Abtak Media Google News

Table of Contents

લાઈબ્રેરીમાં ૨૦૦૦૦ પુસ્તકો, ૯૦૦૦ ડિજિટલ અને ૧૫૦ સામાયિકોનું ભવ્ય કલેકશન: દરરોજ ૧૫૦ થી ૨૦૦ પુસ્તકોના ઈશ્યુ-રિટર્ન નિરાંત મને વાંચન કરી જ્ઞાનનો ‘સાગર’ ઘુઘવતા ૧૦૫૦૦ વાચકો: દર અઠવાડિયે વિનામુલ્યે બુકટોક, મુવી ટોક, વર્કશોપનું આયોજન; ભુલકાઓ માટે બોર્ડ ગેમ્સ, ડ્રામા, ડિબેટ સહિતના કાર્યક્રમો; મહિલા દિને ૧૦૦ મહિલાઓને નિ:શુલ્ક મેમ્બરશીપ અપાઈ

સોશિયલ મીડિયાનું અતિક્રમણ, ભાગદોડ ભરી જીવનશૈલી વચ્ચે પણ પુસ્તકનો ‘વાંચન વૈભવ’ ધરાવતી રોટરી મીડટાઉન લાયબ્રેરી જમાના અને જનરેશનની સાથે સાથે કદમ મીલાવતી લાયબ્રેરી બની વાંચકોમાં ઉભરી આવી છે. અહી નિરાંતમને વાંચન કરી ૧૦,૫૦૦થી વધુ વાંચકો જ્ઞાનનો સાગર ઘૂઘવી રહ્યા છે. માત્ર બુક ઈશ્યુ અને રિટન્સ જ નહી બલ્કે લાયબ્રેરીને ‘લાઈવ’ અને ‘અપડેટ’ રાખવાની ખેવના પણ આ લાયબ્રેરી ધરાવે છે. રાજકોટમાં અનેક લાયબ્રેરી હાલ સંચાલિત છે પરંતુ તે બધાથી અલગ તરી આવવાની અને વાંચકોને સતત ‘અપ ટુ ડેટ’ રાખવાની શૈલી જ રોટરી મીડટાઉન લાયબ્રેરીને અલગ તારવી રહી છે. ખાસ કરીને દર સપ્તાહે ‘વિનામૂલ્યે’ બુકટોક, મૂવી ટોક, વર્કશોપ સહિતના આયોજનથી વાંચકો  આફરીન પોકારી  રહ્યાં છે સાથોસાથ લાયબ્રેરીની કમિટીને પણ કંઈક ‘નવું’ કર્યાનો સંતોષ છે.

વાંચકોના ઉત્સાહને સતત ‘ગતિશીલ’ રાખવા માટે દર વર્ષે લાયબ્રેરી દ્વારા ‘બેસ્ટ રિડર્સ’ અવોર્ડ્સ એનાયત કરવામાં આવી રહ્યો છે જેનાથી વાંચકોને પણ નવું-નવું વાંચન કરવાની જિજ્ઞાસા જાગે છે. આ ઉપરાંત શહેરના બીઆરટીએસના ૧૮ રૂટ ઉપર પણ સવાર-સાંજે  અખબારો લાયબ્રેરી દ્વારા વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે.

