Abtak Media Google News

જસ્ટીસ ડી.એ. મહેતા તપાસ પંચે સંપૂર્ણ તપાસ અહેવાલ સુપરત કરતા હવે આગળની કાર્યવાહી અંગે મુખ્યમંત્રી લેશે નિર્ણય

અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગત નવેમ્બર  માસમાં લાગેલી આગમાં અનેક લોકોના દુ:ખદ મોત નિપજયા હતા. આ ઘટના બાદ દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા રાજય સરકારની જોરદાર ઝાટકણી કાઢવામાં આવી હતી. જેના પગલે રાજય સરકાર દ્વારા કમિશન ઓફ ઈન્કવાયરી એકટ હેઠળ ગુજરાત હાઈકોર્ટના નિવૃત ન્યાયધીશ ડી.એ. મહેતાની અધ્યક્ષતામાં એક તપાસ પંચની રચના કરવામાં આવી હતી. આ તપાસ પંચે ચાર મહિના સુધી ઝીણવટ ભરી તપાસ કર્યા બાદ ગઈકાલે સાંજે  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને તપાસ અહેવાલ સોંપ્યો હતો. આ તપાસ અહેવાલના આધારે હવે રાજય સરકાર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીને ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધિશ જસ્ટીસ  ડી.એ. મહેતાએ અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગ દુર્ઘટનાઓના તપાસ અહેવાલ ગાંધીનગરમાં સુપ્રત કર્યા હતા

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ગત ઓગસ્ટ મહિનામાં અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં તેમજ નવેમ્બર માસમાં રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનાઓની તપાસ માટે કમિશન ઓફ ઇન્કવાયરી એકટ અન્વયે ગુજરાત હાઇકોર્ટના નિવૃત જસ્ટીસ  ડી.એ. મહેતા તપાસ પંચની નિમણૂંક કરી હતી*.

હાઇકોર્ટના નિવૃત જસ્ટીસ  ડી.એ. મહેતાએ પોતાના આ તપાસ પંચના તપાસ અહેવાલ આજે મુખ્યમંત્રીને સુપ્રત કર્યા હતાકાયદા રાજ્ય મંત્રી  પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ  અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, ગૃહના અધિક મુખ્ય સચિવ  પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  એમ. કે. દાસ તેમજ કાયદા સચિવ  વ્યાસ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.