Abtak Media Google News

ઢોલીવુડનો દબદબો બોલીવુડ અને હોલીવુડની સાથે જ ઇન્ડસ્ટ્રીમાં વધતો જાય છે. ગુજરાતી કલાકારો  દર્શકોને દિગ્દર્શકો અને ફિલ્મ નિર્માતાઓ ગુજરાતી ફિલ્મોમાં ફાઈટ,રોમાન્સ,કોમેડી,સસ્પેન્સ,થ્રીલર જેવા ભાગો ઉમેરતા થઇ ગયા છે.પરિણામે યુવાવર્ગમાં ગુજરાતી ફિલ્મોનું ચલણ વધતું જોવા મળી રહ્યું છે.ત્યારે વધુ એક ગુજરાતી ફિલ્મ ‘ HEY કેમ છો લંડન…’ સિનેમાઘરોમાં ધૂમ મચાવા આવી રહી છે.

‘HEY કેમ છો લંડન’… ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ ચુક્યું છે.ફિલ્મનું ટ્રેલર જ લોકોમાં ફિલ્મ જોવાની આતુરતા ઉભી કરે છે. આ ફિલ્મ 2 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલરે જ આટલી ધૂમ મચાવી છે તો ફિલ્મ ધમાકેદાર જ હોવાની..

Hey Kem Cho London (2022) - Movie | Reviews, Cast &Amp; Release Date In Hyderabad - Bookmyshow

ફિલ્મ મેકર્સ દ્વારા અપકમિંગ ગુજરાતી ફિલ્મ‘હેય કેમ છો લંડન’નું વધુ એક ગીત‘તારા ઘેનમાં..’લૉન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મ ‘હેય કેમ છો લંડન’નું તાજેતરમાં રીલિઝ કરાયેલા સમધુર ગીત‘તારા ઘેનમાં..’ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ગીત લંડનમાં ફિલ્માવવામાં આવ્યું છે.

HEY કેમ છો લંડન એક રોમેન્ટિક કોમેડી અને પારિવારિક ફિલ્મ છે. જેના મુખ્ય પાત્રોમાં લીના જુમાની, મિત્રા ગઢવી, માનસ શાહ છે. મિત્રા ગઢવીની માતા યશોદાબેન નામનું પાત્ર દિગ્દર્શક દ્વારા શેર કરવામાં આવેલા ટૂંકા વિડિયોમાં અભિનેત્રી અલ્પના બુચ કહે છે કે તે ફિલ્મમાં મિત્ર ગઢવીની માતા યશોદાબેન નામનું પાત્ર ભજવી રહી છે. અલ્પના બુચ કહે છે કે તે અને મિત્ર ગઢવી સારા મિત્રો છે અને તે ફિલ્મમાં તેની મમ્મીનું પાત્ર ભજવવા માટે ખરેખર ઉત્સાહિત હતી. વિડિયોમાં ફિલ્મની કેટલીક મનોરંજક પળોની ઝલક પણ બતાવવામાં આવી છે.

'Hey Kem Chho London' Trailer Out: The Film Is A Perfect Dose Of Entertainment | Gujarati Movie News - Times Of India

 

‘HEY  કેમ છો લંડન’ના દિગ્દર્શક સની સુરાની અને અંકિત સુનિલ ત્રિવેદી દરેક સંભવિત રીતે દર્શકો સુધી પહોંચવામાં કોઈ કસર છોડી રહ્યા નથી.આ ફિલ્મના મુખ્ય કલાકારો લીના જુમાની, માનસ શાહ અને મિત્રા ગઢવી ફોટોગ્રાફીના દિગ્દર્શક માનસ ગાંગુલી, કોરિયોગ્રાફર મેહુલ ગદાણી અને ચેરપર્સન સુન્ની સુરાની અને અંકિત સુનિલ ત્રિવેદી,મુની ઝા, અનંગ દેસાઈ, અલ્પના બુચ, લીના પ્રભુ અને દીપ વૈદ્ય છે.

ટીઝર, ટ્રેલર અને ‘ઢોલિડા’, ‘ HEY કેમ છો લંડન’, ‘તારા ઘેન મા’ વગેરે જેવા ગીતોથી નિર્માતાઓએ ઈન્ટરનેટ યુઝરને દંગ કરી દીધા છે. હાલમાં ફિલ્મની ટીમ ગુજરાતમાં ફિલ્મનું પ્રમોશન કરી રહી છે અને આજરોજ અબતક મીડિયા હાઉસના મહેમાન બનશે.

Hey Kem Chho London' Makers Share An Exclusive Bts Picture, See Pic! | Gujarati Movie News - Times Of India

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.