ધી ગ્રાન્ડ ઓસ્ટ્રેલિયન રાઈડની 16000 કીમીની સફર સર કરવાનો કિર્તીમાન સ્થપાયો મુળ રાજકોટના જતીન કોટેચાના નામે

 

  • 50 દિવસની પડકારજનક પ્રવાસ સાથે સદગુરૂ જગ્ગીના સેવ સોઈલનો આખા ઓસ્ટ્રેલીયામાં કર્યો
  • પ્રચાર: મેલબોર્નના શિવ વિષ્ણુમંદિરેથી શરૂ થયેલી આ સફર 50માં દિવસે મંદિરમાં જ  કરી પૂર્ણ

જયા વસે  ગુજરાતી ત્યાં વસે ગુજરાત  ગુજરાતીઓના સાહસને કોઈ ન પહોચે મુળ રાજકોટના યુવાને  વિશાળ  ઓસ્ટ્રેલીયામાં 16000 કિલોમીટરની  બાઈક સફર કરી ગ્રાન્ડ ઓસ્ટ્રેલીયન રાઈડનો ખિતાબ  જીત્યો છે. આ સફરમાં ભારતીય સાહસીકે  ભારતીય બનાવટની બાઈકના સથવારે  આખુ ઓસ્ટ્રેલીયા  સર કરી  બેવડી સિધ્ધી પ્રાપ્ત કરી છે.

મુળ રાજકોટના અને હાલ મેલબોર્ન સ્થિત જતિન અશોકકુમાર કોટેચાએ તાજેતરમાં સમગ્ર ઓસ્ટ્રેલિયાનો બાઈક ઉપર પ્રવાસ ખેડી ” ગ્રાન્ડ ઓસ્ટ્રેલિયન રાઈડ ’ પુર્ણ કરી છે . ઓસ્ટ્રેલિયાની આસપાસ એક અદભુત સોલો મોટરસાયકલ સાહસ કરી તેણે 50 દિવસમાં 16,000 કિલોમીટરથી વધુની સવારી કરીને ઓસ્ટ્રેલિયાના તમામ રાજયો અને રાજધાની શહેરોને એક જ પ્રવાસમાં આવરી લીધા . જતિનભાઈએ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તેના પ્રવાસનું ઝીણવટપર્વક આયોજન મેલબોર્નથી શરૂ કરી અને ઘડીયાળની દિશામાં  ભૌગોલિક દુષ્ટીએ ઓસ્ટ્રેલિયા એક વિશાળ દેશ હોવાથી , હવામાન પરિસ્થિતિઓ ગરમી અને ભેજ , ભારે વરસાદ અને પવન , અતિશય ગરમી ( 40 ડિગ્રી સુધી ) થી ઠંડકની સ્થિતિ ( શુન્ય ડીગ્રી તાપમાન ) , કાળો બરફ અને ધુમ્મસ સુધીની છે . આ બધી પરિસ્થિતિઓનો તેમને એક જ પ્રવાસમાં સામનો કરવો પડયો હતો . આટલી વિશાળ બાઈક રાઈડ એકલા કરવાના તેમના મિશનની સફળતા માટે રૂટનો વ્યાપક અભ્યાસ કરી અને યોગ્ય ગિયર અને સાધનોન વહન કરવું અનિવાર્ય હતુ . 12  મહિનાના સમયગાળા દરમિયાન , માત્ર એક ખુબ જ નાની વિંડો એટલે કે ટુંકો ગાળો હોય છે જયારે સમગ્ર દેશને આવરી લેતી આ સફર એક જ વારમાં કરી શકાય છે.

જતિનભાઈએ તેનું શાળાકીય શિક્ષણ રાજકુમાર કોલેજ રાજકોટમાંથી પુર્ણ કર્યુ અને લંડનની મિડલસેકસ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા . તે ટ્રાવેલિંગ , રાઈડીંગ , મોટરસાઈલ , કલાઈમ્બીંગ માઉન્ટેન્સ અને સ્કીંઈગનો શોખ ધરાવે છે . વ્યવસાયે એક વેપારી , જતીન તેના દાદા સ્વ . ડાયાભાઈ કોટેચા ના નકસેકદમ ચાલી ઓસ્ટ્રેલીયાના મેલબોર્નમાં આવાસ ક્ધસલ્ટન્ટસ પ્રોપર્ટી ડેવલોપમેન્ટના વ્યવસયામાં ખુબ મોટુ નામ ધરાવે છે .

