Abtak Media Google News

શ્રાવણ માસ ભગવાન શિવનો પ્રિય મહિનો માનવમાં આવે છે આ માસમાં હિન્દુ શાસ્ત્ર પ્રમાણે મોટા ભાગના વ્રત આવે છે. નાગ પાંચમ પણ આ માસમાં આવે છે. આ વ્રત ભગવાન શિવનું સૌથી પ્રિય છે કારણકે નાગ દેવતા ભગવાન શિવનું એક આભૂષણ છે જે ગળામાં પેહેરે છે. આ વ્રતનું મહત્વ પણ કઈક અલગ છે.

શ્રાવણ મહિના ના મધ્ય દિવસે આ વ્રત આવે છે. આ દિવસે ઘરના મોટા ભાગના લોકો વ્રત કરે છે. આ દિવસે કોઈ દૂધની બનેલી વસ્તુ ખાતા નથી અને નાગ દેવતાને દૂધ ધરાવે છે, નાગ દેવતાને નાગલો ચડાવે છે અને ધૂપ આપે છે. હિન્દુ ધર્મ અનુશાર નાગ ને દેવતાનું મહત્વ આપેલ છે કારણકે તે શિવનું પ્રિય છે.

આ વ્રતની બીજી એ  માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં કાળિયા ત્રાસથી ગોકુળવાસી ને મુક્ત કરિયા હતા સાથે જમુનાનું જળ કાળિયાના ઝેર થી શુદ્ધ કર્યું હતું તેથી આ દિવસને નાગ પાચમી તરીકે માનવામાં આવે છે.

Kalsarp Dosh 4921812 835X547 M

આ દિવસનું  ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ : 

આ દિવસે પરિવારના લોકો પોતના પરિવારના હેત અને સુખ માટે નાગ દેવતાની પુજા કરે છે. એવું માનવામાં આવે છે કે નાગ એક એવું પ્રાણી છે જે માણસના ચેહરા ભૂલી શકતું નથી જ્યારે માણસથી અજાણતા નાગને હાનિ પહોંચે છે ત્યારે નાગ તેનો બદલો લે છે અને નુકશાન પોહચાડે છે.

એક માન્યતા મુજબ કાલ સરપ દોષથી બચવા માટે નાગ દેવતાને દૂધ અને ચોખા અર્પણ કરવાથી આગળની બધી આફતમાંથી રાહત મળે છે.

વૈજ્ઞાનિક રીતે ભગવાન શિવ અને નાગ દેવતાને દૂધ એટલ અર્પણ કરે છે કારણકે ધરતી ગરમ હોવાને લીધે ભૂકંપ આવે છે, ભૂકંપ ઘટી જય તે માટે ભગવાન શિવ અને નાગ દેવતાને દૂધ ચડાવે છે જે સીધું ધરતીમાં અંદર ઉતરે છે અને ઠંડક આપે છે.

આ દિવસે કોઈ તાવડો મુક્ત નથી એટલે કે તળેલું ખાતા નથી આ દિવસે લોકો સાદું ભોજન લે છે જેમાં મગ, બાજરાનાં રોટલા, લીલા શાકભાજીનો સમાવેશ થાય છે જેથી શરીરમાં લોહીનું પરીભ્રમણ સારી રીતે થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.