Abtak Media Google News

યુનિવર્સિટીની લેબોરેટરીમાં કરાયેલુ આ સંશોધન વિશ્ર્વ પ્રતિષ્ઠિત સામાયિક એકટા મટિરીયામાં પ્રસિદ્ધ: મટિરિયલ્સમાંથી ડિવાઇસીઝ બનાવી નવા પ્રકારના સેન્સરો બનાવાશે

સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીના ભૌતિક શાસ્ત્ર ભવનના સંશોધકોએ અનેરિ સિઘ્ધી હાંસલ કરી છે. જેમાં ઉષ્ણાતામાનાં ફેરફારોને સુક્ષ્મતાથી માપી શકાય તેવા મટીરિયલનું સંશોધન સંશોધકોએ કરી વિશ્ર્વ ફલક પર છવાયું છે. યુનિવસીર્ટીની લેબોરેટરીમાં કરાયેલું આ સંશોધન વિશ્ર્વ પ્રતિષ્ઠીત સામાયિક એકટા મટિરીયા માં પરિષદ થયું છે. જેમાં મટિરિયલ્સમાંથી ડિવાઇસીઝ બનાવી નવા પ્રકારના બનાવામાં આવનાર હોવાનું ડો. નિકેશ શાહ અને ડો. પિયુષ સોલંકીએ જણાવ્યું છે.

ર૧મી સદીમાં ટેકનોલોજીકલ ક્રાંતિ મારફત મનુષ્ય સમગ્ર વિશ્ર્વને આંગળીને વેઢે નિહાળતો થઇ ગયો છે. દિવસે ને દિવસે નીતનવી ટેકનોલોજીનાં આવિષ્કાર થી સમાજજીવનમાં તમામ ક્ષેત્રે સરળતા, ગુણવતાં, ઝડપ વગેરેમાં ઉતરોતર વિકાસ થયો છે. જ પરંતુ સાથે પર્યાવરણ અને પ્રકૃતિમાં ટેકનોલોજીની માઠી અસર પણ સ્પષ્ટપણે જોઇ શકાય છે. આપણા દેશમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઓરડામાં તાપમાન ૩૦૦ કેલ્વીન કે ર૭ ડીગ્રી હોવું જોઇએ તેના બદલે આપણે બધા જ જાણીએ છીએ હાલ ગ્લોબલ વોમીંગ કે પ્રદુષણના કારણે આ તાપમાન ૪ર ડીગ્રી સેલ્સીયસ કે ૪પ ડીગ્રી સેલ્સીયસ સુધી પહોંચી ગયું છે. ઉચ્ચ ઉષ્ણતામાનના ઉપરોકત ફેરફારો ને પહોંચી વળવા વિજ્ઞાન અને ટેકનોલોજીના તજજ્ઞો અને ઇજનેરો માફરત તેના વિકલ્પો શોધાયા છે. અને તાયમાનના ફેરફાર ને મર્યાદિત કરવા સંશોધન ચાલુ જ છે ત્યારે ઉચ્ચ તાપમાનની સચોટ માપણી કરતા યંત્રોના આવિષ્કારની ખુબ જ અગત્યતા છે. ભૌતિકશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિ. માં મટીરીયલ્સ વિજ્ઞાન, વિજાણુ શાસ્ત્ર અને સ્પેસ વિજ્ઞાનના સ્પેશ્યાલઇઝેશન સાથે પી.જી. અભ્યાસક્રમ અને મટીરીયલ્સ વિજ્ઞાનમાં વૈશ્ર્વીક સ્તરના અનેક સંશોધન જુદા જુદા સંશોધકો મારફત થઇ રહ્યા છે.