ખાસ કરીને મેમ્બરશિપની વાત આવે ત્યારે રોટરી મીડટાઉન લાયબ્રેરી તેમાં પણ બિલકુલ કચાશ રાખી રહી નથી. મહિલા દિન નિમિત્તે ૧૦૦ બહેનોને ફ્રી મેમ્બરશિપ આપવા ઉપરાંત નેશનલ લાયબ્રેરી દિવસે ૧૦ બાળકોને લાયબ્રેરીના સભ્ય બનાવવાનો શ્રેય પણ રોટરી મીડટાઉનને જ જાય છે. આ ઉપરાંત જો બીપીએલ કાર્ડ ધારક ફી ચૂકવવા માટે સક્ષમ ન હોય તો કોઈ પણ કમિટી સભ્ય તેનું અથવા તેણીની ફી ભરી શકે છે અને જે તે વ્યિક્તને વિનામૂલ્યે સભ્યપદ આપી શકે છે. ખાસ કરીને યુવાનો, મહિલાઓ અને બાળકોને મેમ્બરશિપ આપવા પર ભાર આપી રહેલી રોટરી મીડટાઉન લાયબ્રેરી અત્યાર સુધીમાં ૧૦,૫૦૦ વાંચકો ધરાવે છે. આ લાયબ્રેરી દ્વારા અલગ અલગ પુસ્તકો પરનો ‘બુકટોક’ ૨૦૧૫થી શરૂ કરવામાં આવ્યો હતો અને તેમાં પહેલી વખત પાંચ લોકો જોડાયા હતા જ્યારે હવે તેમાં વધુ વાંચકો સામેલ થાય છે અને જ્ઞાનનું આદાન-પ્રદાન કરી રહ્યા છે. આ બુકટોકમાં માત્ર લાયબ્રેરીના સભ્યો જ નહી બલ્કે શહેરના કોઈ પણ વ્યક્તિ સામેલ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આટલું ઓછું હોય તેવી રીતે દર મહિને નવા-નવા પુસ્તકો વસાવવા ઉપરાંત જો કોઈ વાંચક પુસ્તક વિશે સુચન કરે તો તેનો તુરંત અમલ કરી તે પુસ્તકને લાયબ્રેરીમાં સમાવવામાં આવી રહ્યા છે. બાળકો માટે લાયબ્રેરી દ્વારા દર ગુરૂવારે બોર્ડગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કમિટીના સભ્યો પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી ફરજિયાત દોઢ કલાક ફાળવી રહ્યા છે. જ્યારે વેકેશનમાં શહેરી રમતોનું આયોજન કરવામાં આવે છે. હાલ આ લાયબ્રેરીમાં ૨૦,૦૦૦થી વધુ પુસ્તકોનો ’વાંચનવૈભવ’ છે તો ૯૦૦૦થી વધુ સીડી-ડીવીડી અને ૧૫૦થી વધુ મેગેઝીન્સનું ‘કલેક્શન’ છે જેનાથી વાંચકો ‘અપ ટુ ડેટ’ રહે છે.  એક વાત એ પણ નોંધવી રહી કે જો કોઈ વાંચક વધુ સમય માટે પોતાની પાસે પુસ્તક રાખવા માગતો હોય તો એક ટેલિફોન કરી બુક રિન્યુઅલ કરાવી શકે છે. આ પ્રકારની વ્યવસ્થા આવતી ગુજરાતની એકમાત્ર લાયબ્રેરી રોટરી મીડટાઉન છે.

હાલ ડિઝિટલાઈઝેશનનો જમાનો છે તેને ધ્યાનમાં રાખી લાયબ્રેરી દ્વારા ઓનલાઈન પબ્લીક એક્સેસ કેટલોકની વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. આ વ્યવસ્થા થકી કઈ બુક ક્યાં પડી છે તેને સરળતાથી વાંચકો જોઈ શકે છે. જો કોઈ બુક ઈશ્યુ થઈ ગઈ હોય તો એક ક્લીક થકી તે જાણી શકાય છે. આ ઉપરાંત ચેક ઈન અને ચેક આઉટથી વ્યવસ્થા કરાઈ છે. અહી દરરોજ ૧૫૦થી ૨૦૦ જેટલા ટ્રાન્ઝેક્શન થાય છે તો દરરોજ ૨૦૦થી વધુ વાંચકો વાંચનનો લાભ લ્યે છે.

દરમિયાન લાયબ્રેરી દ્વારા ડ્રામા ક્લબ, ડિબેટ ક્લબ, મધર્સ ક્લબ પણ સંચાલિત કરવામાં આવી રહ્યું છે. વેકેશનમાં બાળકો માટે ચાર વર્કશોપ આયોજિત થાય છે જેમાં રીડીંગ, રાઈટિંગ, લિસનીગ અને કોમ્યુનિકેશનના ગુણ શીખવવામાં આવી રહ્યા છે. હાલ આ લાયબ્રેરીમાં એક વર્ષથી માંડી સિનિયર સિટીઝન વાંચકો સભ્ય છે જેઓ નિયમિત લાયબ્રેરીની મુલાકાત લ્યે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રોટરી મીડટાઉન લાયબ્રેરીને ૨૦૧૬-૧૭માં ‘ઉત્તમ ગ્રંથાલય સેવા આપી વ્યાપક જ્ઞાન પ્રસારના ક્ષેત્રે પ્રશંસાપાત્ર કામગીરી બજાવ્યાની કદર રૂપે’ ‘મોતીભાઈ અમીન’ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. આટલી વ્યવસ્થા, આટલી સરળતા, આટલો વાંચનવૈભવ આપતી લાયબ્રેરીની મુલાકાત લીધા બાદ વાંચકોનો એક જ સૂર સાંભળવા મળી રહ્યો છે કે ’લાયબ્રેરી હોય તો રોટરી મીડટાઉન જેવી…’

‘સાયકલોફન’ થકી સાયકલ પ્રત્યે જાગૃતિ લાવવાનો શ્રેય પણ રોટરી મીડટાઉનના ફાળે

અલગ અલગ સામાજિક કાર્યા સાથે સંકળાયેલા રોટરી મીડટાઉન દ્વારા લોકજાગૃતિના પણ અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે અને તેમાં ખાસ કરીને ‘સાયકલોફન’ નામની સૌરાષ્ટ્રની સૌથી મોટી ઈવેન્ટ યોજી લોકોમાં સાયકલ ચલાવવા પ્રત્યે જાગૃતિ લાવવાનો ઉમદા

પ્રયાસ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ‘સાયકલોફન’ની ઈવેન્ટ દરમિયાન દર વર્ષે ૩૦થી ૪૦ જેટલી જરૂરિયાતમંદ બાળાઓને નિ:શુલ્ક સાયકલનું વિતરણ પણ રોટરી મીડટાઉન દ્વારા કરવામાં આવી રહ્યું છે.

