફક્ત વ્યક્તિગત અને નાણાકીય દ્રષ્ટિએ જ જોવામાં આવે છે. આપણે સાચી સંપત્તિની અવગણના કરી છે જે બધા માટે શિક્ષણ છે, બધા માટે આરોગ્ય છે, બધા માટે રોજગારી છે, બધા માટે ઘર છે, બધા માટે સલામત વાતાવરણ છે. સરળ શબ્દોમાં કહીએ તો, દરેક માટે ખુશીની જરૂર છે.

  5. વસૂદૈવ કુટુંબકમની ભાવના વિકસાવી જરૂરી

    ભારતમાં સંપત્તિ ઉભી કરવા માટે ખુદ ઉદ્યોગસાહસિકતાની ફરી કલ્પના કરવાની જરૂર છે. આવતી કાલનો સફળ વ્યવસાય ભાગીદારી અને પ્લેટફોર્મ એ જ હશે જે સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપશે. એટલે કે, ભાગીદારો અને રોકાણકારો એમ બધાએ સાથે મળીને સમાન લક્ષ્ય માટે કામ કરવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.