Abtak Media Google News

બેંકોને બૂચ મારવાની નીતિ રાખતી કંપનીઓ પર તવાઈ

આરબીઆઈ દ્વારા દેશના ટોચના ૧૨ ડિફોલ્ટરો વિરુદ્ધ નાદારીની કાર્યવાહી શ‚ કરવાનો આદેશ આપ્યો છે. આ બાદ રીઝર્વ બેંકે ૪૦ ડિફોલ્ટર્સની બીજી યાદી તૈયાર કરી છે. જેને બિન-કાર્યક્ષમ એસેટસ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. બેંકોએ આ ડિફોલ્ટર્સ વિરુદ્ધ ચાર મહિનાની અંદર નાદારી અને નાદારી કોડ હેઠળ કાર્યવાહી શ‚ કરવા જણાવ્યું હતું.

આ યાદીમાં મોટાભાગની કંપનીઓ ઈન્ફ્રાસ્ટ્રકચર અને પાવર સેકટરની છે. મંગળવારે વિઝા સ્ટીલનો શેર ૧૨.૨૮ ટકા ઘટીને રૂ.૧૭.૫૦એ બંધ રહ્યો હતો. છેલ્લા ત્રણ મહિનામાં આ શેર ૧૨.૨૮ ટકા વધી ગયો હતો.

કુલ ૧૨ નામો મુખ્યત્વે સામે આવ્યા હતા જેનું રૂ.૫૦૦૦ કરોડ બાકી તો રૂ.૧.૭૫ લાખ કરોડ મતલબ ૨૫% બેડ લોન નોંધાઈ છે. તેનાં માટે બેંકોએ તેવા ડિફોલ્ટરો સામે કાર્યવાહી હાથ ધરી લીધી છે. જેને પગલે બેંકો હવે ૪૦ લેણદારો સામે કેસ ફાઈલ કરી કડક પગલા લેશે.

જે પોતાના કંપની પરત મેળવવા માંગે છે તેઓ કોર્ટમાં તેની રજૂઆત કરી લોનનું ભુગતાન કરી ફરીથી કંપની મેળવી શકશે. જો ૨૭૦ દિવસ સુધીમાં કંપનીને પરત મેળવવા અરજી કરવામાં નહીં આવે તો કંપની બેંક દ્વારા વહેંચી કાઢવામાં આવશે, આ પ્રકારની બેડ લોન રીફંડેબલ બને ત્યારે બેંકોને કમાણી ઓછી અને વધુ નુકસાન ભોગવવું પડે છે.

એસબીઆઈનું માનવું છે કે, કયારેક નાદારી નાણાંકીય રીતે કંપનીમાં ચૂકવવાનાં નાણાં કરતા વધુ ફાયદાઓ ધરાવે છે.

આ નાદારી કોડ જાહેર કરવાથી ઘણાખરા દેશોની બેંકોમાં આવક વધારો થયો છે.

જયારે ૨૦૦૬માં પહેલીવાર આ નાદારી કોડનું અમલીકરણ ચીનમાં કરવામાં આવ્યું. તેના ૩ વર્ષમાં જ આ નિયમને લઈને ક્રેડિટ ગ્રોથમાં ૩૦ ટકાનો વધારો નોંધાયો હતો. તો આવી જ રીતનો રેકોર્ડ પોલેંડ અને સ્પેઈનમાં રિપોર્ટ પ્રમાણે નોંધાયો હતો.  તો આ કોડના અમલીકરણ બાદ તેના બીજા વર્ષે જ તેનો લાભ યુએઈમાં નોંધાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.