Abtak Media Google News

રોડ પર ડામર કામનો આરંભ કરાવતા સાંસદ

અબતક, રાજકોટ

શહેરના વોર્ડ નં. 7માં રૂ. 1.91 કરોડના ખર્ચે જનરલ બિપિન રાવત અન્ડરબ્રિજથી ભક્તિનગર સ્ટેશન સુધીનો 24 મીટર રસ્તો બનાવવાના વાઇડનિંગ કામ અને કમ્પાઉન્ડ વોલ, સેન્ટ્રલ ડિવાઈડર, યુટીલિટીડગ તથા ફૂટપાથ કરવાના કામનું ખાતર્મુહુત સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય  ગોવિંદભાઇ પટેલ તથા મેયર ડો. પ્રદીપ ડવના વરદ હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ, વોર્ડ નં. 7ના મહામંત્રી  અનિલભાઈ લીંબડ, સોમાના પૂર્વ પ્રમુખ ઉકાભાઈ પટેલ, વોર્ડ ઉપસ્થિત રહયા હતા.

જનરલ બિપિન રાવત અન્ડરબ્રિજ થી ભક્તિનગર સ્ટેશન તરફનો હયાત 9 મીટરનો રસ્તો 24 મીટરનો થતા વાહન અવર-જવરમાં સરળતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.