જિતનભાઈના જણાવ્યા મુજબ જયારે આ સાહસિક પ્રવાસ માટે પસંદગીની મોટરબાઈક નકકી કરવાની વાત આવી ત્યારે આ નિર્ણયમાં ઘણો વિચાર અને લાગણીઓનું રોકાણ કરવામાં આવ્યુ હતું . તમામ પરિબળો ચકાસી તેમણે આખરે   રોયલ એનફિલ્ડ હિમાલયન  બાઈક નકકી કરેલ રોયલ એનફિલ્ડ હિમાલયન એ એક સરળ મિકેનિઝમ સાથે મજબુત બાઈક છે તથા ન્યૂનતમ ઈલેકટ્રોનિકસ સામેલ હોવા સાથે આઉટબ્રેકમાં ખોટ થઈ શકે તેવી ઓછી વસ્તુઓ હતી , જે બ્રેક ડાઉનની મુશ્કેલીથી બચાવે છે પરંતુ સૌથી અગત્યનું પરીબળ એ હતુ કે આ ભારતીય બ્રાન્ડ હોવાથી બાઈક તેના હૃદયની નજીક છે. કેટલાક દાયકાઓ પહેલા કોઈએ ઓસ્ટ્રેલિયાની આસપાસ રોયલ એનફિલ્ડ લીધું હતું , તે સમયે બ્રાન્ડ બ્રિટીશ હતી અને સવારી કરનાર વ્યકિત બ્રિટીશ હતી. આજે આ પ્રખ્યાત બ્રાન્ડ ભારતીય છે અને તે જ રીતે આ કઠીન સવારી કરનાર વ્યકિત પણ ભારતીય છે. આટલા વિશાળ દેશને મોટરબાઈક પર જોવાનો ” ગ્રાન્ડ ઓસ્ટ્રેલિયન રાઈડ ” આવી એક અદભુત અને યાદગાર અનુભવ રહયો હોવાન જતિનભાઈ જણાવે છે.

દરરોજની સવારી 300-500 કિલોમીટરની હતી જેમાં સૌથી લાંબી સવારી 640 કિલોમીટરની હતી . ફયુઅલ સ્ટેશનો દુર – દુર હોવાથી જતિનભાઈ પાસે કયારેક પેટ્રોલ પણ સમાપ્ત થઈ જતુ તો પગપાળા ચાલી કોઈની મદદ લેવાનો પણ સમય આવેલ અને તે પણ ઓસ્ટ્રેલિયાના એટલા અંતરીયાળ ભાગોમાંથી પસાર થવું પડે જયાં જોજનો સુધી એક પણ માણસ જોવા મળતા ન હતા . જતિનભાઈએ જગી સદગુરૂજી દ્વારા ” જફદય ઝવય જજ્ઞશહ ” માટી બચાવો અભિયાનને સમર્થન આપી તેમના પોસ્ટરો અને સ્ટીકરો લઈને ઝુંબેશની માહિતી છાપી ઓસ્ટ્રેલિયાના તમામ પ્રાદેશિક વિસ્તારોમાં આ વાત ફેલાવી . તેઓ આ ઝુંબેશને ટેકો આપી સમગ્ર ઓસ્ટ્રેલિયામાં વિસ્તૃત પ્રચાર કરી નેક કાર્યના સહભાગી થયા . ગુજરાતી વૈષ્ણવ હોવાથી શુધ્ધ શાકાહારી વ્યકિતને પશ્ચિમી દેશમાં આટલી લાંબી મંજીલ પાર પાડવામાં શાકાહારી ભોજન મળી જવૂ તેમાં કુદરતનો સાથ સાંપડયો હોવાનું જતીનભાઈ જણાવે છે .

“ગ્રાન્ડ એકસ્પેડ  ધી ગ્રાન્ડ ઓસ્ટ્રેલિયન રાઈડ” ની સમાપ્તિ પર , જતિનભાઈ તેના પ્રારંભિક બિંદુ પર પચાસમાં દિવસે પરત ફર્યા ત્યારે મેલબોર્નમાં સ્થાનિક શિવ વિષ્ણુ મંદિર ઉપર જતિનભાઈનુ તેના પરિવાર અને મિત્રો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યૂ, ભારતીય તરીકે ભારતીય બનાવટના બાઈક ઉપર ભારતમાં શરૂ થયેલ ” જફદય ઝવય જજ્ઞશહ” અભિયાનને સમગ્ર ઓસ્ટ્રેલિયામાં પ્રચાર કરી જતિનભાઈ વિદેશની ધરતી પર ભારત અને ભારતીયોને ગૌરવ અપાવતા રહે તેવી અવિરત શુભેચ્છાઓ વરસી રહી છે .