લાઈબ્રેરીમાં સ્વચ્છતા અને શાંતિપૂર્ણ માહોલી વાંચનની મજા આવે છે: ક્રિયા ઉનડકટ

The-Rotary-Midtown-Library-Which-Houses-Live-Readers-With-Unreliable-Time-And-Generation-Of-Moti-Bhai-Amin-Award-For-Excellent-Service-To-The-Library
the-rotary-midtown-library-which-houses-live-readers-with-unreliable-time-and-generation-of-moti-bhai-amin-award-for-excellent-service-to-the-library

રીડર ક્રિયા ઉનડકટે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એક વર્ષી અહીં મેમ્બર છે અને સી.એ.ની તૈયારી કરે છે. લાઈબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના તા અન્ય પુસ્તકો અપડેટ તા રહે છે. આ ઉપરાંત સ્વચ્છતા અને શાંતિભર્યા વાતાવરણમાં વાંચવાની મજા આવે છે.

લાઈબ્રેરીમાં અન્ય એક્ટિવિટી વાચકોને આકર્ષે છે: ભૂમિકા પરમાર

The-Rotary-Midtown-Library-Which-Houses-Live-Readers-With-Unreliable-Time-And-Generation-Of-Moti-Bhai-Amin-Award-For-Excellent-Service-To-The-Library
the-rotary-midtown-library-which-houses-live-readers-with-unreliable-time-and-generation-of-moti-bhai-amin-award-for-excellent-service-to-the-library

ધો.૮માં અભ્યાસ કરતી અને ત્રણ વર્ષી વાંચન કરતી ભૂમિકા પરમારે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીં સ્વચ્છતા અને સ્ટાફનો સંપૂર્ણ સહયોગ મળે છે. માત્ર પુસ્તકો ઈશ્યુ-રીટર્ન જ નહીં અન્ય એક્ટિવીટી ડ્રામા, બુકટોક, વર્કશોપ વગેરે વાંચકોને આકર્ષે છે.

લાયબ્રેરીની સુવિધાઓ જબરજસ્ત: દિક્ષિત શુકલા

The-Rotary-Midtown-Library-Which-Houses-Live-Readers-With-Unreliable-Time-And-Generation-Of-Moti-Bhai-Amin-Award-For-Excellent-Service-To-The-Library
the-rotary-midtown-library-which-houses-live-readers-with-unreliable-time-and-generation-of-moti-bhai-amin-award-for-excellent-service-to-the-library

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો દિક્ષિત શુકલા ‘અબતક’ની વાતચીત દરમ્યાન જણાવે છે કે, લાયબ્રેરીની તમામ સુવિધાઓ જબરજસ્ત છે. રીડીગ માટે કમ્ફર્ટ ઝોન મળી રહે છે. ડિજીટલાઈઝેશન કી પણ આસાનીી બુક મેળવી શકાય છે. સ્ટાફનો પુરતો સપોર્ટ છે. માત્ર એક ફોની બુક ઈશ્યુ થઈ જાય છે અને કોઈ પણ પુસ્તક વધીને એક અઠવાડિયામાં જ મળી જાય છે.

કોર્પોરેશન વધુ સ્પેસ ફાળવે તો અનેકગણી મજા આવશે: હર્ષદ ઠાકર

The-Rotary-Midtown-Library-Which-Houses-Live-Readers-With-Unreliable-Time-And-Generation-Of-Moti-Bhai-Amin-Award-For-Excellent-Service-To-The-Library
the-rotary-midtown-library-which-houses-live-readers-with-unreliable-time-and-generation-of-moti-bhai-amin-award-for-excellent-service-to-the-library

‘અબતક’ સોની વાતચીતમાં રીડર હર્ષદ ઠાકર જણાવે છે કે, તેઓ અહીં વર્ગ-૩ની તૈયારી કરે છે. સૌપ્રમ સ્વચ્છતા ઉપરાંત લાઈબ્રેરીયન-સ્ટાફનો બહુ મોટો સ્પોર્ટ મળે છે જો કોર્પોરેશન વધુ જગ્યા ફાળવશે તો લાઈબ્રેરીની સુવિધાઓમાં અનેકગણો વધારો થઈ શકશે. અહીં રીડીંગ ઉપરાંત અનેક ઈવેન્ટ વાંચકો માટે રસપ્રદ બની રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.