ભૌતિકશાસ્ત્ર ભવનના યુવા સંશોધકો ડો. પિયુષ એસ.સોલંકી અને પ્રો. નિકેશ એ.શાહ મારફત છેલ્લા દોઢ વર્ષથી આફ્રિકાનીએસ.ફેકસ યુનિવસીટી વૈજ્ઞાનિકો ડો. અક્રમ ક્રિચલે અને પ્રો. ડબ્લ્યુ બાઉજલબેન તથા યુ.જી.સી. સી.એસ.આર ભાભા એટોમિક સિચર્સ ેસેન્ટર મુંબઇના યુવા વૈજ્ઞાનિક ડો. સુદીપ મુખરજી સાથે સંશોધાત્મક જ્ઞાનની આપ લે ના માઘ્યમથી ઉચ્ચ ઉષ્ણાતામાનના નજીવા ફેરફારોને સચોટ રીતે માપવા માટેના યંત્રો બનાવવા ઉપયોગી મટીરીયલ્સ  ઉપર સંશોધન શરુ કરાયેલ હતું. ભૌતિકશાસ્ત્ર ભવન સૌરાષ્ટ્રુ  યુનિ. ના સંશોધકોની વિવિધ મટીરીયલ્સ બનાવવાની કુશળતા અને સૌરાષ્ટ્ર યુનિ. ની મટીરીયલ્સ રેસીપી લેબોરેટરીનો ઉપયોગ કરી લેન્થેનિયમ બેઇઝ મેગેનાઇટ નવા પ્રકારનુ મટીરીયલ્સ બનાવી દેશની ટોચની ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર અને એસ ફેકસ યુનિવસીર્ટી આફ્રિકાની સંશોધન લેબોરેટરીમાં પ્રાયોગિક સંશોધન મારફત પૃથ્થકરણ કરી વિશિષ્ટ પ્રકારનું સંશોધન હાથ ધરાયેલ, પાંચ વૈજ્ઞાનિકોના સંયુકત પ્રયાસોથી તાપમાનનાં વિવિધ ફેરફારો સાથે તાપમાનની અલગ અલગ રેન્જમાં મટીરીયલ્સની પ્રકૃતિ ચતુર્થ ફેરફારો નોંધાયા છે. જે મટીરીયલ્સ વિજ્ઞાન ક્ષેત્રે ખુબ જ ઉપયોગી અને સેન્સર બનાવવા માટેનું મટીરીયલ્સ બની શકે તેમ છે.

ત્રણ સંસ્થાના સંયુકત સંશોધનને વિશ્ર્વનાં ટોચનાં વૈજ્ઞાનિક એ પ્રમાણીત કરી વિશ્ર્વની શ્રેષ્ઠ એલ્સવેર પબ્લીકેશનની એકટા મટીરીયા સામાયિક કે જેનો ઇમ્પેકટ ફેકટર પાંચ પોઇન્ટ એક છે. જેમાં પ્રસિઘ્ધ કરવામાં આવે  છે. સૌરાષ્ટ્ર યુનિ.ના ભૌતિકશાસ્ત્ર ભવન માટે આ સંશોધન પત્ર લેન્ડમાર્ક સમાન છે. કારણ કે ભવનના સ્થાપના કાળથી ચૌથી શ્રેષ્ઠ ઇમ્પેકટ ફેકટર ધરાવતા સામાયિક અને જે સામાયિક ભવનનાં સ્પેશ્યલાઇઝેશનના વિષયનું છે તેમાં પ્રસિઘ્ધ થયેલ છે. દેક વિદેશની અગ્રીમ વિશ્ર્વ વિઘાલયોનાં સંશોધકોએકટા મટીરીયા જેવા ઉચ્ચ ઇમ્પેકટ ધરાવતા સામાયિકોમાં તેમનું સંશોધન પ્રસિઘ્ધ થાય તે માટે હરહંમેશ પ્રયત્નશીલ હોય છે ત્યારે ભૌતિકશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીનાં યુવા સંશોધકો તે મટીરીયલ્સ વિજ્ઞાનમાં વિશ્ર્વ ઉપયોગી સંશોધન કરી ગૌરવ મેળવેલ છે. દેશ વિદેશની કવોલીટી એસેસમેન્ટ એજન્સીઓ અને દેશની નેક માફરત પણ કવોલીટી ઇન્ડીકેટર ફ્રેમ (કયુઆઇએફ) માં ઉચ્ચ ગુણવતાં ધરાવતાં ઇમ્પેકટ ફેકટરનાં સંશોધન પત્રોને મહત્વ આપેલ છે. ત્યારે વિશ્ર્વસ્તરે ભૌતિકશાસ્ત્ર ભવનના સંશોધકો ડો. પિયુષ એસ.સોલંકી અને પ્રો. નિકેશ શાહે સૌરાષ્ટ્ર યુનિ. અને ગુજરાત રાજયને ગૌરવ અપાવેલ છે. સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, કુલસચીવશ્રી ડો.ધીરેનભાઇ પંડયા, ભૌતિકશાસ્ત્ર ભવનના અઘ્યક્ષ પ્રો. હીરેન એચ.જોશી, પ્રો. મીહીરભાઇ જોશી, ડો. એચ.ઓ. જેઠવા, ડો. ભરત કટારીયા, તથા ભાભા એટોમીક રિસર્ચ  સેન્ટરનાં વૈજ્ઞાનિક ડો. સુધ્રીન્દ્ર રાયપ્રોલ, ડો. પી.ડી. બાબુ વગેરેએ અભિનંદન અનેશુભેચ્છાઓ પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.